SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯] કેન્ફરન્સની અગત્યતા સંબંધી જેન બંધુઓને અમૂલ્ય સુચના. ૨૭૩ “કોન્ફરન્સની અગત્યતા સંબંધી જૈન બંધુઓને અમૂલ્ય સૂચના.” (લખનાર-વલભદાસ ગોવનદાસ ગાંધી, ભાવનગર) આપણું મુંબઈ અને વડોદરામાં ભરાયેલ બીજી અને ત્રીજી કેન્ફરન્સના મેળાવડા વખતે મારા અંતઃકરણમાં જે પ્રમાદ અને ઊચ્ચ ભાવનાઓ આ પરિષદ્ મંડળ પ્રત્યે પૂરાયમાન થઈ હતી, તે બહાર લાવવાને તેમજ આ મહામંડળની દિનપ્રતીદિન કેમ વૃદ્ધિ થઈ બળ પ્રાપ્ત કરે તે વિષે બે બોલ લખી પત્ર દ્વારા બહાર લાવવાની ઈચ્છા થવાથી, આ લેખ જૈન બંધુઓની સેવામાં મુકવાની રજા લઉ છું જેથી તેમાંથી, ગ્રહણ કરવા યોગ્ય જૈન બંધુઓ ગ્રહણ કરશે તે લખનારને પ્રયાસ સખળ થયો. મનાશે. કોન્ફરન્સ એ શબ્દ વાંચકવૃંદના અંતઃકરણમાં સુદઢ થવા, તથા તેના રહસ્યને આપણું જૈન બંધુઓના હદયમાં સ્થાપીને બેસી ન રહેતાં તેને યથાર્થ અનુભવ કરાવવાનો જ ઊદેશ હોઈને જ તે સંબંધમાં આ લેખકને આગળ ઊપર કાંઈક વધારે લખવા વિચાર છે. આજકાલ આપણું આ મંડળ માટે અનેક સ્થળે અનેક જાતની વાત થાય છે પરંતુ ઘણું ઓછા માણસના અંતઃકરણમાં કેન્ફરન્સ એટલે શું ? અને તેનાથી શા શા લાભ ભવિષ્યમાં થશે તેવું સચોટ દ્રષ્ટીએ પડતું હશે તેવા કારણોથી જ આ લેખ લખવાની ઈચ્છા થયેલી છે. જો કે આ કાળમાં જ્યાં તીર્થકર મહારાજે અને કેવળજ્ઞાની મહારાજાઓને અભાવ છે છતાં તેઓનાં ઊપદેશાયલાં શાસ્ત્રો તેમજ સશુરૂ વિગેરે સાધને વિવમાન છતાં આપણું ધાર્મિક તથા વ્યવહારીક પ્રવૃતિ સુધરવી કેમ ન જોઈએ? ઘરમાં અમુક સ્થળે દ્રવ્ય દટાયેલું છે એમ જોણુતા છતાં તે કાઢવા સર્વ સાહીત્યા છતાં શા માટે દરિદ્રતાનું દુઃખ રેહેવું જોઈએ ? આવા વ્યવહારિક તથા ધાર્મિક સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા પુરૂષને તે સુખ સત્વર સિદ્ધ થાય, અને થવામાં સહાય મળે તેટલા માટે આવી કપૂરન્સ (સહાયક મંડળ) ની જરૂર હેવી જ જોઈએ. આવા મંડળોને ઊચ્ચ ઈરાદે વ્યવહારિક તેમજ ધાર્મિક સુખને પ્રાપ્ત કરવાના સરલ માર્ગમાં (જૈન બંધુઓને) દરેક મનુષ્યને મુકવાને હંમેશા હોય છે.
SR No.536501
Book TitleJain Shwetambar Conference Herald 1905 Book 01
Original Sutra AuthorN/A
AuthorGulabchand Dhadda
PublisherJain Shwetambar Conference
Publication Year1905
Total Pages452
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shwetambar Conference Herald, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy