Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 275
________________ એ સમયે પારસમલજી ૩૦ વર્ષના હતા. ઘણા સંબંધ આવ્યા તથા પરિવારજનોનું ઘણું દબાણ રહ્યું, પણ તેઓ ટસ ના મસ ના થયા. પોતાના ગુરુના વચનને પથ્થરની લકીર સમજીને પરિવારજનોનો આગ્રહ હોવા છતાં પુનર્વિવાહ ન કર્યો. ગુરુના એક વાક્યને શિરોધાર્ય કરીને પારસમલજીએ પોતાના જીવનમાં કોઈ નવું સાંસારિક કાર્ય પણ ન કર્યું. વેપાર ન કર્યો, જમીનજાયદાદ, સોનું, ચાંદી, ઘરેણાં આદિ ખરીદ્યાં નહિ. જીવનના શેષ ૫૪ વર્ષ ગુરુસેવા તથા સંયુક્ત પરિવારમા રહેતાં ધર્મ-ધ્યાનમાં વિતાવ્યાં. ચાતુર્માસ સિવાય પણ મહિનાઓ સુધી તેઓ ગરુસેવામાં રહેતા અને એમની વિહારયાત્રાઓમાં પણ સાથે ચાલતા હતા. સત્સંગ, બ્રહ્મચર્ય, ધર્મ-ધ્યાન આદિથી સભર જીવન જીવતા હતા. નીરોગી અને સ્વસ્થ જીવનનું રહસ્ય ધર્મમય જીવન હતું. ગુરુના એક વચન પર એમણે પોતાના જીવનની સમસ્ત સાંસારિક ઇચ્છાઓને સમાપ્ત કરી દીધી અને એ દિશામાં કદી વિચાર્યું નહિ. આદર્શ પિતા : એ સમયે નાગૌરમાં આજની જેમ વિદ્યાલય ન હતા. કિશનલાલ ગુરાંસાની પાઠશાળામાં બાળકોને ભણવા માટે મોકલવામાં આવતા હતા. વાલી એક નારિયેળ લઈને આવતા અને પોતાના બાળકને પાઠશાળામાં દાખલ કરતા. પારસમલજી પોતે ભણેલા ન હતા, પણ દીકરાને ભણાવવાની એમને તમન્ના હતી. એમણે શિખરમલને જ્યારે પાઠશાળામાં પ્રવેશ અપાવ્યો, એ વખતે શ્રીફળની સાથે ગુરુજીને સવા પાંચ રૂપિયા પણ ભેટ આપ્યા. એ વખતે સવા પાંચ રૂપિયાની ખૂબ કિંમત હતી. દર મહિને પુત્રના અભ્યાસ બાબત ગુરુજીને તેઓ પૂછતા. આ રીતે શિખરમલ પ્રત્યે ગુરુજીને વ્યક્તિગત રુચિ થઈ ગઈ. એમણે ઓછી ઉંમર હોવા છતાં બે વર્ષ પછી અન્ય બે વર્ષનો સીધો લાભ આપી શિખરમલને સીધા પાંચમા ધોરણમાં લઈ લીધા. આ બાજુ પારસમલજીને ખબર પડી કે મદ્રાસમાં સારો અભ્યાસ થાય છે તો એમણે પુત્રને મદ્રાસ મોકલવા વિશે સંકલ્પ કર્યો. એ દિવસોમાં એમના અનુજ સરદારમલજીના સાળાજી સૂરજમલજી બોહરાનો કારોબાર મદ્રાસમાં હતો. પારસમલજીએ એમની સાથે વાત ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૨૦૬ ૭૩૭૭

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282