Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કે લોંકાશાહે કદી સામાયિક, પ્રતિક્રમણ અને પૌષધ જેવી પવિત્ર ધર્મક્રિયાઓનો વિરોધ કર્યો હોય.
તપાગચ્છ આદિ અનેક ગચ્છોની પટ્ટાવલીઓમાં પણ કેવળ એવો ઉલ્લેખ છે. ‘તદ્દાનીં ચ લુંકાખ્યાલેખકાત્ વિ. અષ્ટાધિક પંચદશશત્ (૧૫૦૮) વર્ષ જિન પ્રતિમોત્થાપનપર લુકામાં પ્રવૃત્તમ્' આ ઉલ્લેખોથી એ જ પ્રમાણિત થાય છે કે લોંકાશાહે સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ અને દાનનો કદી વિરોધ નથી કર્યો, લોંકાશાહની લોકપ્રિયતાથી ક્ષુબ્ધ અને ખિન્ન નિતાંત અનુત્તરદાયી લેખકોએ ધર્મપ્રાણ લોંકાશાહ પ્રતિ ધર્મનિષ્ઠ લોકોની પ્રગાઢ શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાની દુર્ભાવનાથી જ લોંકાશાહ વિરુદ્ધ આ પ્રકારનો નિરાધાર અને એકદમ જૂઠો પ્રચાર કર્યો.
આ રીતે મહાન ધર્મોદ્ધારક અને અભિનવ ક્રાંતિના સૂત્રધાર લોકાશાહની વિરુદ્ધ અનેક પ્રકારના મિથ્યા પ્રચાર અને અનેક પ્રકારના ષયંત્ર કરવામાં આવ્યાં, પરંતુ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ સૂર્યને લાંબા સમય સુધી વાદળોમાં ઢાંકી શકાતો નથી.' એમ લોંકાશાહ દ્વારા અભિસૂત્રિત ક્રાંતિનો તીવ્ર પ્રવાહ જૈન ધર્મસંઘમાં વ્યાપ્ત વિભિન્ન પ્રકારની વિકૃતિઓને સાફ કરતો આગળ વધતો જ ગયો. જેના માટે જૈન ધર્મના આરાધકો લોંકાશાહના સદાય ઋણી રહેશે.
લોંકાશાહનું આધ્યાત્મિક જીવન
વિશ્વકલ્યાણકારી જૈન ધર્મના મૂળ સ્વરૂપને કાયમ રાખવાના પાવન ઉદ્દેશથી લોંકાશાહે શાંત ધર્મક્રાંતિનો સૂત્રપાત્ર કર્યો. ચતુર્વિધ ધર્મસંઘમાં ધર્મના નામે એવાં દોષપૂર્ણ અનુષ્ઠાનોનું પ્રચલન થયું હતું, જેનાથી પૃથ્વી, અ, તેજસ, વાયુ અને વનસ્પતિકાયના એકેન્દ્રિય (સ્થાવર) પ્રાણીઓની અને આ પાંચેય સ્થાવરકાયના આરંભ-સમારંભથી સ્થાવરકાયના આશ્રિત ત્રસજીવોની વિરાધના અવશ્ય થાય. આ પ્રકારની બુરાઈઓ અને સદોષ પ્રવૃત્તિઓને સમાપ્ત કરનારી લોંકાશાહ દ્વારા પ્રારંભાયેલી ધર્મક્રાંતિ થોડા સમયમાં જ સફળ થઈ. લોકાશાહ દ્વારા પ્રદર્શિત એ વિશુદ્ધ અને મૂળ આગમિક પ્રશસ્ત પથના અનુયાયીઓની સંખ્યા લાખોને પાર કરી ગઈ, પણ લોંકાશાહે કોઈ ગચ્છ અથવા સંપ્રદાયની સ્થાપના ન જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૐ
૨૪૦