Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આદર્શ ગુરુભક્ત, આદર્શ પિતા અને આદર્શ શ્રાવક શ્રી પારસમલજી સુરાણા
સુશ્રાવક શ્રી પારસમલજી સુરાણા પોતાના ગુરુ પ્રાતઃ સ્મરણીય આચાર્ય શ્રી હસ્તીમલજી મ.સા. પ્રતિ પ્રગાઢ શ્રદ્ધા ભક્તિ ધરાવતા હતા. એમના જીવનની પ્રમુખ ત્રણ વિશેષતાઓ અહીં જણાવવામાં આવી છે : અનુપમ ગુરુભક્તિ
:
પારસમલજીનો એકમાત્ર પુત્ર શિખરમલ જ્યારે બે વર્ષનો બાળક હતો, ત્યારે એક ઘટના ઘટી. ‘નમો પુસિવર ગંધહીનું' મા જતનરાજ મહેતા દ્વારા લિખિત પૃષ્ઠ ૬૦૦ પર ‘નવા-જૂની ન કરશો' શીર્ષકથી આ ઘટના પ્રકાશિત છે, જે અહીં ઉદ્ભુત ઉતારી છે :
શ્રી પારસમલજી સુરાણા નાગૌરવાળા ગુરુદેવના દર્શનાર્થે જોધપુર પધાર્યા હતા. અચાનક ઘરેથી તાર આવ્યો કે - મા બીમાર છે, જલદી આવો.’ તાર વાંચીને સુરાણાજી બેચેન થયા અને આચાર્યશ્રીની સેવામાં માંગલિક લેવા ઉપસ્થિત થયા અને સમગ્ર વૃત્તાંત ગુરુદેવને જણાવ્યું. ગુરુદેવે આખી વાત સાંભળીને માંગલિક ફરમાવી અને જતા જતા કહ્યું કે - “કોઈ નવા-જૂની ન કરશો.”
રસ્તામાં પારસમલજી એ જ મૂંઝવણમાં રહ્યા કે - ‘કોઈ નવા-જૂની ન કરશો'નું તાત્પર્ય શું હોઈ શકે ? કાંઈ સમજાયું નહિ, ઘરે આવીને જોયું તો મા સ્વસ્થ હતાં, પણ પત્ની અસ્વસ્થ હતી. યાદ રહે કે જૂના જમાનામાં પત્ની બીમાર થાય અને બેટાને બોલાવવાનો થાય તો પત્નીની બીમારી નહિ લખીને, માની બીમારી લખવામાં આવતી હતી.
પારસમલજીએ પત્નીની સાર-સંભાળ રાખી અને બે-ચાર દિવસ બાદ જ પત્નીનું દેહાવસાન થયું. શોક-બેઠકનું આયોજન થયું. આઠમાનવમા દિવસે જ બીકાનેરથી કોઈ સજ્જન પોતાની દીકરીનું માંગુ લઈને આવ્યા, ત્યારે એમને આચાર્યશ્રી દ્વારા કહેલી વાતનો ગૂઢાર્થ સમજમાં આવ્યો. એમણે મનોમન આજીવન બ્રહ્મચર્યવ્રત પાલન કરવાનો નિર્ણય લઈ લીધો.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૨૦૫