Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મનોવેદના-એકખુલ્લો પત્ર
મનોવેદના-એક ખુલ્લો પત્ર શામળા ભાડા
શ્રી જૈન સાશન (અઠવાડિક) * વર્ષ-૧૫ * અંક : ૧૧ * તા. ૨૫-૩-૨૦૦૩ હતી તે સ્થાનો પણ આવાજ પોલા નીકળ્યા અને પાણીમ બેસી ગયેલા લાગ્યા. જે મહાપુરુષની ગોદમાં તે આનંદથ કિલ્લોલતું તેમના જ કહેવાતા આજે તેને જાકારો આપ રહ્યાા છે. જે શાસનભકતો–પ્રેમીઓ સાચી વાત સમજાવવ જાય તો આજના રાજકારણની જેમ તરત જ આ બધા તે 'વિરોધીઓ' છે 'ગુરુદ્રોહી' છે તેવા ઈલકાબોની વગર માંગ પોતાના હજરૂરિયાઓમાં લહાણી કરે છે તે બધા આ મહાપુરુષની હાજરીમાં સારા લાગતા હતા, શાસનના સત્ય સિદ્ધાન્તના પ્રેમી લાગતા હતા કારણ પોતાના વિરોધીઓન આ લોકો ખબર લેતા, ખોટી વાતોનો વિરોધ કરતા. હવે પોતાના પગ નીચે રેલો આવે એટલે સાચી વાત સમજાવે તો તરત જ ઉકળી પડે છે અને 'મૌન સવાર્થ સાધનમ્' નીતિ સૂત્રને અપનાવે છે. તે વખતે નીતિશાસ્ત્રની બીજી વાત ભૂલી જાય છે કે તંદુરસ્ત વિરોધપક્ષ રાજકારણમાં જરૂરી છે જેથી સમાધીશો મદાંધ ન બને અને કમમાં કમ જાગૃત તો રહે.
પણ આ કવિકાળના આ બધા લોકો 'નિસ્પૃહ શિરોમણિ'નું બિરૂદ ધરાવે અને સત્તા-પદ-પ્રતિષ્ઠા માટે એવી સાઠમારી સોગઠાબાજી ખેલે કે, ખુદ સત્તાપિયાસ રાજકારણીઓ પણ ઝાંખા પડે–હારી જાય ! પાછા દેખાવ તો એવા કરે કે અમે તો કાંઈ જાણતા નથી. આ તો વડીલને 'આજ્ઞાંકિત' એવા કે બધાના 'વડીલ' પાછા તે બનવ નીકળે ! આજની મોટી મોટી ફિલ્મ હસ્તીઓના 'ગોડ ફાધર જેવા મોટા મોટા ભકત શ્રીમંતના પાછા 'ભગત' પણ એવ કે તે બોલે કે ''વિરોધીઓને તો ખતમ કરી નાખવા જોઈએ' તો તેમાંય જીહજૂરીયાની જેમ સૂર પૂરાવે. ભલે ચાલે કાંઇ નહિ.
અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીઃ સ્વામી પરમાત્માનું પરમ તારક શાસન આ પાંચમા આરાના છેડા સુધી ચાલવાનું છે. દુષમા કાળના પ્રભાવે આ શાસને અનેક ચઢાવ–ઉતાર જોયા, અનેક બાહ્યા—અત્યંતર આક્રમણો અનુભવ્યા છતાંય તે પોતાના પ્રભાવથી હજીય અડીખમ ઊભું છે અને ઊભું રહેવાનું છે. આજ સુધીમાં અનેકાનેક મહાપુરુષો થયા, જેમણે પ્રાણના ભોગે શાસ ના સત્યસિદ્ધાંતોની રક્ષા કરી, શાસનની શાન ચોમેર ફેલ વી માન સન્માન– ખ્યાતિ– પ્રતિષ્ઠા – નામનાદિના મહોમાં દેશકાળના નામે જરાપણ મૂંઝાયા વિના. ખોટી એકતા દિના લોભે, સત્ય સિદ્ધાન્તોમાંથી લેશ પણ ચળ્યા નહિ કે મોટા મોટા ચરમબંધીઓની શેહ શરમમાં અ વ્યા નહિ પણ ભગવાનના યથાર્થ માર્ગનું જ જગત સમક્ષ જીવનભર, પ્રતિપાદન કર્યું અને તેનો જ સાચો વારસો આપીને ગયા.
આવા અનેક મહાપુરુષો પૈકી વર્તમાનકાળના અગ્રગણ્ય મહાપુરુષ નામ-કામથી શ્રી જૈન-જૈનેતર સમાજમાં અતિ સુપ્રસિદ્ધ છે. જેમનું નામસ્મરણ પણ અહોભાવને પેદા કરે છે અને આપોઆપ હાથ જોડાઈ જાય છે, મસ્તક નમી જાય છે. તે પુણ્યનામ ધ્યેય પુણ્ય પુરૂષ એટલે જ સુપ્રસિદ્ધ જૈનાચાર્ય પૂ. શ્રી રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા!
જે મહાપુરુષે સત્યસિદ્ધાન્તોનું પોતાના પ્રાણની જેમ જે જતન કરેલું તે સત્યસિદ્ધાન્તો આજે કોની ગોદમાં અમે આનંદ પૂર્વક કિલ્લોલ કરતાં જગતમાં સ્વૈર વિચરીશું તે વિચારે ચોધાર આંસુએ રડી રહેલ છે. જેની પીઠ થાબડનાર કે પંપાળનાર કોઈ નથી. અમદાવાદ જ્ઞાનમંદિરની દિવાલોકે મુંબઈ લાલબાગની ઈંટો પણ તેની સાર સંભાળ લેનાર નથી. જયાં પોતાને આશ્રયની સંભાવના
'ઘેલી' ભકિત પાછળ એવા ગાંડાઘેલા બની હોડ ૨મે કે કોને 'સૂવર્ણ ચંદ્રક' આપવો તે જ નક્કી ન થાય. એકે આવી ગુરુભકિત કરી તો બીજો વળી બાકી શેનો રહે ? તેના કરતાં વિશેષ કરે ભલે તેમાં વિવેક શુન્યતા આવી જાય પણ નાવના પ્રારંભમાં મારું નામ જોડાઈ જાય એટલે આપણે બંદા 'અમર' પુરુષ અને ચમચા ભકતોને રાજી કરવા
* ૧૧૮૫