Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
લોકાશાહે એ વખતે પાટણમાં બિરાજિત મુનિ સુમતિવિજયની પાસે વિ. સં. ૧૫૦૯માં યતિધર્મની દીક્ષા ગ્રહણ કરી. ગુરુએ એમનું નામ લક્ષ્મીવિજય રાખ્યું. ગુરુની પાસે એમણે આગમોનું અધ્યયન કર્યું. આગમોના અધ્યયન દરમિયાન એમને ધર્મના શુદ્ધ સ્વરૂપની જાણ થઈ, તેથી સુમતિવિજયજીનો સાથ છોડી લોકો સમક્ષ આગમોનું વ્યાખ્યાન આપતા આપતા ધર્મના વાસ્તવિક સ્વરૂપ વિશે પ્રકાશ પાડવાનો પ્રારંભ કર્યો. આ રીતે લોંકાશાહે અમદાવાદ - પાટણ આદિ અનેક નાનાં-મોટાં નગરો અને ગામોમાં ફરી ફરી સર્વજ્ઞ સર્વદર્શી શ્રમણ ભગવાન પ્રરૂપિતા વિશુદ્ધ આગમિક ધર્મનો પ્રચાર કર્યો. લોંકાશાહના ઉપદેશોથી જનમત જાગૃત થયો અને તેમના અનુયાયીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી ગઈ અનેક સાધુઓ પણ એમની સાથે રહેવા લાગ્યા. અનેક વર્ષો સુધી લક્ષ્મીવિજય (લોકાશાહ) વિશુદ્ધ ધર્મનો પ્રચાર કરતા રહ્યા.
વિ. સં. ૧૫૩૦-૩૧ની આસપાસ એક વખતે અરહટવાડા, પાટણ, સુરત આદિ ચાર નગરોના સંઘ તીર્થયાત્રાએ નીકળ્યા હતા, તેઓ સંયોગવશ અમદાવાદમાં એકત્રિત થયા. વરસાદ પડવાથી ચારેય સંઘ અમદાવાદમાં રોકાઈ ગયા. ચારેય સંઘોના સંઘપતિઓ અને લોકોને
જ્યારે જાણ થઈ કે લોંકાશાહ પોતાનાં આગમિક વ્યાખ્યાનોમાં જૈન ધર્મના સાચા સ્વરૂપ પર પ્રકાશ પાડે છે, તો એ સઘળા સંઘપતિ પોતપોતાના સંઘો સાથે લોકશાહના વ્યાખ્યાન સાંભળવા ગયા. લોકાશાહના વ્યાખ્યાન સાંભળીને પ્રથમ દિવસે જ એમનાં અંતર્થક્ષ ખૂલી ગયાં. એમણે ઘોરશિથિલાચારમાં ડૂબેલા સાધુવેશધારી યતિઓના બાહ્યાડંબરમાં ધર્મનું વિકૃત સ્વરૂપ જ જોયેલું. લોકાશાહના મુખેથી આગમ વર્ણિત જૈન ધર્મનું વિશુદ્ધ આધ્યાત્મિક સ્વરૂપ જોયું અને તેમનાં હૃદય પુલકિત થયાં. તેઓ લોકાશાહનાં આગમપ્રવચનો સાંભળવા નિયમિત જવા લાગ્યા. સર્વજ્ઞ પ્રભુ દ્વારા પ્રરૂપિત ધર્મના વિશુદ્ધ આગમિક સ્વરૂપ પ્રત્યે લોકાશાહના ઉપદેશોથી એમની શ્રદ્ધા ઉત્તરોત્તર વધતી ગઈ. તે લોકો લોકશાહના અનન્ય પરમ ભક્ત થઈ ગયા. ૨૦૦ છ99999999999] જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)