Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વંદન આદિ એમના જીવનની અનેક ઘટનાઓ પર વિચાર કરવાથી સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે તેઓ પારસ્પરિક સમન્વયના પક્ષધર અને પોષક હતા. હેમચંદ્રસૂરિના આ સમન્વયકારી વ્યવહાર અને વિચારોનો કુમારપાળ પર પૂરો પ્રભાવ હતો, તેથી એમણે આગમિક માન્યતાઓના સ્થાને પરંપરા અને પરંપરાગત માન્યતાઓને પ્રમુખસ્થાન આપ્યું. આ તથ્ય કુમારપાળના જીવનવૃત્તની અનેક ઘટનાઓથી પ્રકાશમાં આવે છે. આ બધી ઘટનાઓથી એ સુનિશ્ચિત રૂપે સિદ્ધ થાય છે કે – જૈન ધર્મ પ્રત્યે પ્રગાઢ આસ્થા રાખનાર શ્રાવક શિરોમણિ, પરમાહંત મહારાજા કુમારપાળ પરંપરાગત પુરાતન માન્યતાઓના પ્રબળ પક્ષધર હતા અને તે જૈનસંઘને એ જ સર્વોચ્ચ પ્રતિષ્ઠિત પદ પર બેસાડવા ઈચ્છતા હતા. જૈન ધર્મની મહારાજ સસ્પતિના સમયમાં જે સ્થિતિ હતી એ સ્થિતિ પર જોવાની તેમની ઇચ્છા હતી.”
પોતાના ગુરુ આચાર્ય હેમચંદ્રસૂરિ પ્રત્યે કુમારપાળના મનમાં એટલી પ્રગાઢ આસ્થા હતી કે પાટણથી સેંકડો જોજન દૂર રહેનાર કોઈ વ્યક્તિ આચાર્યશ્રીની અકારણ નિંદા કરે અને તેની આ પ્રકારની ધૃષ્ટતાથી કુમારપાળ અવગત થઈ જાય તો એને દંડ કર્યા વગર તેને શાંતિનો અનુભવ થતો નહિ.
(આત્મનિરીક્ષક કુમારપાળ )
એક દિવસ કુમારપાળે પોતાના રાજપ્રાસાદમાં પોતાની પાસે બેઠેલા પોતાના પ્રમુખ પરામર્શદાતા આલિગ નામના વયોવૃદ્ધ પુરોહિતને પ્રશ્ન કર્યો : પુરોહિતજી ! ગુણોની દૃષ્ટિથી હું મહારાજ સિદ્ધરાજ જયસિંહની સરખામણીમાં ક્યાં છું ? ઓછો ગુણવાન, સમાન કે વિશેષ? આ જણાવવાની કૃપા કરો.”
રાજપુરોહિતે એક ક્ષણ વિચારીને કહ્યું : “રાજરાજેશ્વર ! આપે પૂછ્યું છે, હું આપની સમક્ષ જે હશે તે તથ્યપૂર્ણ નિવેદન કરીશ. અપરાધી ક્ષમા કરજો. મહારાજ સિદ્ધરાજ જયસિંહમાં ૯૬ ગુણ અને ર દોષ હતા. એનાથી વિપરીત આપની અંદર ૨ ગુણ અને ૯૬ દોષ છે.” | ૧૫૨ 969696969696969696999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ