Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એકાદશાંગીનો ઉલ્લેખ તો દષ્ટિગોચર થાય છે, પણ પંચાંગીના નામનો કોઈ સંકેત પણ મળ્યો નથી.
લોંકાશાહે નિયુક્તિઓ, ભાષ્યો, વૃત્તિઓ, ચૂર્ણિઓને અમાન્ય ઘોષિત કરવાની સાથે સાથે પંચાંગી નામને પણ અઘોષિત કર્યું. દ્રવ્ય પરંપરાઓનું અસ્તિત્વ તો વાસ્તવમાં પંચાંગી પર નિર્ભર કરે છે. નિર્યુક્તિઓ આદિ તો એમને આગમોથી અધિક પ્રિય છે, એ કારણે એમણે જાણી જોઈને લોંકાશાહની વિરુદ્ધ એવો નિરાધાર મિથ્યા પ્રચાર કર્યો કે લોકાશાહ શાસ્ત્રોનું માનતા નથી. '
જ્યાં સુધી દાનને માનવા ન માનવાનો પ્રશ્ન છે; લોકાશાહે દ્રવ્ય પરંપરાઓ દ્વારા પોતાની વાડાબંધીના દુર્લક્ષ્યથી પ્રતિષ્ઠા, પદ, મહોત્સવાદિ અવસરો પર પ્રભાવનાના નામે સુવર્ણમુદ્રાઓ, રજતમુદ્રાઓ આદિ લોકોને દાનમાં આપવાનું અથવા વહેંચવાનું શરૂ કર્યું, તો આ પ્રકારના દાનનો લોંકાશાહે વિરોધ કર્યો?
જ્યાં સુધી સામાયિક અને પૌષધનો પ્રશ્ન છે, લોકાશાહે ક્યારેય તેનો નિષેધ નથી કર્યો. લોંકાશાહના લગભગ સમકાલીન એવા કડવાશાહે વિ.સં.૧૫૩૯માં નાડીલાઈ નામના નગરમાં લોંકાશાહના અનુયાયી લોંકાગચ્છીય આચાર્ય ઋષિ ભાણાની સાથે વાદ કર્યો અને શાસ્ત્રાનુસાર પ્રતિમાને પ્રમાણિત કરી અને લોકશાહના મતવાળાં ૧૫૦ ઘર કડુવામતમાં સામેલ કર્યા. આવો ઉલ્લેખ કડુવામતની પટ્ટાવલીમાં ઉપલબ્ધ છે. કડુવાશાહ સામાયિક અને પૌષધના પ્રબળ સમર્થક હતા, અગર લોકશાહે ક્યારેય ક્યાંય પણ સામાયિક-પૌષધનો સહેજ પણ વિરોધ કર્યો હોત તો કડવાશાહે આ વિષય પર પણ ઋષિ ભાણાથી શાસ્ત્રાર્થ કર્યો હોત અને એ બાબતે એમની પટ્ટાવલીમાં તે વિષયનો. ઉલ્લેખ અવશ્ય હોત.
કડવાશાહના વિદ્વાન શિષ્ય રામાકર્ણવેધીએ ૩૨૯ પત્રો(૬૫૭ પૃષ્ઠો)ના લુંપક વૃદ્ધ હુંડી' નામના બૃહદાકાર ગ્રંથની રચના કરી. એમાં લોકાશાહની મૂર્તિપૂજા વિષયક માન્યતાનું વિસ્તારથી વર્ણન છે. પરંતુ એ આખા ગ્રંથમાં એક પણ એવો શબ્દ નથી, જેનાથી એ વાતનો સંકેત પણ મળે | ૨૪s 299999999999 ના ધર્મનો મલિક ઇતિહાસ. (ભાગ)