Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 270
________________ (પોતિયાબંધ પટ્ટાવલીમાં લોંકાશાહનું જીવન) મરુધરાના ખરટિયા નામના નગરમાં જોધાવંશીય જાગીરદાર દુર્જનસિંહના વિસા ઓસવાળ મહેતા કામદારના બે પુત્ર હતા. મોટાનું નામ હતું મહેતા જીવરાજ અને નાનાનું નામ હતું મહેતા લખમશી. એ બંને ભાઈ વિપુલ સંપત્તિના સ્વામી, ખરતરગચ્છના અનુયાયી અને જીવાજીવાદિ તત્ત્વોના જાણકાર હતા. કોઈ કારણવશ મરુધરાધીશ રાવ જોધાનો પુત્ર દુર્જનસિંહના બંને ભાઈઓથી નારાજ થઈ ગયો અને તેણે એમની સંપૂર્ણ સંપત્તિ પોતાના અધિકારમાં કરી લીધી. એ બંને ભાઈઓ વેપાર અર્થે ફરતા ફરતા પાટણ નગરમાં પહોંચી ગયા. ત્યાં એ બંને ભાઈઓએ ઉપાશ્રયમાં પૂનમિયા ગચ્છના આચાર્ય આનંદવિમલસૂરિના શિષ્ય ખેમચંદ્રને દશવૈકાલિક સૂત્ર લખતા જોયા. લખમશીએ એમસીના સૂત્ર અને પત્ર લઈ પત્રોમાં ધમ્મોમંગલ મુક્કિટ્ટ જેવી થોડી ગાથાઓ લખી. મુનિ એમસી એ આગંતુકની સુંદર લખાવટને જોઈ હર્ષવિભોર થઈ ગયા. એમણે તત્કાળ પોતાના ગુરુ આનંદ વિમલસૂરિના સન્મુખ ઉપસ્થિત થઈ એમને મહેતા લખમસી દ્વારા લિખિત પત્ર બતાવ્યો. સુંદર અક્ષરો જોઈને આનંદવિમલસૂરિ ખૂબ પ્રસન્ન થયા અને પોતાના શિષ્યને પૂછ્યું: “આ કોણે લખ્યું છે?” | મુનિ ખેમચંદ્રએ બંને ભાઈઓને આચાર્યશ્રી સમક્ષ ઉપસ્થિત કરી લખમણી તરફ સંકેત કરીને કહ્યું : “ભગવંત ! આ લખમસીએ લખ્યું છે.” એ સમયે વિક્રમ સં. ૧૫૩૧ના શુભારંભની સાથે જ ભસ્મગ્રહ ઉતરી ચૂક્યો હતો. આચાર્યશ્રીએ જીવરાજ અને મહેતા લખમસીને સૂત્રો લખવાનો કાર્યભાર સોંપ્યો. લખમસીએ સૂત્રો લેખનની શરૂઆત કરી તો એમને જાણ થઈ કે જિન પ્રરૂપિત જૈન ધર્મનું વાસ્તવિક સ્વરૂપ તો આગમોમાં આ રીતે નિરતિચાર અને શુદ્ધ બતાવ્યું છે. એનાથી વિપરીત વર્તમાનકાળમાં અહિંસાપ્રધાન જૈન ધર્મના અનુયાયી અનેક પ્રકારની આડબરપૂર્ણ હિંસાપ્રધાન પ્રવૃત્તિને જ ધર્મ માને છે. આગમોની આ અમૂલ્ય નિધિને સંચિત કરવાના લક્ષ્યથી મહેતા જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૪) 99999999999 ૨૦૧]

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282