Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
'બડગજી (હાચ્છ) તપાગચ્છ પટ્ટાવલી' અનુસાર ભગવાન મહાવીરના પાંત્રીસમાં પટ્ટધર ઉદ્યોતનસૂરિ પૂર્વ ભારતથી અર્બુદાચલની યાત્રા અર્થે વિહાર કરતા વી. નિ. સં. ૧૪૬૪માં એક દિવસ અર્બુદાચલની તળેટીમાં આવેલા ટેલિગ્રામની સીમામાં પહોંચ્યા. સૂર્યાસ્ત થઈ જ રહ્યો હતો, તેથી તેઓ વનમાં જ શિષ્ય પરિવારની સાથે એક વિશાળ વટવૃક્ષ નીચે રોકાઈ ગયા. રાત્રિકાલીન પ્રતિક્રમણ, ધ્યાન, સ્વાધ્યાય આદિ આવશ્યક ધાર્મિક ક્રિયાઓથી નિવૃત્ત થયા પછી મધ્યરાત્રિમાં ઉદ્યોતનસૂરિએ જોયું કે આકાશમાં રોહિણી શકટની મધ્યમાં બૃહસ્પતિ પ્રવેશ કરે છે. એમણે પોતાના શિષ્યોને નક્ષત્રોની આ પ્રકારની ગતિનો બોધ કરાવતા કહ્યું : “આ એવું શુભ મુહૂર્ત છે કે આ વખતે કોઈના મસ્તક પર હાથ રાખી એનો કોઈ પદ પર અભિષેક કરી દેવામાં આવે તો એ દિગદિગંતમાં ચિરસ્થાયિની કીર્તિ પામે.”
આ સાંભળતાં જ એમના શિષ્યોએ કહ્યું : “ભગવાન ! આપ અમારી પર જ કૃપા કરો. અમે સહુ આપના ચરણના દાસ છીએ.”
ઉદ્યોતનસૂરિએ તત્કાળ સર્વદેવ મુનિ આદિ આઠ શિષ્યોને પોતાના ઉત્તરાધિકારી બનાવી એમને આચાર્યપદે અભિષિક્ત કર્યા. એક માન્યતા એ પણ છે કે ઉદ્યોતનસૂરિએ એ વખતે કેવળ પોતાના પટ્ટશિષ્ય સર્વદેવસૂરિને આચાર્યપદ પ્રદાન કર્યું. વટવૃક્ષ નીચે શિષ્યોને સૂરિપદ પ્રદાન કરવામાં આવ્યું હતું, એ કારણે એ ગચ્છનું નામ “વટગચ્છ' પ્રસિદ્ધ થયું.
આ ગચ્છમાં ઉદ્યોતનસૂરિના અસાધારણ પ્રતિભાસંપન્ન જ્ઞાનદર્શન-ચારિત્ર્ય આદિ ગુણોને વિશેષ રૂપે ધારણ કરનાર શિષ્ય પરિવારના કારણે તથા આ ગચ્છની વિશાળતાના પરિણામે “બૃહગચ્છ' નામથી ઓળખાવાનું શરૂ થયું. - આ રીતે શ્રમણ ભગવાન મહાવીરના ધર્મસંઘનું પાંચમું નામ વટગચ્છ (બૃહચ્છ) વિક્રમ સંવત ૯૯૪ (વીર નિર્વાણ સંવત ૧૪૬૪)માં લોકોમાં પ્રસિદ્ધ થયું. ભગવાન મહાવીરના ધર્મસંઘના વીર નિર્વાણ સં. ૧ થી લઈને વીર નિર્વાણ સંવત ૧૪૬૪ સુધી અર્થાતુ એક હજાર ચારસો ચોસઠ વર્ષ સુધીના સમયગાળામાં જે-જે આચાર્યોના કાળમાં જે-જે વખતે અલગ-અલગ પાંચ નામ લોક જાણીતા થયા, એના લેખાજોગા નીચે મુજબ છે : જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) 9999£969696969692 ૨૨૩