Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (અઠવાડીક)
શું : રુદ્રવ્ય દેવ ગ્રૂવ્ય નથી ?
૪ દ્રવ્ય દેવદ્રવ્ય જ ગણાતું હતું. ભાવજિન અને ૪ સ્થાપનાજિનની પૂજાપૂજનના વિધિ–વિધાનમાં થોડો
ફેરકાર હોવા છતાં પણ તેમ ભાવગુરુ અને સ્થાપના ગુરુની પૂજા આદિના વિધાનમાં થોડો ફેરફાર મહાવ્રતોમાં બાલકતા હોવાના કારણે હોવા છતાં તેની પૂજા—પૂજનમાં આવેલ દ્રવ્યનો ભેદ પાડવો તે બરોબર નથી. બધી જ બાળતમાં ભેદ પાડવામાં આવે તો 'ગુરુમૂર્તિ ગુરુસારીખી' કઈ રીતે કહેવાય ? માટે ભાવગુરુની અંગ–અગ્રપૂજાદિનું દ્રવ્ય પૂજાઈ ગુરુદ્રવ્ય કહેવાય તેવી રીતે દ્રવ્ય સપ્તતિકા—ગ્રન્થના આધારે એ ગુરુદ્રવ્ય તેના કરતાં ગૌ વાર્હ (જિનમંદિરજીર્ણોદ્ધારાદિ)માં લેવાતું હોવાથી દેવદ્રવ્ય તરીકે ગણાય તેમ સ્થાપનાગુરુની પૂજા–પ્રતિષ્ઠાદિનું દ્રવ્ય પણ ભાવગુરુની પૂજાદિના દ્રવ્યની માફક દેવદ્રવ્ય તરીકે ગણવું જોઈએ અને એ પણ જિનમંદિરના જીર્ણોદ્ધારાદિમાં લેવું જોઈએ પણ સ્મારકદિના નિર્માણદિમાં નહિ લેવું.
स्वार्णादिकं तु गुरंद्रव्यं जीर्णोद्दधार व्यचैत्यकरणादी व्यापर्यम् ।
સુવર્ણાદિ ગુરુદ્રવ્ય જિનમંદિરના જીર્ણોદ્ધાર અને નવા જિનમંદિરના નિર્માણાદિમાં વાપરવું જોઈએ.
અહીં 'જુડુăથ્ય'' એ પદમાં ગુરુ શબ્દોનો સમાન્યથી નિર્દેશ કર્યો છે, એથી એકલા જીવતા ગુરુ લેવાના નથી. એકલા જીવતા ગુરુ લેવાના હોત તો ભાતગુરુ' શબ્દનો પ્રયોગ કરત. એવો નિર્દેશ નથી કર્યો એથી એ નિશ્ચિત થાય છે કે ગુરુ શબ્દથી નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ ઃ એ ચારે પ્રકારના ગુરુ લેવાના છે. ગ્રન્થકાર ઝૂકય રેય અધૂરી પ્રરૂપણા ન કરે.
ભાવની સાથે સંલગ્ન દ્રવ્યગુરુનો વ્યવહારથી ભાગગુરુમાં સામવેશ ગ્રન્થકારે કર્યો છે.
વર્ષ ૧૫ * અંક : ૧૫ * તા. ૧૮-૨-૨૦૦૩ જેનો ભાવનિક્ષેપો પૂજનીય તેના નામ–સ્થાપના પણ પૂજનીય હોય છે. એ નિયમના અનુપ્તારે એની પૂજામાં આવેલ ગુરુદ્રવ્ય પણ પૂજાહ હોવાથી ૪ જિનમંદિરના નવનિર્માણ-જીર્ણોદ્ધારાદિમાં જ લેવું જોઈએ, બીજામાં ન લેવાય.
દીક્ષાર્થી મુમુક્ષુ શ્રાવક—ગૃહસ્થ હોવાના કારણે તથા કાળધર્મ પામ્યા બાદનું ગુરુનું મૃતક સર્વવિરતિની પ્રતિજ્ઞાવાળો ચાલ્યો જવાના કારણે કોઈ પણ, શાસ્ત્રમાં ભાવગુરુ તરીકે વંદનીય–પૂજનીય તરીકે કયા નથી. માત્ર એટલું છે કે દીક્ષાર્થી મુમુક્ષુ દીક્ષા લેવા તૈયાર થયો હોવાથી તથા ભાવગુરુને સંયમની સાધનામાં તેનું શરીર (મૃતક) નિમિત્તકારણ બન્યું હોવાના કારણે જ્ન્માનનીય છે, બહુમાન કરવા યોગ્ય છે અને મુમુક્ષુના સન્માન–બહુમાનમાં આવેલ દ્રવ્ય પોતાના ઉપયોગમાં, વિદાયતિલકનું દ્રવ્ય સાધારણમાં અને ઉપકરણ અર્પણ કરવાની બોલીનું દ્રવ્ય વૈયાવચ્ચમાં લેવાય છે. જો દીક્ષાર્થી મુમુક્ષુ પૂજનીય હોય તો આ બધુ પૂજાર્હ દ્રવ્ય બનત અને એને દેવદ્રવ્ય તરીકે ગણવું પડત, પરન્તુ એવું બન્યું નથી. તેવી જ રીતે મૃતક પણ વંદનીય–પૂજનીય તરીકે કોઈ શાસ્ત્રમાં જણાવેલ નથી. માટે એના બહુમાન સન્માનમાં આવેલ દ્રવ્ય પૂજાઈ દ્રવ્ય ન ગણાતું હોવાના કારણે અગ્નિસંસ્કારાદિનું દ્રવ્ય ગુસ્મારક, જિનભતિમહોત્સવ અને વધે તો દેવદ્રવ્યમાં લેવાય છે. બધા જ ગુરુના દ્રવ્યનિક્ષેપા ગુરુ તરી કે પૂજનીય જ હોય છે એવું નથી.
દ્રવ્યલિંગીનું દ્રવ્ય અશુદ્ધ હોવાથી જીવદયામાં લેવાનું જણાવ્યું છે.
જિનમૂર્તિ અને જિનમંદિરને લગતી બોલીનું દ્રવ્ય જિનમંદિર અને જિનમૂર્તિના નિર્માણાદિમાં લેવાય છે તેમ ગુરુમૂર્તિ આદિ તથા ગુરુમંદિર–સ્મારકનું દ્રવ્ય પણ ગુરુના સ્માકનિર્માણ આદિમાં લેવામાં શું વાંધો ? આવો જે તર્ક આપવામાં આવે છે તે તર્ક પણ સુસંગત નથી. જિનમૂર્તિ–જિનમંદિરની પ્રતિષ્ઠા વગેરેની બં.લીનું દ્રવ્ય
ભાવગુરુ પૂજનીય છે માટે એની પૂજામાં આવેલ ગુસ્તવ્ય પૂજાર્હ દ્રવ્ય હોવાથી જિનમંદિરના જીર્ણોદ્ધાર તથા નૂતન જિનમંદિરના નિર્માણદિમાં વા૫૨વાનું જણાવ્યું.
: ૧૧૧૪