Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* વર્ષ : ૧૫ * અંકઃ ૨૧ ૨ તા. ૨૫-૩-૨૦૦૩ રહી હતી. એના પશ્ચાતાપનો પાર ન હોતો. પણ હવે શું થાય ? રાંડ્યા પછીનું ડહાપણ શા કામનું ? ભાવ વિના પણ સ્વભાવિક જતાં આવતાં દર્શન મને થતાં હતાં. ભાવ વિના કરેલી એ ક્રિયાએ પણ મને આજે જગાડી દીધો. જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. સુ સંસ્કારો આત્મા પર કેવી અસર કરે છે કે, પિતાની આજ્ઞા મુજબ ધર્મની આરાધના કરી હોત ભાવથી આત્માના સાચા ભાવથી પરમાત્માનાં દર્શન કર્યા હોત તો આજે મારી આ કરૂણદશા ન થાત. માનવ ભવ જેવો ઉત્તમ જન્મ મેળવી મેં એળે ગુમાવ્યો અને મારે તિર્યંચમાં જન્મ લેવો પડ્યો અને તે પણ સમુદ્રમાં મત્સ્ય બન્યો. ખુબ પસ્તાવો કરે છે હવે આત્માના ઉંડા ભાવથી હૃદયથી, બસ હવે મારે આજથી માંસ-મચ્છી વગેરે આહારના પચ્ચક્ખાણ છે. પાપનો પ્રેમથી પશ્ચાતાપ કરે છે તે જ સમયે તે માછલાને સમકિતની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ સમકિત આપણને પણ માનવભવ ઉત્તમ મલ્યો છે. જૈન ધર્મ પણ મલ્યો છે. શાન બાન સમજણ પણ મળી છે ને સુ સંસ્કાર પણ છે અને આપણે શુદ્ધ સમકિતનું દૃઢ ને બીજ રોપાયું કે નહિ તેજ આત્માને પૂછવાનું છે. આપણી જીંદગી આ બધું મળવા છતાં એળે ના વહી જાય એની તકેદારી કરવાની છે. જો આ બધું જાણવા છતાં ખરો પશ્ચાતાપ નહિં થાય, ભુલોનો તો આપણે હારી જાશું અને કમભાગ્યે આપણે આર્યમુકી અનાર્ય ભૂમિમાં વસી રહ્યા છીએ છતાં પણ અનાર્યને આર્ય કરવો એ આપણા હાથની વાત છે. હા સો ટકા ભલે ન થાય પણ શુદ્ધ આચાર વિચાર ભાવના તો જરૂર ભાવી શકીએને અને મનને મક્કમતા કેળવીને જરૂર આત્મકલ્યાણ કરી શકીએ. વ્રત જપ તપના આધારે, જેમ મત્સ્યના જીવે તરતજ અનસન વ્રત આદરી
ત્યાંથી કાળ કરી સીધો દેવગતિમાં પહોચી જાય છે. દ્રવ્યક્રિયાઓ પણ પરિણામે કેવા ઉત્તમ ભાવને જગાડે છે એનું આ સચોટ દૃષ્ટાંત છે.
એજ સૌ કોઇ આ દૃષ્ટાંત લેખને વાંચી અને આત્મામાં વિશેષ ભાવના પ્રગટ કરે અને આત્માના દર્પણથી પોતાને પોતે જ નિહાળે એવી ભાવના. શિવમસ્તુ સર્વ જગત: જગત માત્રના જીવોનું કલ્યાણ થાઓ અને મળેલ માનવ ભવની સાર્થકતામાં સૌ કોઇ લાગી જાય આત્માને પરમાત્મા સ્વરૂપ બનાવો એજ અંતરની અભ્યર્થના...
ભાવ ક્રિયા
શ્રી જૈનશાસન (અઠવાડીક)
જ્યારે આત્મા સુસંસ્કારો પડે છે, ત્યારે તે સિદ્ધિને મેળવી શકે છે. પ્રાયકિ યા કરતાં-કરતાં ભાવ ઉત્પન્ન થાય છે. ભાવ ઉત્પન્ન તેનેજ (થાય) થશે કે જે દ્રવ્યક્રિયામાં છે, પણ દ્રવ્યક્રિયા કરતા નથી તેને ભાવ ક્યાંથી વધવાના-ભાવ જાગશે તો દ્રવ્યક્રિયા કરનારનાજ જાગશે. જેમ કે દુકાને જશે તો ગ્રાહક જરૂર આજે કાલે આવશે જ. કેતાં દુકાન જો ઉઘાડી રાખવામાં આવે તો ગ્રાહક આવે છે. પણ જે દુકાન બંધ કરીને બેઠો છે, તેને ત્યાં ગ્રહક ક્યાંથી આવવાના ? ન જ આવે એ સ્વાભાવિક છે. ગ્રાહક દુકાન ખુલી હશે તો જ આવશે. તેવી જ રીતે દ્રવ્યક્રિયાઓ ચાલુ હશે તો જ ભાવ જાગશે. એ પણ સુનિશ્ચિત છે. દ્વવ્યક્રિયા કરતા ભાવ કેમ વધે, વીર્યોલ્લાસ કેમ જાગે-આત્મા તન્મય કેમ બને એ માટે ખાશ ઉદ્યમશીલ રહે ાની જરૂર છે.
હવે બ પ દેવલોક સીધાવી ગયા, પુત્ર પણ ધર્મવિહીન જી ન જીવી જીંદગી પૂરી કરી, ત્યાંથી મરી અને અસંખ્યાત યોન લાંબા સમુદ્રમાં મત્સ્ય માછલો થાય છે. આ મત્સ્ય અને નાના-નાના મત્સ્યોને રોજબરોજ હોઇયાં કરી આનંદ માને છે, આમ એના અનેક દિવસોને મહિનાઓ વીતી ગયા, તેટલામાં એક મત્સ્ય-જીનેશ્વર દેવની મૂર્તિ અ કારે તેના જોવામાં આવ્યું. મસ્ત્યો વિવિધ પ્રકારે હોય છે. શાસ્ત્રો કહે છે કે નળીયા અને વલયાકાર આમ બે આકૃતિ સિવાય અનેકવિધ આકૃતિવાળા મત્સ્યો હોઇ શકે છે. જીનેશ્વર દેવની મૂર્તિ જેવા આકારવાળા મત્સ્યને જોતાં જ આ મત્સ્ય (શેઠના પુત્રના જીવે) વિચાર વમળમાં પડ્યો. ઉહાપોહ કર્યો. અરે આવી આકૃતિ તો મારા જોવામાં આવી છે. આમ ઉહાપોહ કરતાં તે મત્સ્યને જાતિસ્મરણ જ્ઞાન (ત્પન્ન થાય છે, જેથી પોતાનો પૂર્વભવ જણાય છે. હું એક શેઠનો પુત્ર જૈન કુળમાં ઉત્પન્ન થયેલો, અને મારા પિતાએ મને ખુબ ખુબ સમજાવ્યો. ધર્મ માર્ગે દોરવા સતત પ્રયત્ન કર્યો, છતાં મોજશોખને એશ આરામમાં મસ્ત બની અક્કડને ફકકડ થઇ મેં મારા પિતાનું વચન ન માન્યું, દેવગુરૂ અને ધર્મને હમ્મેગ માન્યો. છેવટે મારા પિતાને મારા આવા ઉધ્ધતાઇ વર્તનને નિહાળતા ભારે દુ:ખ થયું. મારા માટે ઘરનો દરવાજો પડાવ્યો. દરવાજા સામે મૂર્તિની સ્થાપના કરી, જેથી અનાયાસે મને પ્રભુનાં દર્શન થાય. આ બધી પૂર્વની ઘટના પોતાની નજર સામને તરવરી
/
૧૧૯૫