Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
શકટમાં બૃહસ્પતિ પ્રવેશ કરી રહ્યો છે. આ જોઈને ઉદ્યોતનસૂરિએ કહ્યું : “અત્યારના સમયે એવી લાભદાયક શુભ વેળા ચાલી રહી છે કે હું જેના માથે હાથ રાખું તે સર્વત્ર પ્રસિદ્ધ થઈ જાય.”
આ સાંભળી દરેક ૮૩ શિષ્ય શ્રમણોએ ઉદ્યોતનસૂરિને પ્રાર્થના કરી કે - “સ્વામીજી ! આપ અમારા વિદ્યાગુરુ છો અને અમે આપના શિષ્ય છીએ. આપ અમારી પર કૃપા કરી અમારા માથે આપના કરકમળ મૂકો.” ઉદ્યોતનસૂરિએ કહ્યું : “વાસચૂર્ણ લાવો.”
૮૩ શ્રમણોએ કાષ્ઠ અને કંડિકા એકત્ર કરી તેનું ચૂર્ણ બનાવ્યું અને ઉદ્યોતનસૂરિને સમર્પિત કર્યું. ઉદ્યોતનસૂરિએ એ વાસચૂર્ણને અભિમંત્રિત કરી ક્રમશઃ ૮૩ સાધુઓનાં મસ્તક પર વાસક્ષેપ કર્યો. પ્રાતઃકાળે ઉદ્યોતનસૂરિએ પોતાની સ્વલ્પ આયુ-અવધિ જાણી અનશન અંગીકાર કરી ત્યાં જ સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા.
અન્ય (પોતાની પરંપરાથી ભિન્ન પરંપરાવાળા) સ્થવિરોના એ સર્વ ૮૩ શિષ્યોએ (પોતપોતાના શ્રમણ-સમૂહોમાં પહોંચીને) - આચાર્યપદની પ્રાપ્તિ કરી. એમણે અલગ-અલગ ક્ષેત્રોમાં વિહાર કર્યો અને ૮૩ ગચ્છ પ્રગટ થયા. ઉદ્યોતનસૂરિએ પોતાના શિષ્ય વર્ધમાન મુનિને પોતે જ આચાર્યપદ અગાઉથી જ પ્રદાન કરેલું. આમ એમનું ગચ્છ ચોર્યાશી ગચ્છની પ્રસિદ્ધિ પામ્યું. આ રીતે ચોર્યાશી ગચ્છોની ઉત્પત્તિ થઈ. - ખરતરગચ્છ ગુર્નાવલીના આ ઉલ્લેખથી એ જ નિષ્કર્ષ નીકળે છે કે ચૈત્યવાસી પરંપરાના એ વર્ચસ્વકાળમાં ઉદ્યોતનસૂરિ વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કરનારા વિદ્વાન આચાર્ય હતા. | તપાગચ્છ પટ્ટાવલી આદિ તપાગચ્છીય ઐતિહાસિક સાહિત્યમાં અનેક ઉલ્લેખ મળી આવે છે, જેનાથી આભાસ થાય છે કે ભગવાન મહાવીરની આચાર્ય પરંપરાના પાંત્રીસમા આચાર્ય વિમલસૂરિના પટ્ટધર શિષ્ય અને છત્રીસમા આચાર્ય સર્વદેવસૂરિના ગુરુ બૃહગચ્છના સંસ્થાપક આચાર્ય ઉદ્યોતનસૂરિ અને વર્ધમાનસૂરિના ગુરુ ખરતરગચ્છના આદિ આચાર્ય ઉદ્યોતનસૂરિ જુદા જુદા સમયે થયેલાં એક જ નામ ધરાવતાં બે જુદા આચાર્ય હતા. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 2329696969696969699 ૧૯ ]