Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
નામ જિનપ્રબોધસૂરિ હતું, જેઓ જન્મથી ઓસવાલ વંશના હતા. જિનેશ્વરસૂરિએ આ બંને શિષ્યોને આચાર્યપદ આપી પોતાના સંઘને બે ભાગોમાં વિભક્ત કર્યો. આ રીતે વિ. સં. ૧૨૮૦માં ખરતરગચ્છમાં બે શાખાઓનો પ્રાદુર્ભાવ થયો અને બંને શાખાઓ પોતપોતાના આચાર્યના નેતૃત્વમાં સ્વ-પરકલ્યાણમાં વ્યસ્ત રહી.
આચાર્ય જિનસિંહસૂરિની પરંપરામાં વિક્રમની ચૌદમી શતાબ્દીમાં જિનપ્રભસૂરિ નામના એક મહાન જિનશાસન પ્રભાવક અને યશસ્વી ગ્રંથકાર આચાર્ય થયા. એમણે બાદશાહ તઘલખ મોહમ્મશાહને પ્રતિબોધ આપી અનેક અમારિ ઘોષિત કરાવી. મોહમ્મદશાહે એમને પોતાના દરબારમાં વિશિષ્ટ સન્માન આપ્યું. - જિનપ્રભસૂરિએ વિ. સં. ૧૩૫રમાં સાહિત્યસર્જનનું કાર્ય શરૂ કર્યું, જે વિ. સં. ૧૩૯૦ સુધી અવિરત ચાલતું રહ્યું. એમણે ૨૭ ગ્રંથો અને ૭૩ સ્તોત્રોની રચના કરી. એમણે વિ. સં. ૧૩૬૩માં વિધિપ્રપા' અને વિ. સં. ૧૩૯૦માં વિવિધ તીર્થકલ્પ' નામના મહત્ત્વપૂર્ણ ગ્રંથોની રચના કરી. એમણે “તપોમત-કુટ્ટન” નામનો ગ્રંથ લખીને પોતાના વિરોધીઓનાં મુખ બંધ કરી દીધાં.
ખરતરગચ્છમાં વિવિધ સમયે જે શાખાઓ-પ્રશાખાઓ ઉત્પન્ન થઈ તેનું સંક્ષેપમાં વિવરણ આ રીતે છે : ૧. વિક્રમ સં. ૧૨૦૪માં જિનશેખરાચાર્યથી રુદ્રપલ્લીય ખાતર - શાખાનો પ્રાદુર્ભાવ થયો. ૨. વિ. સં. ૧૨૦૫માં જિનદત્તસૂરિના જીવનના સંધ્યાકાળમાં
મધુકર ખરતર શાખાનો ઉદ્ભવ થયો. ૩. વિ. સં. ૧૨૨૨માં જિનશેખરસૂરિના સમયમાં બેગડ ખરતર
શાખાનો ઉદ્ગમ થયો. વિ. સં. ૧૨૮૦માં જિનેશ્વરસૂરિ દ્વિતીયએ જિનપ્રબોધ અને જિનસિંહ નામના પોતાના બે પ્રમુખ શિષ્યોને પોતાના બે ઉત્તરાધિકારી આચાર્યો તરીકે પટ્ટધર નિયુક્ત કરી પોતાના ખરતરગચ્છમાં બૃહત્ ખરતરગણ અને લઘુ ખરતરગણ નામની
બે શાખાઓની સ્થાપના કરી. જિન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૪) 09969696969699090 ૧૦૦]