Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
#AAHHHHHHHAHHHAHH
fe_PI
life f
MgOMEONE VEMMMMMMMMMMMMMMMMMMMMMMMVJ
છે શુભેચ્છકો
Sanathal| તા. ૨૩-૧૧-૨૦૦૨
શ્રી જૈન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરુષો) વિશેષાંક ૭ વર્ષ: ૧૫
શ્રીજૈન શાસન અઠવાડિઽને હાર્દિક શુભેચ્છા
સત્યધર્મનીમશાલ પ્રજવલિત કરનાર સંવેમીશિતાજ-મહા યોગીરાજ
પૂ.શ્રી બુદ્ધિવિજયજી બુઢેરાયજી) મહારાજ
પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જૈનશાસનનો ડંકો વગાડનાર પંજાબી સાધુઓમાં શ્રી બુટેરાયજી મહારાજ પ્રથઃ પંક્તિમાં બિરાજે છે. તેઓ ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસી અને ક્રિયાકાંડમાં નિપુણ સાધુવર્ય હતા.
எ
શ્રી બુટેરાયજી મહારાજ જન્મ શીખ હતા. તેમનો જન્મ વિ. સં. ૧૮૬૩માં લુધીયાણા નજીક દુલવા ગામમાં થયો હતો. તેમનું જન્મનામ બુટ્ટાસિંહ હતું. માતાનું નામ કમંદ અને પિતાનું નામ ટેકસિંહ હતું. માતા કર્માદને સુસ્વપ્નથી સૂચિત એક પુ Āજન્મ્યો, એટલે માતાને મનોમન એવી પ્રતીતિ તો હતી જ કે પુત્ર અસાધારણ થશે. એમાં બાળક બુટ્ટાસિંહને ધાર્મિક વાચન અને ક્રિયાકાંડમ વિશેષ રુચિ હતી. તે જોઇને માતાને પોતાની શ્રદ્ધા દૃઢ થતી દેખાતી હતી. એટલે માતાએ પુત્રમાં ધર્મના સંસ્કારો સિંચવામાં ખૂબ જ કાળજી લીધે હતી. એક વખત બુટ્ટાસિંહે માતા સમક્ષ પોતાની ઇચ્છા વ્યકત કરી કે, ‘મારે સાધુ થવું છે.’ પ્રથમ દૃષ્ટિએ માતાને એ ગમ્યું નહિ. પરંતુ સ્વપ્ન ાદ આવતાં સહર્ષ સંમતિ આપી અને આશિષ આપતાં કહ્યું કે, ‘ન પુત્ર, સાધુ થજે. પણ સાધુ થયા પછી સંસારની મમતામાં પડીશ નહીં. તું માચો સાધુ થજે.' બુટ્ટાસિંહનું મન તત્કાલીન શીખ ધર્મના સાધુઓ કરતાં જૈન યતિઓ અને સ્થાનકવાસી સાધુઓ પ્રત્યે વધુ આક [યું હતું. માતાના આશીર્વાદ લઇ, ઘર છોડી નીકળેલા બુટ્ટાસિંહે અનેક સાધુઓનો સમાગમ કર્યો. વિ. સં. ૧૮૮૮ માં દિલ્હીમાં એક સ્થાન વાસી સાધુ પાસે દીક્ષા લઇ શ્રી બુટેરાયજી મહારાજ નામે જાહેર થયા.
શ્રી બુટેરાયજીનું પ્રથમ લક્ષ્ય સંસ્કૃત અને અર્ધમાગધી ભાષાનું જ્ઞાન સંપાદન કરીને શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરવાનું હતું. આ પરિશીલનનાં સુફળ પ્રાપ્ત થયાં. તેનાથી સમગ્ર જૈનશાસનમાં એક મહાન ક્રાંતિ આવી. તેમણે સ્થાનકવાસી સંપ્રદાયને માન્ય એવા ત્રીસ આગમોનું ઝીણવટપૂર્વક વારંવાર અધ્યયન કર્યું. આ ક્રમ પાંચેક વર્ષ ચાલ્યો. પરિણામસ્વરૂપ, તેમના મનમાંથી મૂર્તિપૂજાનો વિરોધ નીક [ ગયો. જેમ જેમ શાસ્ત્રના મૂળ પાઠોનું વધુ ને વધુ ચિંતવન કરતા ગયા, તેમ તેમ મૂર્તિપૂજામાં તેમની શ્રદ્ધા દઢ થતી ચાલી. અને એક દિવસ પોત .ના બે શિષ્યોશ્રી મૂલચંદજી મહારાજ અને શ્રી વૃદ્ધિચંદજી મહારાજ-સાથે અમદાવાદ આવીને શ્રી મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા ધારણ કરી. પછી તેઓશ્રીનું નામ શ્રી બુદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. તેમ છતાં, તેઓશ્રી બુટેરાયજી મહારાજ તરીકે વિશેષ ઓળખાતા ર૬ ૫.
જન્મે શીખસંતાન હોવાથી તેમનું મનોબળ ખૂબ દઢ હતું. પોતાને યોગ્ય લાગે તે મત વ્યકત કરતાં તેઓ કદી અચકા નહીં. પરિણામે અનેક વારના શાસ્રાધ્યયનને આધારે મૂર્તિપૂજા અને મુહપત્તિના પ્રશ્નોને તેમણે હિંમતપૂર્વક જાહેર કર્યા અને તે પ્રમાણે અનુ ારવાનો અનુરોધ કર્યાં. ગુજરાનવાલા ચાતુર્માસ વખતે તેમણે પોતાના આ મતને સંઘ સમક્ષ વહેતો મૂકયો; શાસ્ત્રીય રીતે સિદ્ધ કરી બત વ્યો. પરિણામે, શિયાલકોટ, પતિયાલા, ૫૫નાખા, અમૃતસર, પસરૂર, રામનગર, અંબાલા આદિ અનેક સ્થળોએથી તેમને અનુસરનારા સં ો થયા. એમાં બે પ્રખર શિષ્યોનો ઉમેરો થયો. સં. ૧૯૦૨ માં શિયાલકોટમાં મૂલચંદને દીક્ષા આપી અને સં. ૧૯૦૮ માં રામનગરમાં વૃદ્ધિચં ને દીક્ષા આપી. આ ત્રિપુટીએ સત્યધર્મની મશાલ પ્રજ્વલિત કરી જૈનશાસનના પ્રચાર-પ્રસાર માટે વિહાર આદર્યો. સં. ૧૯૧૧ માં સિદ્ધાલજીની યાત્રાએ આવ્યા. ભાવનગર ચાતુર્માસ કર્યું. અહીં પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના સાહિત્યનું અવગાહન કર્યું. એ ોમાસું વિતાવીને સં. ૧૯૧૨ માં અમદાવાદ મુકામે પૂ. મણિવિજયજી દાદા પાસે સંવેગી દીક્ષા લીધી. શેઠ પ્રેમાભાઇ, હેમાભાઇ, દલપત ાઇઆદિ તેમના શ્રાવકો થયા. આ ત્રિપુટીએ ગુજરાતમાં રહીને યતિઓ સામે જેહાદ જગાવી. સંવેગી ધર્મની વિજયપતાકા ફરકાવી. સાધુ ોને સન્માનનીય સ્થિતિ આપી. છ વર્ષ જેટલાં લાંબા સમય સુધી પંજાબમાં વિચરી ધર્મ પ્રત્યેના વાદવિવાદ અને મતભેદો શમાવ્યા. સં. ૧૯૨૯માં પુન: ગુજરાતમાં પધાર્યા ત્યારે તેમના શિષ્ય આત્મારામજી મહારાજ સાથે ૧૭સાધુઓએ સંવેગી દીક્ષા ગ્રહણ કરી, એ એક ઐતિહસિક ઘટના હતી.
શ્રી બુટેરાયજી મહારાજની પડછંદ કાયા જોઇને થતું કે તે સમયે તેમના જેવા પ્રભાવી સંવેગી સાધુ સ્થાનકવાસીમાં યતિઓમાં પણ કોઇન હતા. તેઓ પ્રતાપી હતા અને સત્ય તથા સંયમની મૂર્તિ હતા. તેઓશ્રીએ મૂલચંદજી મહારાજને ગુજરાત, વૃદ્ધિચ દજી મહારાજને કાઠિયાવાડ, આત્મારામજી મહારાજને પંજાબ અને નીતિવિજયજી મહારાજને સુરત તરફના પ્રદેશ ભળાવ્યા હતા. ૫ રણામે તેઓશ્રી શિષ્ય-પ્રશિષ્ય આદિનો વિશાળ સમુદાય ઊભો કરી શક્યા હતા. એ સત્યવીર મહાયોગી સં. ૧૯૩૯ માં અમદાવાદમાં કા ધર્મ પામ્યા. એ શીખસંતાનને ધન્ય છે, જે શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સંઘનાયક બન્યા !
(સંકલન :- પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂ જી મહારાજ)
Paresh & Anup Ratilal Gudka
16, WINCHFIELD CLOSE, HARROW, HA3- ODT. (U.K.)
TET TET TET/ Moo Moore
######;
'EX)\ el
GeMoor
fe Be
'
one!
新
feel$} પર કોપીમાંથે
odvodvo
#######
<<< ¤¤¤¤‡
#######