Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
૯. યથાકાળ પૂંજ્યા-પ્રમાર્યા વગર ચાલ્યા જવાય તો, અંગપડિલેહણા
પ્રમુખ સંડાસા પાડિલેહ્યા વગર બેસી જવાય તો, અને કટાસણા (કાંબલી) વગર બેસી જવાય તો પાંચ ખમાસમણ દેવા અથવા
નવકારમંત્રનો જાપ કરવો. ૧૦. ભાષા સમિતિ પાળવા માટે ઉઘાડે મોંએ બોલવું નહિ, તેમ છતાં
ગફલતથી જેટલીવાર ઉઘાડે મોંએ બોલી જવાય, તેટલી વાર
ઇરિયાવહીપૂર્વક એક લોગસ્સનો કાઉસગ્ગ કરું. ૧૧. આહાર-પાણી કરતાં તેમજ પ્રતિક્રમણ કરતાં, ઉપધિની પડિલેહણાં
કરતાં કોઈ મહત્ત્વનાં કાર્ય વગર કોઈને કદાપિ કાંઈ કહું નહિ,
(બોલું નહિ) ૧૨. એષણા સમિતિ પાળવા માટે નિર્દોષ પ્રાશુક જળ મળતું હોય ત્યાં
સુધી પોતાને ખપ છતાં ધોવાણવાળું જળ અણગળ (અચિત્ત)
જળ અને ઝરેલું પાણી લેવું નહિ. ૧૩. આદાન નિક્ષેપણા સમિતિ પાળવા માટે પોતાની ઉપાધિ પ્રમુખ પૂંજી
પ્રમાજી એ ભૂમિ પર સ્થાપન કરું, તેમજ ભૂમિ ઉપરથી લઉં,
પૂજવા-પ્રમાર્જવામાં ગફલત થાય તો ત્યાં જ નવકાર ગણું. ૧૪. ડાંડો પ્રમુખ પોતાની ઉપધિ જ્યાં ત્યાં મૂકી દેવાય તો તે બદલ એક
આયંબિલ કરું અથવા ઊભા ઊભા કાઉસ્સગ મુદ્રામાં રહી ૧૦૦
ગાથાનું સઝાય ધ્યાન કરું. ૧૫. પારિઠાવણિયા સમિતિ પાળવા માટે સ્પંડિલ, માગ્યું કે ખેલાદિક
(શ્લેષ્માદિક)નું ભાજન પરઠવતાં કોઈ જીવનો વિનાશ થાય તો નવી કરું અને સદોષ આહાર-પાણી પ્રમુખ વહોરીને પરવઠતાં
આયંબિલ કરું. ૧૬. અંડિલ, માગું વગેરે કરવાના કે પરઠવવાના સ્થાને “અણજાણહ
જસુગ્ગહો પ્રથમ કહું ને પરઠવિયા પછી ત્રણ વાર “વોસિરે” કહું. ૧૭. મનગુપ્તિ, વચનગુપ્તિ, પાળવા માટે મન અને વચન રાગાકુળ થાય
તો હું એકેક નીવી કરું અને કાય કુચેષ્ટા થાય તો ઉપવાસ કે * આયંબિલ કરું. જિન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) 999999999994 ૨૦૦ |