Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શુભેચ્છકો.
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૯ વર્ષ: ૧૫૦
૦ તા. ૨૬-૧૧-૨૦૦
હાલાર દેશો દ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજાની પરમ કૃપાથી અને પરમ , ઉપકારી પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્ર સૂરીશ્વરજી મ.ની શુભ પ્રેરણાથી
જૈન શાસનનો જયકાર કરાવતા જૈન શાસન અઠવાડિકને હાર્દિક શુભેચ્છા
..
.
તો
તમારામાં કોઈ માલ હોય નહિ અને દેવ-દેવી
તમારાં બોલાવ્યાં આવે, એમ માનો છો? દુનિયામાં ઉત્તમ ગણાતી કેટલીક વસ્તુઓ જ્યાં હોય છે, ત્યાં અધિષ્ઠાતા હોય છે, એવી માન્યતા આર્ય દેશમાં પ્રચલિત હતી અને અ યારે પણ એ માન્યતા ધરાવનારા માણસો છે. એ માન્યતા સાવ ખોટી પણ નથી. એટલે અધિષ્ઠાતાને બોલાવે અને એ આવે, એ બસંભવિત નથી. પણ અવસરે આપણાં બોલાવ્યાં દેવ-દેવી આવે, એ માટે આપણી પાસે મૂલ્ય જોઈએને? મૂલ્ય હોય નહિ અને દેવ-દેવીને બોલાવવા માગીએ, તો મહેનત માથે જ પડે ને ? આજે દેવ-દેવીઓને બોલાવવા કેટલાક બહુ ભટકે છે. આ દુનિયામાં જેટલા શ્રી વીતરાગ પરમાત્માના પૂજારી નથી, તેટલા દેવ-દેવીઓના પૂજારી છે. પણ દેવ-દેવીઓ શું એમ જ ચાવી જાય ? શું જોઈને એ આવે, એટલો વિચાર તો કરવો જોઈએ ને ?
દેવ- વીને બોલાવવાની વાતો કરનારા, પોતાના મનમાં એમ માને છે કે, દેવ-દેવી વેવલા છે ? તમારામાં કાંઈ માલ હોય નહિ ને વ-દેવી તમારાં બોલાવ્યાં આવે, એમ માનો છો ? કેમ એ વિચાર કરતા જ નથી કે, દેવ-દેવી આવે તે શા ઉપર આવે ? આ કલાવતી પાસે તો મૂડી હતી. એણે દેવીને કહ્યું કે, “આ બાળકને બચાવવાનો ઉપાય કર!જગતમાં શીલ જયવનું ગણાય છે અને ખાતરી હોય કે, મેં મારા શીલને લેશ માત્રકલંકિત કર્યું નથી, તો તું આ બાળકના પાલનનો ઉપાય આચર!' દેવીએ આથી બાળકના પાલનનો ઉપાય આચર્યો.કેવી રીતે આચર્યો ? કલાવતીને પહેલાંની જેમ બાહુવાળી બનાવી દઈને! કલાવતી પાસે શીલનું બળ હતું. તમારી પાસે એવું ક્યું બળ છે કે, જે બળ ઉપર મુસ્તાક રહીને તમે દેવ-દેવીને બોલાવવાની આશા રસેવો છે? દેવીએ આવીને કલાવતીએ જે માંગ્યું હતું, તે આપ્યું. કલાવતીની માગણીય એવી હતી કે, દેવીને એની માગણીવાજ બીજ લાગે.
તમારી પાસે દેવ-દેવી આવતાં નથી, પણ કદાચ એ આવી જાય, તો તમે શું શું માંગો ? અને એક વાર માંગીને પણ તમે એનો પીછો છોડો ખરા?પછી તો તમારે વાત-વાતમાં દેવ-દેવીનો જ ખપ પડ્યા કરે ને? અહીં દેવીએ કલાવતીના બાહુ હતા તેવા કરી દીધા, પછી એની પાસે કોઈ માગણી કરી નથી, નહિતર એની પાસે દેવી દ્વારા કામ કરાવવા જેવું તો ઘણું હતું ને ? જંગલમાં થી મહેલમાં પાછા જવું નહોતું? પતિને એની ભૂલનું ભાન કરાવવું નહોતું ? અને પોતાના શીલનો આવો પ્રત્યક્ષ મહિમા જોયા પછીથી તો એ મહિમા રાજાને બતાવવાનું, સપત્નીઓને બતાવવાનું અને લોકોને બતાવવાનું મન થાય નહિ ? એ માટે પણ કલાવતી દેવીની સહાય માંગે નહિ? પણ કલાવતીએ એવું કાંઈ જ કર્યું નથી.
.
4
Adછે.
4.
(
C)
4,
5.
d
SHANTABEN RATILAL SHAH (GUDHKA)
16, WINCHFIELD CLOSE, KENTON HARROW, MIDDLESEX HA3, ODT, U.K.
d..
દક *
-
A+
3
''
-
ક