Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પણ લોંકાશાહ દ્વારા પ્રદીપ્ત કરવામાં આવેલી ધર્મક્રાંતિની દિવ્ય જ્યોત ઉત્તરોત્તર વધુ ઝળહળતી રહી. લોંકાશાહગચ્છમાં કરવામાં આવેલા એ આંતરિક વિસ્ફોટોની પ્રતિક્રિયા સ્વરૂપ તત્કાળ ઉત્તરાર્ધ લોંકાચ્છનો આવિર્ભાવ થયો. લવજી આદિ અનેક મહાપુરુષોએ લોંકાશાહ દ્વારા પ્રદીપ્ત કરવામાં આવેલી વિશુદ્ધ આગામિક ધર્મની મશાલ દેશના ખૂણે-ખૂણે શતગુણિત ઉત્સાહથી પ્રદીપ્ત કરતાં એ અભિનવ ધર્મક્રાંતિના પ્રભાવ અને પ્રવાહમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી.
ન
.
સવિશેષ મહત્ત્વની વાત તો એ છે કે લોંકાશાહે ન તો કોઈ મતની સ્થાપના કરી, ન કોઈ નવી વાત કરી. એમણે તો કેવળ સર્વજ્ઞભાષિત આગમોનો મૂળ પાઠ પ્રસ્તુત કરી અતિ વિનમ્ર શબ્દોમાં એ જ કહ્યું કે - ક્ષીર-નીર વિવેકપૂર્ણ નિષ્પક્ષ દૃષ્ટિએ ભગવાન મહાવીરનાં વચનો પર જાગૃત રહી વિચાર કરો.' એમણે તો કેવળ વિચારપૂર્વક અને ઉચિત લાગે એવો વ્યવહાર કરવાની વાત કરી. પોતાની નહિ, કેવળ સર્વજ્ઞ તીર્થંકરની વાણી પર વિચાર કરવા માટે લોકોને વિનંતી કરી. વીતરાગવાણીને માનવા-મનાવવાનો લોકાશાહે ક્યાંય લેશમાત્ર પણ હઠાગ્રહ નથી કર્યો. ઉદાહરણ તરીકે આચારંગ સૂત્રના ચોથા અધ્યાયના પ્રથમ ઉદ્દેશકના એક સૂત્રને લઈએ તો આ સૂત્રને જૈન ધર્મની આત્મા અથવા આધારશિલાની સંજ્ઞા આપી શકાય. લોંકાશાહે એ સૂત્રને લોકો સમક્ષ પ્રસ્તુત કરતાં પોતાના ૫૮ બોલમાંથી એક બોલમાં એ તરફ ઇશારો કરી કહ્યું કે - ષજીવનિકાયના કોઈ પણ જીવની કોઈ પણ કારણથી હિંસા ન કરવામાં આવે - કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનું કષ્ટ પહોંચાડવામાં ન આવે, એ હું (શ્રમણ ભગવાન મહાવીર) કહું છું.' અનાદિઅતીતના સર્વ તીર્થંકરોએ આમ કહ્યું છે. વર્તમાનમાં જેટલા તીર્થંકર છે, તેઓ પણ કહે છે અને અનાગત અનંતકાળમાં થનારા તીર્થંકર પણ આમ જ કહેશે. આ જ શુદ્ધ સત્ય, શાશ્વત આર્ય ધર્મ છે. લોંકાશાહે પોતાના તરફથી એક પણ શબ્દ આમાં જોડ્યો નથી.
લોંકાશાહથી ૫૬ વર્ષ પછી થયેલા આગમ-મર્મજ્ઞ, પાર્શ્વચંદ્રસૂરિએ પણ પોતાની ‘ઉત્સૂત્ર તિરસ્કારનામા વિચાર પટઃ' નામની કૃતિમાં કેવળ આ સૂત્રનો જ ઉલ્લેખ નથી કર્યો, પણ લોંકાશાહથી ઘણા આગળ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ૐ
૭ ૨૪૧