Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 265
________________ જ્યારે પણ સિરોહી જવાનું થતું ત્યારે ઝવેરીઓની પેઢીઓ પર અવશ્ય જાય અને મોતીની ગુણવત્તા વિશે જાણવાનો, સમજવાનો પ્રયાસ કરે. ધીમે ધીમે તે મોતીઓનો પારખુ થઈ ગયો. એક દિવસ જે વખતે લોકચંદ્ર એક ઝવેરીની દુકાન પર બેઠો બેઠો મોતીઓની પરીક્ષા કરી રહ્યો હતો, એ વખતે સિરોહીનિવાસી ઓસવાલ જાતિના ઓધવજી નામના શ્રેષ્ઠીએ મોતીની પરીક્ષામાં નિમગ્ન પ્રિયદર્શી લોકચંદ્રને જોયો. યુવક લોકચંદ્ર એ શ્રેષ્ઠીના મનમાં વસી ગયો. જ્યારે મૂલ્યવાન મોતીઓ અને સાધારણ મોતીઓને લોકચંદ્ર અલગ કરતો હતો, એ જોઈને ઓધવજીએ ઝવેરીને એ યુવાનનું નામ, ગામ, જાતિ, પિતા, વ્યવસાય આદિની વિગતો મેળવવા પૂછ્યું. ઝવેરીએ જાણકારી આપતા કહ્યું કે - ‘છોકરો ખૂબ જ હોનહાર છે.’ ઝવેરી પાસેથી લોકચંદ્રની બાબતમાં પૂરી જાણકારી મેળવી લીધા પછી ઓધવજીએ પોતાની ધર્મપત્નીને કહ્યું કે -“એણે પોતાની પુત્રી સુદર્શન માટે એક સુયોગ્ય જીવનસાથી શોધી કાઢચો છે.. લોકચંદ્રની બાબતમાં પૂરું વિવરણ સાંભળી શ્રેષ્ઠીપત્ની પણ ખૂબ પ્રસન્ન થઈ. બીજા જ દિવસે અરહટવાડા જઈને વાત પાકી કરવાનો શ્રેષ્ઠી દંપતીએ નિર્ણય કર્યો. મનવાંછિત કાર્ય સિદ્ધ થઈ જશે એવા વિશ્વાસથી બીજા જ દિવસે ઓધવજી રૂપિયો - શ્રીફળ લઈ અરહટવાડા હેમાભાઈના ઘરે પહોંચી ગયા. બંને એકબીજાથી પરિચિત હતા. ઓધવજીના પ્રસ્તાવનો લોકચંદ્રનાં માતા-પિતાએ સહર્ષ સ્વીકાર કર્યો. ઓધવજીએ લોકચંદ્રના કપાળે કુમ-કુમ તિલક લગાવ્યું, શ્રીફળ તથા રૂપિયો ભેટ સ્વરૂપે આપ્યા. બંને પક્ષ આ સંબંધથી ખૂબ પ્રસન્ન હતા. વિ. સં.૧૪૮૭ના મહા મહિનામાં લોકચંદ્રનો સુદર્શના સાથે વિવાહ સંપન્ન થયો. સર્વગુણસંપન્ન સુદર્શનાની સાથે દામ્પત્ય-સુખની શરૂઆત થઈ. સ્વાધ્યાયનો ક્રમ પણ અવિરત ચાલતો રહ્યો. ધાર્મિક કાર્યોમાં પણ તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લેતા જ હતા. ધાર્મિક ગ્રંથોના સ્વાધ્યાય અને નિયમિત ધ્યાન-સાધનાના પરિણામ સ્વરૂપ સંસારની અસારતા અને ક્ષણભંગુરતાનો બોધ થઈ જવાના કારણે એમના અંતઃકરણમાં વિરક્તિનું બીજ એમની યુવાવસ્થામાં જ ૨૫૬ ૭૭૦OOOOOOO જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282