Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
++++++++++++++++
Moo Moor
Mo
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ : ૧૫૦ અંક : ૮૭ તા. ૨૬-૧૧-૨૦૦૨
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
- સૌ. ઉજ્જ્વલા એમ. શાહ - આકોલા
શ્રીજૈનશાસનમાં સમ્યક્ત્વ એ બધા ગુણોનું મૂળ કહેવાયું અને શ્રી જિનપૂજા એ સમ્યક્ત્વની કરણીનું કારણ કહેવાયું. એકવીશમા શ્રી નમિનાથ સ્વામિ ભગવાનના સ્તવનમાં મહામહોપાધ્યાય પૂ. શ્રી વિનય વિજયજી મહારાજે પણ ગાયું કે
“સમકિત શિવપુરીમાં પહોંચાડે, સમકિત ધર્મ આધારરે;
શ્રી જિનવરની પૂજા કરીએ, એ સમકિતનો સારરે. જ્ઞાનિઓએ ભક્તિને મુક્તિની દૂતી કહી છે. આપણે માટે આ કાળમાં ભાવપૂર્વક કરાતી ભક્તિ એ જ તરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. બાકી આપણી કથની અને કરણી સારી રીતના જાણીએ છીએ.
""
આત્મામાં પ્રતાપ પેદા થયા વિના ધર્મની આરાધના અશક્ય પ્રાય: છે ‘ધર્મ જ મારો પ્રાણ લાગે’ તો જ ધર્મ સારો થાય. પછી ગમે તેવા સંયોગોમાં પણ પોતાની નિત્ય ધર્મકરણી ન જ મૂકે . આપણી જેમ વ્રતનિયમમાં ‘આજે માંદે છૂટ’ તેવું ન હોય.
આ અંગે અનેકવાર ઉપદેશમાં સાંભળેલી અને કયારેય વાંચેલી શ્રી પેથડથા મંત્રીની જિનભક્તિની સામાન્ય વાત કરવી છે. તે વાત સાંભળવા મન ત્યારે તો એવું ઉલ્લસિત થઈ જાય કે હું પણ આવી મક્કમ બની જાઉં-પણ પાછા ઘરે તો રામ તેના તે ! શ્રાવકને માટે ત્રિકાલપૂજા તે વિધાન છે. પ્રાત:કાળની પૂજા રાત્રિ સંબંધી પાપોનો નાશ કરનારી છે, મધ્યાહ્ન કાળની પૂજા તે તે ભવના પાપોનો નાશ કરે છે અને સાયંકાલની પૂજા સાત ભવોના પાપોનો નાશ કરે છે. આ જાણવા છતાં પણ હજી ઉલ્લાસ કેમ જાગતો નથી. તો મને તો મારા ભાઈમ. સમજાવેલ કે - આજે આપણા બધાની ધર્મક્રિયામાં ઝટપટ પતાવી નાંખવાની જે ઘેલછા જન્મી છે અને પાછો મારા જેવો ધર્માત્મા કોઈ નથી-તે વૃત્તિ તેનું કારણ છે. મને તો તે વાત બરાબર સમજાઈ ગઈછે.
તે પેથડથા આટલા મોટા રાજ્યના મહામંત્રી
હોવા છતાં રોજ ત્રિકાલ પૂજા કરતાં. અને પોતાના
ગૃહમંદિરમાં મધ્યાહ્ન કાળની પૂજા ઠાઠ-માઠ, હૈયાના અહોભાવથી કરતાં. રોજ સુંદર પુષ્પોની મનોહર અંગરચના કરતા. તેમને પોતાની પ્રાણપ્યારી પત્ની અને ઘરના બધા જ સભ્યોને ભારપૂર્વક જણાવેલ કે- ‘હું પૂજા કરતો હોઉં અને ખુદ રાજાનું પણ તે આવે તો પણ મને જાણ કરવાની નહિ.’ ક્યારે આ બને ? બોલો ‘ધર્મ છે તો બધું છે, ધર્મ નથી તો કશુન જ નથી’ આ
ભાવનાના રંગે રંગાયા હોઈએ તો.
એકવાર રાજાને અતિમહત્ત્વનું કામ આવી પડ્યું અને મંત્રીશ્વરની હાજરી અનિવાર્ય જણાઈ તો સેવકને મંત્રીને બોલાવવા તેમને ઘેર મોકલ્યા. પણ તેમના પત્નીએ વિનમ્રભાવે કહ્યું કે-‘મંત્રીશ્નર ! પૂજામાં છે હમણાં નહિ આવે ? આપણે ભગવાનની પૂજા કરવા જઇએ અને કાંઇક કામ યાદ આવે તો અડધેથી પાછા આવીએ તો આપણી ભક્તિમાં પ્રાણ ત્યાંથી પૂરાય ? ત્રણ ત્રણ વાર રાજાનો સેવક બોલાવવા આવ્યો તો એક જવાબમલ્યો. કૈક ગુસ્સા અને કૈક આશ્ચર્યના ભાવથી મિશ્રીત ખુદ રાજા તેમના ઘરે પધાર્યા તેમની ઉચિત આગતા-સ્વાગતા કરી તેમને પણ તે જ જવાબ મલ્યો. ત્યારે રાજાને થયું કે તેમની પૂજા મારે જોવી. ખુદ રાજાએ તેમના ગૃહમંદિરમાં જઈ જે ભાવોલ્લાસ, એકાગ્રતા, ‘તું હું અને હું તું’ તે જ ભાવથી ભગવાનની ભક્તિ કરતાં મંત્રીશ્વરને જોયા તો રાજાનો અહોભા-આદરભાવ અનેકગણો વધી ગયો.
આવી જો તન્મયતા આપણામાં ખાવી જાય તો આપણા આત્માની મુક્તિ આ રહી. હું પણ ભગવાનને રોજ તે જ પ્રાર્થના કરું છું કે-‘“ભગવાન ! હું વધારે સમજતીનથી આપની ભક્તિથી હું પણ આપના જેવી બની જાઉં. અને આપની ભક્તિ કરતાં મારા પ્રાણ છૂટે..
""
જો આવો ભાવ સાચા હૃદયથી આપણામાં પેદા થાય તો જૈન શાસનના પ્રતાપી પુરૂષ બવાનું આપણું પણ સૌભાગ્ય થઈજાય.
જયજિનેન્દ્ર
૧૦૦૮