Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રાજપુરોહિત આલિગ ગુર્જર રાજ્યમાં એ વખતે સત્યવાદી તરીકે જાણીતા હતા. કુમારપાળ પણ એ વાતને જાણતો હતો કે આલિગ કોઈની સમક્ષ સાચી વાત કહેવામાં ક્યારેય ખચકાટ અનુભવતા નથી. પુરોહિતના મુખથી પોતાના ૯૬ દુર્ગુણોની વાત સાંભળીને કુમારપાળને પોતાની જાતથી નફરત થઈ. કુમારપાળે પોતાની કટાર મ્યાનથી કાઢી અને બંને આંખોને ફોડવાનો ઉપક્રમ કર્યો. વૃદ્ધ રાજપુરોહિતે વિદ્યુતવેગે લપકીને કુમારપાળનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યા : “મહારાજ ! આપે મારી આગળની વાત સાંભળી નથી.’ સિદ્ધરાજ જયસિંહમાં ૯૬ ગુણ હતા, પણ રણમેદાનમાં જરૂરી પૌરુષનો અભાવ અને સ્ત્રી-લંપટતા આ બે મહાન દોષ એ ૯૬ ગુણો પર પાણી ફેરવી દેનારા હતા, એનાથી વિપરીત આપમાં કૃપણતા આદિ ૯૬ દોષ છે, પણ આપનું રણશૌર્ય અને પરસ્ત્રીને માતૃવત્ ગણવાનો કે સહોદરા ગણવાના ચારિત્ર્યગુણી સામે આપના ૯૬ દોષ ઢંકાઈ જાય છે.
પોતાના વૃદ્ધ રાજપુરોહિતના આ કથનથી કુમારપાળને સંતોષ થયો અને પોતાની કટાર મ્યાન કરી દીધી. આ નાનકડી ઘટનાથી કુમારપાળના બે આદર્શ અને અનુકરણીય ગુણોની સાથે સાથે એ સ્પષ્ટતઃ પ્રગટ થાય છે કે તેઓ વસ્તુતઃ પાપભીરુ, પરમ આસ્તિક અને પોતાના દોષો માટે પ્રાયશ્ચિત્ત કરવામાં સદાય તત્પર હતા.
સંકટ સમયમાં પરમ સહાયક, પોતાના જીવનને અણુવ્રતોના ઢાંચામાં ઢાળનાર, રત્નત્રયીનું બીજ વાવનાર ને જિનશાસનના વિશ્વબંધુત્વના મહાન સિદ્ધાંતો પર આરૂઢ ને અગ્રસર કરાવનાર મહાન ઉપકારી ગુરુ આચાર્ય હેમચંદ્રસૂરિને સંલેખનાપૂર્વક સ્વર્ગારોહણ માટે સમુદ્યત જોઈને પરમાર્હત કુમારપાળ વિચલિત થઈ ગયા. અનેક ભીષણ સંગ્રામોમાં પોતાની ચતુરંગિણી વિશાળ સેનાની અગ્રહરોળમાં રહીને શત્રુઓ સામે અપ્રતિમ સાહસથી લડનાર કુમારપાળ પોતાના ગુરુની મહાપ્રયાણ અવસ્થાને જોઈને શોકસાગરમાં ડૂબી ગયા. એમની આંખો આંસુથી છલકાઈ ગઈ. કુમારપાળને આ રીતે ચિંતાતુર જોઈ આચાર્ય હેમચંદ્રસૂરિએ આશ્વસ્ત કરતા કહ્યું કે - “રાજન્ ! જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૫૩