Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ભેચ્છકો
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૭
કવિરત્ન હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ. ના પટ્ટઘર, પ્રાચીન સાહિત્યોદ્ધારક પૂ. ગુરુદેવ
આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. ની કૃપાથી જૈન જગતને જાગૃત
શખતા, સ્પષ્ટ પ્રસાણા કરતા
શ્રી જૈન શાસન અઠવાડિક વિશેષાંકો હાર્દિક શુભેચ્છા
પાપોદયે સ્વજન શત્રુની જેમ વર્તે
દત્ત કલાવતીને એ વાત પણ સમજાવે છે કે, આપણો નિકટમાં નિકટનો સગો પણ આપણાથી વિપરીત થઈ જાય, તો એમાંય આશ્ચર્ય પામવા જેવું નથી કે એમાં શોક કરવા જેવું પણ નથી ! ત્ત કલાવતીને ઉદ્દેશીને કહે છે કે, ‘આ સંસારમાં પિતા, માતા, પતિ, ભાઈ, પુત્ર, પુત્રી અને દીકરાની વહુ વગેરે સ્વજનો ગણાય છે. પિતા વગેરે આપણને સ્વજન માને છે અને આપણે પિતા વગે ને સ્વજન માનીએ છીએ. આવા પણ સ્વજનો જ્યારે આપણું પૂર્વકૃત દુષ્કર્મ ઉદયમાં આવે છે, ત્યારે આપણા દુશ્મન જેવા બની જાય છે !’
આપણા દુષ્કર્મનો ઉદય થાય, ત્યારે પિતા પિતા રહે ? માતા માતા રહે ? પતિ પતિ રહે ? ભાઈ ભાઈરહે ? પુત્ર પુત્ર રહે ? પુત્રી પુત્રી રહે ? પુત્રવધુ પુત્રવધુ રહે ? દુષ્કર્મના ઉદય વેળાને, દુશ્મન જે પીડા આપી શકે નહિ, તેવી પીડા આપણને પિતા આપે, એવુંય બને, માતા અ પે એવુંય બને, ભાઈ આપે એવુંય બને, પુત્ર આપે એવુંય બને, પુત્રી આપે એવુંય બને, અને પુત્ર ધૂ આપે એવુંય બને ! એટલે કોઈ પણ સ્વજન જો સ્વજનની જેમ વર્તવાને બદલે, આપણી જાડે આપણા શત્રુની જેમ વર્તે, તો એમાં એ સ્વજનને દોષ દેવાને બદલે, આપણે આપણા આત્મ ને જદોષ દેવો કે, જે આત્માએ સ્વજન પણ આપણી સાથે શત્રુ માફક વર્તે એવું દુષ્કર્મ પૂર્વકાળ માં ઉપાર્જ્યું હતું !
KUSUMBEN
૭ તા. ૨૬-૧૧-૨૦૦૨
33, THE RIDGEWAY - KENTON, |HA3-OLN- MIDDLESEX (U.K.)
૮૬૪
PRAVINKANT
SHAH
#######################