Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(અનાગમિક માન્યતાઓ પ્રત્યે શ્રદ્ધા ડગમગી) લકાશાહ દ્વારા પ્રચારિત ને પ્રસારિત કરવામાં આવેલા જૈનાગમનોના નિચોડ - નિષ્કર્ષ રૂપે જૈન ધર્મ અને શ્રમણાચારના વિશુદ્ધ સ્વરૂપ પર પૂર્ણ પ્રકાશ પાડનાર ૧૩ પ્રશ્નો, ૫૮ બોલો, ૩૪ બોલો તથા “કેહની પરંપરા' શીર્ષકવાળા ૫૪ પ્રશ્નો આદિ સાહિત્યનો જૈન ધર્માવલંબી જનજન પર ચમત્કારિક પ્રભાવ પડ્યો. એનાથી ન કેવળ શ્રાવક-શ્રાવિકા વર્ગે જ, અપિતુ હર્ષકીર્તિ જેવા આત્માર્થી શ્રમણો સુધીનાએ પરિગ્રહ સંચિત કરવામાં અહર્નિશ નિરત દ્રવ્ય પરંપરાઓના શિથિલાચારી કર્ણધારોની વિરુદ્ધ, એમની અનાગમિક માન્યતાઓની વિરુદ્ધ ખુલ્લો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. એમણે પોતાની શિથિલાચારી પરંપરાઓનો પરિત્યાગ કરી લોંકાશાહ દ્વારા પ્રકાશમાં લાવવામાં આવેલા વિશુદ્ધ આગમિક મુક્તિપથનો પ્રસાર-પ્રચાર કરવાનો પ્રારંભ કરી દીધો.
આ રીતે લોંકાશાહ દ્વારા પ્રારંભાયેલી આગમાનુસારિણી અભિનવ ધર્મક્રાંતિનો એવો ચમત્કારી પ્રભાવ પડ્યો કે દ્રવ્ય પરંપરાઓના શતાબ્દી
ઓથી સુદઢ અને સશક્ત ગઢ પડવા લાગ્યા. શ્રમણાચાર અને ધર્મના વિશુદ્ધ સ્વરૂપ પર શિથિલાચારગ્રસ્ત દ્રવ્ય પરંપરાઓના નાયકો દ્વારા નાખવામાં આવેલાં, આચ્છાદિત કરવામાં આવેલાં અનાગમિક આવરણોના આડંબર પ્રબળ-પ્રચંડ ઝંઝાવાતમાં ઊડી જવા લાગ્યા. લોંકાશાહ દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના તથ્ય-પ્રાગટ્યથી શિથિલાચાર પરાયણ અનાગમિક દ્રવ્ય પરંપરાઓના કર્ણધારોના આવકના સ્ત્રોત, અવરુદ્ધ થઈ ગયા. આમ થઈ જવાથી એમણે લોંકાશાહને પોતાના શત્રુ સમજીને કેવળ લોંકાશાહની વિરુદ્ધ જ, અપિતુ એમનાં માતા-પિતાની વિરુદ્ધ પણ હીન ભાષાના સાહિત્યની રચના કરીને અનર્ગલ પ્રલાપ કર્યો.
શિથિલાચારગ્રસ્ત દ્રવ્ય પરંપરાઓના વિદ્વાનો દ્વારા લોંકાશાહના વ્યક્તિત્વ, જીવન અને કર્તૃત્વ સંબંધમાં અનેક ભ્રાંત ધારણાઓ, પ્રચલિત કરવામાં આવી. જૈન સાહિત્યમાં અને અન્ય સ્ત્રોતોથી લોકાશાહના જીવનવૃત્ત પર પ્રકાશ પાડનાર ભિન્ન-ભિન્ન પ્રકારની માન્યતાઓ પ્રાપ્ત થાય છે. લોંકાશાહનું જન્મસ્થાન, જન્મકાળ, લોંકાશાહ દ્વારા શાસ્ત્ર લખવાનો સમય, લોંકાશાહ દ્વારા ઉપદેશ દેવાનો સંવત, લોકાશાહ દ્વારા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) 96969696969696969696962 ૨૩૦]