Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
€303030 શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ ૧૫ * અંક : ૧૫ * તા. ૧૮-૨-૨૦૦૩ વધેલાને દેવદ્રવ્યમાં લેવાનું ઠરાવ્યું. એમાં પણ કોઈ શાસ્ત્રીય બાધ નથી.
શું પરુ દ્રવ્ય દેવ દ્રવ્ય નથી ?
વંદનીયપૂજનીય નથી. શાસ્ત્રમાં તેને ખમાસમણું આપવું, અબ્યુટ્ઠિઓ ખામવો, હૃદશાવર્ત વંદન કરવું.... એવું વિધાન નથી તેમ જ જે વંદનીય નથી તે પૂજનીય પણ ન જ હોય. માટે તેની અંગપૂજા–અગ્રપૂજાનું વિધાન નથી. પૂર્વના ભૂતકાળમાં સાધુના ભૃતકને જેમ અમ્નસંસ્કાર કરાતો હતો તેવી રીતે સાધુઓ સાધુના મૃતકને જંગલમાં વોસિરાવી (પરઠવી) આવતા હતા. કોઈ વિશિષ્ટ આચાર્ય આદિ સિવાય પાલખીઓ પણ નીકળતી ન હતી. થોડાં વર્ષો પહેલાં સામાન્ય સાધુઓ વગેરેની પણ પાલખીઓ નીકળવા લાગી. પછી અગ્નિસંસ્કાર વગેરેની બોલીઓ પણ બોલાવા લાગી. એમાં આવેલા દ્રવ્યની વ્યવસ્થા પણ થવા લાગી. પૂ. ૪ આચાર્યભગવન્તોએ યોગ્ય રીતે વ્યવસ્થા કરી અને તે પ્રમાણે ચાલી રહ્યું છે.
સાધુપણાની સાધનામાં નિમિત્તરૂપે ઉપયોગમાં આવેલ હોવાના કારણે સાધુનું મૃતક-શરીર બહુમાનનીય–સન્માનનીય છે. એના બહુમાનમાં સ્નાન, વિલેપન, અગ્નિસંસ્કાર, ચઢાવા... વગેરે કરાય છે, તેમાં કોલ બાધ નથી. પરન્તુ સાધુના મૃતકને ગુરુ કઈ રીતે માય ? કેમ કે એમાં દ્રવ્યથી કે ભાવથી વિરતિ નથી. વિતિવાળો તો દેવાદિ અન્ય ગતિમાં જતો રહ્યો છે. તેમ જ એનું રજોહરણ લઈ લેવાતું હોવાથી લિંગભંગ × પણ થયો હોય છે.
માટે ભાવગુરુના મૃતકના બહુમાનમાં આવેલ ૪ નસંસ્કારની બોલી આદિનું દ્રવ્ય પૂજાના સમ્બન્ધથી આવેલ પૂજાઈ દ્રવ્ય નથી. માટે જ તે દ્રવ્ય સાધર્મિકભકિત-પ્રભાવના વિના જિનભક્તિના મહોત્સવમાં તથા સ્મારકમાં લેવાય છે અને વધ્યું હોય તો દેવદ્રવ્યમાં પણ લેવાય છે. એમાં કોઈ બાધ નથી અને એવી જ વડીલ પૂ.આ. ભ. શ્રી પ્રેમ સુ.મ.સા., ૪ પૂ.આ.ભ.શ્રી લબ્ધિ સૂ.મ.સા. તથા પૂ.આ.ભ. શ્રી રામચન્દ્ર સૂ.મ.સા.એ ગુરુના મૃતકના ચઢાવાના દ્રવ્યને સ્મારક-જિનભક્તિમહોત્સવ અને
૧૧૧૨
દ્રવ્યલિંગી (વેષવિડમ્બક) પણ નિક્ષેપાની અપેક્ષાએ દ્રવ્યગુરુ છે છતાં તે કુગુરુ જ છે. કેમ કે તે સાધુ પણાની ક્રિયાઓના પાલનમાં તદ્દન શિથિલ છે. પોતાના પૂજાદિમાં આવેલ પૈસા વગેરે પોતાની માલિકી કરી પોતાની પાસે રાખે છે અને પોતાની જાત અને જમાત માટે તેનો ઉપયોગ કરે છે. એ દ્રવ્યલિંગી કુગુરુ છે. એથી એની પૂજાદિમાં આવેલ દ્રવ્યને ગ્રન્થકારે પૂજ .હું ગુરુદ્રવ્ય ગણ્યું નથી. અને તો અશુદ્ધ દ્રવ્ય ગણીને જીવદયામાં લેવાનું જણાવ્યું પણ દેવદ્રવ્યમાં લેવાનું ના જણાવ્યું. જિનભતિમાં પણ લેવાનો નિષેધ કર્યો છે.
દ્રવ્યલિંગી (વેષવિડમ્બક) પાસસ્થાદિ કુગુરુ છે. એના પૂજનાદિમાં આવેલ દ્રવ્ય ગુરુદ્રવ્ય નથી અને પૂજાહ દ્રવ્ય પણ નથી. કેમ કે તે ગુરુ તરીકે પૂજનીય નથી. જે ગુરુ પૂજનીય હોય તેની પૂજામાં આવેલ દ્રવ્ય પૂજાé ગુરુદ્રવ્ય કહેવાય અને એ પૂજાઈ ગુરુદ્રવ્ય દેવદ્રવ્ય ગણાય, બીજું નહી : માટે જ દ્રવ્યલિંગી કુગુરુ)ની પૂજાદિમાં આવેલ દ્રવ્ય ગુરુદ્રવ્ય નથી અને પૂજાર્હ દ્રવ્ય નથી. એના કારણે જ એના દ્રવ્યને અશુદ્ધ ગણીને દ્રવ્યસપ્તતિકાકારે જીવદયામાં લેવાનું જણાવ્યું.
ભાવ વિના જીવરૂપ દ્રવ્યગુરુ પૂજનીય નથી ત્યારે ભાવગુરુને આશ્રયીને નામ અને સ્થાપન, પ્રવર્તતા હોવાના કારણે ભાવગુરુની માફક નામ અને સ્થાપના પૂજનીય છે. એથી જ ભાવગુરુની પૂજાદિમાં આવેલ દ્રવ્ય પૂજાર્હ ગણાય છે અને દેવદ્રવ્યમાં લેવાય છે તેમ નામ સ્થાપનાની પૂજાદિમાં આવેલ દ્રવ્ય પણ પૂજાર્હ ગણાય અને દેવદ્રવ્યમાં જ લેવાવું જોઈએ અર્થાત્ ભાવગરુની પૂજાના સમ્બન્ધથી આવેલ દ્રવ્ય પૂજાહ ગુરુદ્રવ્ય દ્રવ્યસપ્તતિકાકારે કહ્યું અને ગૌરવાર્ડ સ્થાન જિનમંદિર-જીર્ણોદ્ધારાદિમાં (દેવદ્રવ્યમ) લેવાનું જણાવ્યું તેમ ભાવગરુની સાથે સમ્બન્ધ ધરાવતા નામ-સ્થાપનાની પૂજાના સમ્બન્ધથી આવેલ દ્રવ્ય