Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ધર્માંદ્ધારક લોઁકાશાહ
લોંકાશાહથી પૂર્વ જૈનસંઘની સ્થિતિ
ધર્મસંઘની વિકૃત અવસ્થા જોઈને સર્વપ્રથમ મહામનીષી અતુલ સાહસી આચાર્ય વર્ધમાનસૂરિએ વિકૃતિ તરફ પ્રવૃત્ત થયેલા ધર્મસંઘના ઉદ્ધાર માટે ક્રિયોદ્ધારનો શંખનાદ કર્યો. ત્યાર બાદ વર્ધમાનસૂરિના ઉત્તરવર્તી કાળના જે જે મહાપુરુષોએ શ્રમણ ભગવાન મહાવીરના ધર્મસંઘમાં પ્રવેશેલી વિકૃતિઓના ઉન્મૂલન માટે ક્રિયોદ્ધાર કર્યા, તે વસ્તુતઃ આંશિક ક્રિયોદ્ધાર જ હતા. એ અધૂરાં ક્રિયોદ્ધારોના કારણે ધર્મસંઘને હાનિ પણ ઉઠાવવી પડી. એ મહાપુરુષોએ વખતોવખત જે ક્રિયોદ્ધાર કર્યા એના કારણે ધર્મસંઘમાં ગચ્છો વધતા ગયા. સંઘ નાના ટુકડાઓમાં વિભક્ત થઈને એક દુર્બળ ધર્મસંઘ તરીકે રહી ગયો. ભિન્ન-ભિન્ન ગચ્છની ભિન્નભિન્ન માન્યતાઓના કારણે મહાન ધર્મસંઘ કલહ, ઈર્ષા, દ્વેષના ગઢ જેવો બની ગયો. સંઘની દશા દયનીય થઈ ગઈ.
ચૈત્યવાસી પંરપરાના સૂત્રધારો અને કર્ણધારોએ સર્વજ્ઞ પ્રણીત આગમોની અપેક્ષાએ પોતાના મસ્તિષ્કની ઊપજને પોતાની સ્વાર્થસિદ્ધિ માટે સર્વોપરી માનતા ચૈત્યવાસી સાધુઓ માટે દસ નિયમ બનાવ્યા હતા. એમાં આગમો વિરુદ્ધ એક પ્રકારનો ખુલ્લો વિદ્રોહ ઘોષિત કરનારો નવમો નિયમ આ રીતે છે : “સાધુ આ પ્રકારની ક્રિયાઓનું સ્વયં આચરણ કરે તથા એ ક્રિયાઓનાં વિધિ-વિધાનોનો ઉપદેશ અને પ્રસાર-પ્રચાર કરી લોકોને તેનું પાલન કરાવે, જે ધીમે ધીમે મોક્ષમાર્ગની તરફ લઈ જાય. અગર આ પ્રકારનાં વિધિ-વિધાનોનો આગમોમાં ઉલ્લેખ નથી, તો આગમોની ઉપેક્ષા કરો. આગમોમાં અગર આ ક્રિયાઓનો નિષેધ છે, તો આગમ-વચનનો અનાદર કરી એ ક્રિયાઓ સ્વયં કરતા રહો તથા બીજાઓ પાસે એ ક્રિયાઓનું આચરણ કરવાતા રહો, કારણ કે ભગવાનનો સિદ્ધાંત અનેકાંતમય છે. અનેક અકરણીય કાર્યો કરવાના અને અનેક કરવાયોગ્ય કાર્યોને ન કરવાનો ઉલ્લેખ આગમોમાં અનેક સ્થાનો પર છે.”
આ પ્રકારના નિયમ થઈ જવાથી ચૈત્યવાસીઓને આગમ વિરુદ્ધ આચાર-વિચાર, માન્યતા, રીતિ-રિવાજ આદિને પોતાના સંઘમાં ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૨૩૨ ૩૭