Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન સાશન (અઠવાડિક) * વર્ષ-૧૫ * અંક : ૧૧ * તા. ૫-૩-૨૦૦૩ કર્યો તે આનંદની વાત છે.
પણ હવે નવું ડીંડક ચલાવ્યું કે અમારા જેવા 'ગુરુ ભકત' કોઈ નહિ માટે દર અમાસની ઉજવણી શરૂ કરી. તેય ઉજાણી રૂપે. બચાવની બારીઓના તો બધ કાયદાના ખાં (એટલે ભલે જે મહાપુરુષે સ્વયં પોતાની હયાનમાં આવી ઉજવણીનો સ્પષ્ટ નિષેધ કરેલો તેમના જ અનુયાયીઓ તેને પગ ઉપર કચડી રહ્યા છે તેથી હૃદયમાં શાસનભકતોને જે વેદના થાય તે અવાચ્ય છે) એટલે ઘેલારામ ભકતોને રાજી કરે કે આપણે તો સમભાવ રાખવાનો. કોઈ આપણા માર્ગમાં ફુલ વેરે અને કોઈ કાંટા વેરે ! (ખરેખર તો આ પુણ્યપુરુષને પામેલા 'સમભાવ'નો પરમાર્થ સમજતા નથી અને આ મહામાનવના નામનો 'વટાવ' કરી પોતાની ખીચડી પચાવે છે)
મનોવેદના-એકખુલ્લો પત્ર
'ચાર' માટે ભલે પોતે જ 'નિયમ' ઘડે પણ તોડવાની પહેલ પણ પોતે કરે. હાજર જવાબી એવા કે 'ચાલુ ગાડીએ જ ગાર્ડ ચઢે'નું ડીમડીમ વગાડે એટલે પેલા ચમચાઓમાં પોરસ ચઢે કે આપણા 'બાપુ' પણ કમ નથી હોં! શાસ્ત્રોના ખા છે ખાં ! ભલભલાને ભૂ પાઈ દે અને ક્ષણમાં ચૂપ કરી દે. ભલે જવાબ ન આવડતો હોય તોય બાંયો ચઢાવીને એવા ગજે કે 'આવા મગતરાને જવાબ કાંઈ આપવાનો હોય ! ભાને તે બધે પત્રો લખે. તેને લેખામાં લે તે બીજા આપણે બંઘ નહિ.' આમ તો પોતેજ ચૂપ બની ગયા હોય પણ બડાશ એવી હાંકે કે 'કેવા ચૂપ કરી દીધા'! આ ભાયડો કમ ન સમજતા, હજી આંખ લાલ નથી કરી માટે ફાટયા છે. એક હાકોટો પડીશ તો છઠ્ઠીનું ધાવણ કાઢી નાખીશ.
આજે ગાડરીયો પ્રવાહ તો એવો ચાલ્યો છે કે એક બકી બેં બેં કરે અને બીજી બધી પણ પૂંઠે ચાલનારી બેં બેં કરે. એકે કાંઈ નવું કર્યું તો તેની સત્યતા કે અસત્યતાનો વિચાર કર્યા વિના જીહજૂરીયા બધાજ તેને અપનાવી છે. જેમ કે, જૈન શાસનમાં મહાપુરુષોની અવિધમાનતામાં તેમની એક માત્ર સ્વર્ગતિથિ જ ઉજવવાની માર્ગસ્થ સુવિહિત મહાપુરુષોની પરંપરા છે. છતાંય કોના ભેજાગેપની પેદાશ કે તેનું મૂળ હવે તો સી.બી.આઈ. પણ ન શોધી શકે કે અંતિમ સંસ્કાર દિનને લખવાનો પ્રારંભ કર્યો અને બધા, બધા વિષયના 'તજજ્ઞ' એટલે કહેવું ન પડે. કોઈ તેમની દૃષ્ટિએ 'દોઢ ડાહ્યો' 'માથા ફરેલ' 'ઉદ્દામવાદી' કહે કે, ભાઈ ! આ તો લખાય જ નહિ. કદાચ લખવી તો સાચી તો લખો. જે મહા રુપે તિથિનો સત્ય માર્ગ જાળવ્યો, સત્ય માર્ગની રક્ષા કરી, સત્ય માર્ગની લવાદી ચર્ચામાં ફતેહ મેળવી, સત્ય માર્ગની જીવન ભર સાચી આરાધના કરી – કરાવી. તે જ મહાપુરુષની 'કદાગ્રહ'ના કારણે લખવાની શરૂ કરેલી, તિથિ ખોટી લખવી તેમાં તે પુરુષ પ્રત્યે કઈ 'કૃતજ્ઞતા' અને 'વફાદારી' છે તે સમજાતું નથી ! પૂનમ – અમાસ પછી એકમનો ક્ષય આવે તો પૂનમ – એકમ કે અમાસ–એકમ જ લખવું જોઈએ.
શાસનનું સત માટે વળી ઘણા સમયે તેમાં સુધારો
ગુરુમૂર્તિ માટે જે મહાપુરુષ કહેતા કે આવાં પૂતલાં કે બાવલાં મને પસંદ નથી છતાંય ગુરુભકત અમે માનીએ તો 'રામભકત' શેના કહેવાઈએ !
જે જગ્યાએ અગ્નિસંસ્કાર થયો તે ભૂમિ ઉપર કદાચ ગુરુસ્મૃતિ નિમિતે 'શૂભ' ગુરુમંદિરમાં બનાવાય તે અલગ વાત છે તેય શ્રાવકનું કર્તવ્ય છે. સાધુનું નહિ. 'તપોવન' સંતને આંખ સામે રાખે તો ય સારું! પણ જિનમંદિર તો બાર–બાર વર્ષ સુધી ન જ બનાવાય જેમો જે પુણ્યપુરુષે પોતાની હયાતિમાં જોરશોરથી વિરોધ કરેલો તે તરફ આંખ આડા કાન કરવા તે તો અમારો અફર મુદ્રાલેખ છે, નહિ તો અમારું 'ગુજ્જુ' વેપારી બિરુદને બટ્ટો લાગે.
જે પૂજ્યના નિમિત્તે જે અગ્નિ સંસ્કારની ઉપજ થઈ તે, તે પૂજય ની સ્મૃતિ આદિ વિના બીજે ન જ વપરાય આવું સ્પષ્ટ માર્ગદર્શન જે ગુરુદેવ આપેલ તેને જો ધોળી ન પીએ તો અમે 'વફાદાર' 'સેવક' શાના? કોઈ અમારી 'ભૂલ' કાઢવાની 'ભૂલ' કરે તેની 'ધૂળ' અમે ન કાઢીએ તો 'સિંહના સંતાન' શેના ? ભલેને અમે તે બાબતમાં પહેલા જોરદાર નિવેદનો કર્યા હોય ! ત્યારે અમે 'વિરોધ પક્ષ'માં હતા. હવે અમે 'સત્તાપક્ષ'માં છીએ તો વિરોધીઓને સાંભળીએ કે
* ૧૧૮;