Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કોટિના આગમ નિષ્ણાત આચાર્ય હતા. વિભિન્ન ૮૩ ગચ્છોના આચાર્ય (જેઓ સંભવતઃ ચૈત્યવાસી પરંપરાના આચાર્ય હોઈ શકે છે)એ પોતપોતાના એક-એક શિષ્યને આગમોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે વનવાસી- ગચ્છના આચાર્ય ઉદ્યોતનસૂરિ પાસે મોકલ્યા. એ વખતે ચૈત્યવાસી પરંપરાના અબોહર ચેત્યના મઠાધીશ જિનચંદ્રસૂરિના શિષ્ય વર્ધમાનસૂરિએ ક્રિયોદ્ધાર કરી ચૈત્યવાસી પરંપરાનો પરિત્યાગ કર્યો અને તેઓ કોઈ મહાન ત્યાગી, ચરિત્રનિષ્ઠ, આગમમર્મજ્ઞ ગુરુની શોધમાં અનેક પ્રદેશોમાં ભ્રમણ કરતા કરતા ઉદ્યોતનસૂરિ પાસે આવ્યા. ઉદ્યોતનસૂરિને આગમાનુસારી વિશુદ્ધ શ્રમણાચાર પ્રત્યે પૂર્ણનિષ્ઠ, કર્મઠ અને આગમોમાં નિષ્ણાત જોઈને વર્ધમાન મુનિ એમના શિષ્ય બની ગયા ને અન્ય વિભિન્ન ૮૩ ગચ્છોના મુનિઓની સાથે તેઓ પણ ઉદ્યોતનસૂરિ પાસેથી આગમોનું જ્ઞાન પ્રાપ્ત કરવા લાગ્યા. વિહારક્રમથી પોતાના ૮૪ શિક્ષાર્થીઓની સાથે અનેક ક્ષેત્રોમાં ભ્રમણ કરતાં આચાર્ય ઉદ્યોતનસૂરિ ટેલિગ્રામની સીમામાં પહોંચ્યા. દિવસ અસ્ત થવાનો સમય નજીક જાણી તેઓ શિષ્યો સહિત વિશાળ વટવૃક્ષ નીચે ધર્મારાધના શરૂ કરી દીધી. મધ્યરાત્રિમાં એમણે જોયું કે બૃહસ્પતિ રોહિણી શકટના મધ્યમાં પ્રવેશ કરી રહેલ છે. એમણે પોતાના વિદ્યાર્થીઓને કહ્યું : “આ એક એવું શુભ મુહૂર્ત છે કે અત્યારે કોઈને કોઈ પદ પર પ્રતિષ્ઠિત કરવામાં આવે તો તેની યશકીર્તિ અને શિષ્ય પરિવારની ચિરકાલીન યશ અને સંખ્યા સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય.”
દરેક શિષ્યો અને શિક્ષાર્થી મુનિઓએ કહ્યું : “સ્વામી ! અમે આપના શિષ્ય છીએ. કૃપા કરી આ મસ્તક પર આપનો વરસ્ત રાખી દો અને પદસ્થાપના કરી દો.”
ઉદ્યોતનસૂરિએ કહ્યું: “વાસક્ષેપ માટે વાસચૂર્ણ લાવો.” શિક્ષાર્થી મુનિઓએ સૂકી ડાળખી અને ગળી ગયેલું લાકડું એકત્રિત કરી એનું ચૂર્ણ બનાવ્યું અને ગુરુને આપી દીધું. આ ચૂર્ણને અભિમંત્રિત કરી ઉદ્યતનસૂરિએ વિભિન્ન ગચ્છોના એ ૮૩ શિષ્યોના મસ્તક પર વાસક્ષેપ કરી એમને આચાર્યપદ પ્રદાન કર્યું. બીજા દિવસે સવારે ઉદ્યોતનસૂરિએ પોતાનો અંત સમયે નજીક સમજી અનશન કર્યું અને સમાધિપૂર્વક સ્વર્ગસ્થ થયા.
ત્યાર બાદ વિભિન્ન ૮૩ ગચ્છોના એ આચાર્યપદ પ્રાપ્ત શિષ્યોએ અલગ-અલગ ક્ષેત્રોમાં વિહાર કર્યો અને વર્ધમાનસૂરિ અને ઉદ્યોતનસૂરિના પટ્ટધર આચાર્ય બન્યા.
આ બાબતે વિસ્તૃત વિવરણ પ્રસ્તુત ગ્રંથમાં જ ઉદ્યોતનસૂરિના જીવનવૃત્તમાં જ બતાવવામાં આવ્યું છે. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) 236339696969696969૭ ૨૨૫ |