Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
##################################### &
અણનમ અણગારના એ બન્યા શણગાર . શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫૦ અંક : ૮) તા. ૨૬-૧૧-૨૦૦૨ દશ દશ દૃષ્ટાન્ત દુર્લભ એવો આ મનુષ્યભવ એક માત્ર ધર્મને જ-આત્માના કલ્યાણને-કરવા માટે છે. ખાવું-પીવું પહેરવું ઓઢવું મોજમજા કરવા તે આ ભવનું ભૂષણ નથી પણ દૂષણ છે. જૈન કુળોમાં ત્યાગ અને વૈરાગ્યની, તપ-જપની વાતો તો સહજ હોય ! શાસ્ત્રકારોએ સાધુપણાને ધર્મ કહ્યો. સાધુપણાની શક્તિ મેળવવા કરાતા ધર્મને પણ ધર્મના કારણરૂપે
ધર્મ કહ્યો. પુણ્યના યોગે ગર્ભશ્રીમંત કુળમાં ઉત્પન્ન થયેલા, અપૂર્વ જાહોજલાલી વચ્ચે ઉછરેલા અને સફળ-ાહોશ વ્યાપારીની ખ્યાતિને વરેલા એવા પુણ્યાત્મા પણ જ્યારે સંયમ માર્ગે પ્રયાણ કરે છે, ત્યારે ઘડીભર તો સંસારમાર્ગ પણ થંભી જતો લાગે છે. ખરેખર જે પુણ્યાત્મા ધર્મ પામે એટલે તેની બોલ-ચાલ, રીત-ભાત બધું બદલાઈ જાય. તેની દરેકે દરેક પ્રવૃત્તિમાંક્રિયામાં ધર્મની જ છાંટ દેખાય. જ્યારે આપણી ધર્મક્રિયામાં પણ સંસાર જ દેખાય તેવું લાગે છે.
જે પુણ્યાત્માની સામાન્ય ઓળખ આપવી છે તે રાજનગરના શાહ સોદાગરોમાંના એક હતા શ્રી જેશીંગભાઇ ! દેશદેશાવરોનો વ્યાપાર પણ જેમની ધર્મપ્રવૃત્તિમાં બાધક ન બન્યો. શ્રાવકપણાની કરણી તે જ તેમનો પ્રાણ હતી ! સાધુતાના શણગાર સજવા તે હૈયાનો મુદ્રાલેખ હતો ! એવી પ્રભુભક્તિ, ગુરૂભક્તિ અને ધર્મની આરાધના કરતા જે સાંભળતા પણ હૈયું અહોભાવથી આપોઆપ નમી જાય. પોતાની પેઢીના દરેકે દરેક ગુમાસ્તા આદિ બધાને ધર્મ કરવાની પૂરી અનુકૂળતા. આજે તો સરકારના કાયદાના કારણે અઠવાડિયે એક રજા રાખવી પડે છે. સાંભળવા પ્રમાણે તેમની પેઢી પાંચ તિથિ બંધ રહેતી ! પોતાના ધર્મ ઉપર એવો અપૂર્વ વિશ્વાસ અને ભગવદ્ વચનો પર પૂર્ણ શ્રદ્ધા કે-‘પેઢીનો તાર કે ટપાલ ક્યારે પણ ઘેર આવી
આપવાના
નહિ.
પોતાની બધી
પેઢા પર જાય અને અણનમ આણગારના એ બન્યા શણગાર સ ના
પાછા આવી જાય.' તે ટેલીગ્રામ' એટલે અનેક
સૌ. જયાબેન કલ્યાણભાઈ શાહ-અમદાવાદ
કારણ. ભૂલેચૂકે પેઢીનો નોકર તે લઇને ઘેર જાય તો કહી દે કે-‘તારે નોકરી કરવી છે કે ઘેર બેઠવું છે ? રાજની હાલતની વાત ન પૂછો ? હવે તો ઉપાશ્રયમાં પણ મોબાઇલ્સ આવી ગયા...પાપનો ભય પણ નાશ પામ્યો...
એક વાગ્યા લગભગ
સમયસર
જમાનામાં ‘અરજન્ટ
પ્રકારના કુતુહલનું
જે ઝંઝાવતનો કાળ હતો, શાસનના સત્યો ઉપર વજ્ર સમાન કુઠારાઘાત શાસનમાં પેસી ગયેલાઓ શાસનના ગણાતા કરતા હતા, દીક્ષા તો દુર્લભ જ હતી તેવા કાળમાં ચાલીશ (૪૦) વર્ષની વયે સકલાગમ રહસ્યવેદી, પરમગીતાર્થ સ્વ. ૫. પૂ. આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાજાના વરદહસ્તે મુમુક્ષુરત્ન શ્રી જેશીંગભાઈએ ચાલીસહજારની મેદનીની હાજરીમાં ભાગવતી દીક્ષાને અંગીકાર કરી. અને તે સમયના વર્તમાનપત્રોનો લગભગ એક જ સૂર સાંભળ્યો જાણ્યો કે-‘રાજનગરના શાલીભદ્ર ગણાતા પુણ્યાત્મા પારમેશ્વરી પ્રવ્રજ્યાના પુનીત પંથે ! અને પૂ. મુ. શ્રી જશવિજયજી મહારાજના • મે; સુધારકોની એક પણ કારવાઈને સફળ ન કરવા દેનાર,- મેલી મુરાદોને બર ન આવવા દેનાર, શ્રી જિનશાસનના સુસફળ સેનાની વીશમી મદીના અજોડ શાસન પ્રભાવક, ન્યાયાંભોનિધિ પૂ. શ્રી આત્મારામજી મ. ના આદર્શોને આંખ સામે રાખનાર, સદ્ધર્મરક્ષક સ્વ. ૫. પૂ. આ. શ્રી વિ. કમલસૂરીશ્વરજી મહારાજાના અનુશાસનના અમીપાનને કરનારા, વચનસિદ્ધ મહામહોપાધ્યાય પૂ. શ્રી વીરવિજયજી મહારાજાના અંતરના આશિષથી જગવિખ્યાતિને વરેલા, પરમગીતાર્થ સ્વ. પૂ. આ. શ્રી વિજ દાનસૂરીશ્વરજી મહારાજાની છત્રછાયામાં નિર્ભીક-નીડર બની શાસનના કોહીનુર હીરા બનેલા, સિદ્ધાન્ત મહોદધિ સ્વ. ૫. પૂ. આ. શ્રી વજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા પાસેથી સંયમ અને સિદ્ધાંન્તનિષ્ઠાની ચુસ્ત કેળવણી પામેલા અને પૂ. શ્રી બાપજી મહારાજા, . આ. શ્રી મેઘ સૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજા પ્રતાપી પુરૂષોની પૂર્ણ કૃપાને વરેલા અને તે ાળે લોકોના હૈયામાં મુનિશ્રી રામવિજયજીના લોક લાડિલા નામે ઘર કરી ગયેલા પ. પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી યહારાજાના (ત્યારના પૂ. મુનિશ્રી) શિષ્ય બન્યા.
અને નવકાર મહામંત્રના આરાધક બની, સમતા સમાધિ સાગરના સ્વામી બની સમાધિ મૃત્યુને વરી યા. શાસનના પ્રતાપી પુરૂષોની હરોળમાં અગ્રેસર બની ગયેલા પૂજ્યોના ચરણ કમલમાં કોટાનુકોટિ વંના સહ તેમના જેવો આરાધકભાવ આપણે સૌ પામીએ તે જ હાર્દિક શુભેચ્છા.
૧૦૧૬
*********################