Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 271
________________ લખમસીએ ત્યાંના નગરશ્રેષ્ઠી રૂપસી સાથે સંપર્ક સ્થાપિત કરી આગમોના લેખનકાર્ય માટે આર્થિક સહાયતા પ્રાપ્ત કરી અને ૩ર, આગમો લખ્યાં અને લખાવ્યાં. ત્યાર બાદ લખમસી અને રૂપાણીએ આનંદવિમલસૂરિની પાસે આગમોનું અધ્યયન કર્યું. આગમોમાં નિષ્ણાત થયા પછી લખમસી (લોકશાહે) પાટણના ત્રિપોલિયા પર ઉપદેશ આપીને લોકોને ધર્મનું વિશુદ્ધ સ્વરૂપ દર્શાવવાનું શરૂ કરી દીધું. લોંકાશાહના ઉપદેશોથી પ્રબુદ્ધ થઈ રૂપસી, શાહ ભામા, શાહ ભારમલ આદિ ૪૫ વિરક્ત આત્માઓ એ વિ. સં. ૧૫૩૧ની વૈશાખ સુદ એકાદશી ગુરુવારના રોજ શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી અને લોકાગચ્છની સ્થાપના કરી. રૂપસીને લોકાગચ્છનો પ્રથમ પટ્ટધર તથા ભારમલ અને ભુજરાજ (ભોજરાજ અથવા ભામાજી)ને સ્થવિરની પદવી. પ્રદાન કરી. ત્યાર બાદ લોંકાગચ્છનો ઉત્તરોત્તર, વિકાસ થતો ગયો. એક પાતરિયા (પોતિયા બંધ) ગચ્છ પટ્ટાવલીના રચનાકાર મુનિ રાયચંદ્ર (વિ. સં. ૧૭૨૬) લિખિત આ પટ્ટાવલીથી વિચાર કરવાયોગ્ય કેવળ એક જ નવી વાત પ્રકાશમાં આવે છે કે લોકાશાહ મારવાડના નિવાસી હતા. ખરંટિયા અથવા વિરાંટિયા એમનું ગામ હતું. એમની જાતિ વિસા ઓસવાલ હતી. મારવાડમાં રાજઘરાણાના કામદારોને મહેતા તરીકે ઓળખવાની પરંપરા હતી. આ કારણે સુનિશ્ચિત સ્વરૂપે ન કહી શકાય કે લખમસીનું ગોત્ર પણ કહેતા હતું. શોધાર્થીઓ માટે એ વિચારણીય છે કે શું લોકાશાહ મૂળતઃ મારવાડના નિવાસી હતા? શું એમના પિતા-પિતામહ આદિ પૂર્વજ કામદાર પદ પર રહીને પ્રશાસનિક કાર્ય કરતા હતા? જે પણ હોય, લોંકાશાહની ધર્મક્રાંતિએ જૈન ધર્મના ઇતિહાસમાં અભિનવ આયામ જોડી દીધા. [૨૬ર pata33333323ન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૪)

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282