Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
* શ્રી હીર વિજયસૂરિ..
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક - વર્ષ: ૧૫૦ અંક: ૮ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨
પાંજરામાં પૂરેલા સર્વ પક્ષીઓને છોડી મૂકવાનું માંગ્યું; એટલે બાદશાહે સર્વપક્ષીઓને છોડી મૂક્યા, પર્યુષણમાં બાર દિવસ અમર પડહવગડાવવાનું (અમારી પાળવાનું) ફરમાન કર્યું; બ દશા કરાવેલું બારકોશનું મોટું ડામર સરોવર કે જેનો સામો કિનારો પણ દ્રષ્ટિથી જોઇ શકાતો નહોતો તે સરોવરમાં રહેલા મીનાદિક જંતુઓના વધનો સર્વથા નિષેધ કર્યો. પછી બાદશાહે ફરીથી સૂરિને કહ્યું કે “આજથી ૨ની જેમ હું પણ મૃગયા વડે જીવહિંસા નહીં કરું. હું ઇર છું છું કે “સર્વે પ્રાણીઓ મારી જેમ ઇચ્છા પ્રમાણે ફરો હરો અને કીડા કરો.” આ પ્રમાણે મૃગયા, જજિયા વેરો અને શંત્રુજ્યનો કર વિગેરે મુકાવી દઈ, અનેક પ્રકા રની પુણ્ય ક્રિયામાં જોડી દઈ સૂરિએ અન્યત્ર વિહાર કર્યો. આમાં દરેક મુમુક્ષોએ એજ સાર ગ્રહણ કરવાનો છે કે આવા એક કુર અને મુસલમાન અને પાછો રાત થઇને પણ પળમાં અનેક જીવોને અભયદાન આપવું અને હજારો જીવોનું રક્ષણ કર્યું દરેક પ્રાણીઓને પોતાના આત્મા સમાન ગમ્યા. આપણે * પર્વોમાં અને ખાશ પર્યુષણમાં જરૂર યથાશક્તિ જીવદયાનું
પાલન અવશ્ય કરીએ કરવા જેવું એ જ કંઈપણ ભુલ દોષ સર્વ જીવો પાસે આત્માની સાક્ષીએ ત્રિવિધ ત્રિવિધે ક્ષમાપના કરૂ છું મચ્છામી દુક્કડમ
जगदगुरिदंराज्ञा बरुदंप्रददतदा तदहनचधषु बिजहर गुरुप्रभात्
ત્યારે આ જગતગુરૂ છે. એવું બાદશાહે બિરૂદ આપ્યું. પછી બાદ શાહે આપેલા ગદગુરૂ બિરુદનેવહન કરતા સૂરિએ અ ચત્ર વિહાર કર્યો. ' આ શ્લોકમાં કહેલા અર્થનું સર ર્થન કરવા માટે તેમનું ચરિત્ર વિશેષ * કહેવામાં આવે છે
અન્ય દેશોમાં વિહાર કરતાં કરતાં શ્રી હીરગુરૂ - મથુરા પુરીમાં આવ્યા. ત્યાં મોટા ઉત્સવથી સંઘજનોથી
પરિવરેલા સૂરિએ ચારણ મુનિની પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથ પ્રભુ ની યાત્રા કરી, તથા જંબુસ્વામી પ્રભવસ્વામી વિગેરે પાંચસો સત્તાવીશ મુનિઓના સ્તુપોને વંદના કરી. પછી ગોપાલગિરિ ઉપર | ઋષભદેવને વંદન કરી. તે ગિરિ ઉપર શત્રુંજ્યની જેમ બાવન ગજના પ્રમાણવાળી શ્રી આદિશ્વરની પ્રતિમા છે, તથા બીજી પણ દિન પ્રતિમાઓ છે, તેને સૂરિશ્વરે વંદના
કરી. ત્યાંથી વરકાશકનગરમાં આવીને સાક્ષાત પાશ્વયક્ષની જેમ વાકાણક નામના પાર્શ્વનાથને નમ્યા. ત્યાંથી વિહાર અનુક્રમે સિદ્ધાચળ આવી ત્યાં દર્શન સ્તુતિ વિગેરે કરીને ગુરૂ જયપુરમાં આવ્યા.
ત્યાં શ્રી સંઘની સમીપે સૂરિએ શ્રી અજયપાર્શ્વનાથનું કિંચિત ચરિત્ર કહ્યું કે'' કોઈ શ્રેણી જળવટ વ્યાપાર માટે સમુદ્રરસ્તે જતો હતો. દેવયોગે અચાનક વૃષ્ટિનો ઉત્પાત થયો; તેથી કલ્પાંત કાળની જેમ પોતાના વહાણના લોકોનો સંહાર થશે એમ ધારી તેદુ:ખ જોવાને અસમર્થ એવા તે શ્રેષ્ઠી પ્રથમથીજ મૃત્યુ પામવા માટે સમુદ્રમાં ઝંઝાપાત કરવા જાય છે. તેટલામાં | પદ્માવતીદેવીએ આકાશવાણીથી કહ્યું કે ‘આ સમુદ્રની મધ્યે સમગ્ર દુ:ખરૂપી સાગરનું મંથન કરવામાં મંદરાચળ પર્વત સમાન પ્રભાવવાળી અને સમુદ્રની મેખલાના નિધિ સમાન શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે, માટે તે શ્રેષ્ઠી!નાવિક લોકો પાસે તેને સમુદ્રમાંથી બહાર કઢાવીને તેની પૂજા કરી વહાણમાં રાખીશ તો હું તારું સર્વ વિપ્ન દૂર કરીશ. પણ હે શ્રેષ્ઠી ! તે કલ્પવૃક્ષના પર્ણની કરેલી પેટીને તું ઉઘાડીશ નહીં, તેને તેવી ને તેવી સ્થિતીમાં દીવ બંદરે લઈ જજે, ત્યાં દિગયાત્રાને માટે આવેલા અનામના રાજાને તે પેટી આપજે. તે મૂર્તિના સ્નાત્રજળથી, તે રાજાને થયેલા એકસોને સાત રોગો નાશ પામશે.' આ પ્રમાણે દેવની વાણી સાંભળીને તે શ્રેષ્ઠીએ પોતાના માણસો પાસે તે પેટી બહાર કઢાવી અને વહાણમાં
સ્થાપન કરી, તેથી સર્વ ઉપદ્રવો નાશ પામ્યા. અત્યારે પણ સમુદ્રમાં પ્રતિકૂળ વાયુને લીધે કાંઈ ઉપદ્રવ થયો હોય તે વખતે જો અજય પાર્શ્વનાથનું ધ્યાન કર્યું હોય તો તે વહાણની જેમ મનુષ્યોને નિર્વિઘ્નરીતે સુખેથી સમુદ્રને કિનારે પહોંચાડે છે.
- પછી તે શ્રેષ્ઠીએ દીવ બંદરે જઈને ત્યાં આવેલા અજયરાજાને પેટી સંબંધી સર્વવૃતાંત કહી તે પેટી તેની પાસે મૂકી, એટલે રાજાએ ત્યાં અજય નામનું નગર વસાવી વિનયપૂર્વક તે બિંબને પેટીમાંથી બહાર કાઢી તે પુરમાં મોટું ચય કરાવીને તેમાં તે સ્થાપન કર્યું. અને તેના સ્નાત્રજળથી તે રાજા વ્યાધિમુક્ત થયો. પૂર્વે તેનું અજય પાર્શ્વનાથ એવું નામ હતું, હાલમાં ત્યાં અજારનામે ગ્રામ વસવાથી અજર પાર્શ્વનાથ એવું નામ થયું છે. આ