Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કરી. એમને વિશ્વાસ હતો કે શાંત ધર્મક્રાંતિથી સંપૂર્ણ ચતુર્વિધસંઘમાં એક વ્યાપક પરિવર્તન આવશે. એ માનસિક પરિવર્તનના પરિણામ સ્વરૂપે એક દિવસ સંપૂર્ણ જૈન સંઘ સાંપ્રદાયિક અભિનિવેશથી મુક્ત થઈને શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત અને ગણધરો દ્વારા આગમોમાં પ્રતિપાદિત ધર્મના વિશુદ્ધ સ્વરૂપને માનવા લાગશે. એમની આશાને અનુરૂપ વિદ્વાન શ્રમણ પંન્યાસ હર્ષકીર્તિ, અનેક અજ્ઞાત શ્રમણ તથા લાખો શ્રાવક-શ્રાવિકાઓ દોષપૂર્ણ પ્રવૃત્તિઓનો ને પોતપોતાના શિથિલાચારોન્મુખી ગચ્છોનો પરિત્યાગ કરી આગમ પ્રતિપાદિત વિશુદ્ધ-નિર્દોષ ધર્મપથના પથિક થઈ ગયા. કોઈ નવા ગચ્છના, નવા સંગઠન કરવાથી તો અનેક ગચ્છોની સંખ્યામાં વૃદ્ધિ કરવી અને વિવિધ સંઘોમાં ભેદભાવની પરંપરાને આગળ ધપાવવા કરતાં લોંકાશાહે લોકોના પૂછવાના જવાબ રૂપે પોતાને જૈન અથવા જિનમતિની સંજ્ઞાથી ઓળખાવવાનું યોગ્ય સમજ્યા. જે શિથિલાચાર પરાયણ લોકોને દ્રવ્ય અર્જિત કરવામાં, પરિગ્રહ વધારવામાં; આ શાંત ધર્મક્રાંતિના વ્યાપક પ્રસારના પરિણામે અવરોધ ઊભો થયો હતો, એ લોકોએ લોકાશાહ દ્વારા વિશુદ્ધ આગમિક ધર્મપથને અનુસરતા જિનમતિ જૈનોના સમૂહને લુંપકગચ્છ અથવા લુંકાગચ્છના નામે અપમાનપૂર્વક ઓળખવાનું શરૂ કર્યું.
લોંકાશાહનો અને તેમના દ્વારા પ્રતિબદ્ધતાપૂર્વક શરૂ થયેલ શાંતિપૂર્ણ ધર્મક્રાંતિનો, જૈન ધર્મના મહાન સિદ્ધાંતો પ્રતિ, જિનેશ્વર પ્રતિ, આગમ પ્રતિ પ્રગાઢ આસ્થા ધરાવનાર દરેક જૈને અગાધ આહ્લાદપૂર્ણ અંતર્મનથી સ્વાગત કર્યું. ષડ્જવનિકાય જીવોએ વિશેષતઃ પાંચ સ્થાવર નિકાય જીવોનો જેનો સદીઓથી ધર્મના નામે અંધાધૂંધ સંહાર થતો રહ્યો હતો, એ હિંસાને સમાપ્ત કરવાના ઉદ્દેશથી લોંકાશાહે દયાદ્રવિત થઈ ધર્મક્રાંતિનો સૂત્રપાત્ર કર્યો હતો, એ સર્વજીવોએ લોંકાશાહ પ્રતિ આભાર પ્રગટ કરતાં મૂક મુદ્રામાં અનેકાનેક શુભાશીર્વાદ આપ્યા. જે શિથિલાચાર પરાયણ અને પરિગ્રહી નામધારી શ્રમણોની સુખસુવિધામાં, પૂજા-પ્રતિષ્ઠામાં લોંકાશાહના ઉપદેશોથી ઓટ આવી, એમણે લોંકાશાહની સાથે અસભ્યતાપૂર્ણ વ્યવહાર કર્યો. એમણે લોંકાશાહ વિરુદ્ધ વિવિધ પ્રકારનાં ષડ્યુંત્રો કર્યાં. પરંતુ અખૂટ આત્મબળ સાહસી ઉજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૨૪૮