Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
માટે મોકલ્યો. એ વ્યક્તિ રાત્રિના સમયે ઉપાશ્રયમાં પ્રવેશ્યો. એ માણસ એકાંતમાં સૂતેલાં સૂરિવર્ય પર શસ્ત્રનો પ્રહાર કરવા માટે તત્પર થયો કે એ વખતે સૂરિવર્યએ પડખું બદલતી વખતે પ્રમાર્જનીથી પોતાના . શરીરનું પ્રમાર્જન કર્યું. એ જોતાં જ એ માણસ સ્તબ્ધ રહી ગયો. એના મનમાં એકાએક વિચાર આવ્યો - “જે મહાપુરુષ નિદ્રાવસ્થામાં પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવ-જંતુઓ પર કરુણા કરી એમને રજોહરણથી બચાવવાનો પ્રયાસ કરે છે, એવા દયાસાગર દીનબંધુ મહાન સંતનો વધ કરીને હું નિશ્ચિતરૂપે ઘોર પાપમાં પડીશ. ધિક્કાર છે મને.”
આપ વિચારી એ માણસ આચાર્ય સોમસુંદરસૂરિનાં ચરણોમાં પોતાનું મસ્તક રાખી વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યો. એણે સોમસુંદરસૂરિને આખી વાત કરી. સૂરિવર્યએ મધુર શબ્દોમાં એને આશ્વસ્ત કરતાં એને સમ્યકત્વનો બોધ આપ્યો.
ક્રિયોદ્ધારના માધ્યમથી નવોદિત શ્રમણ પરંપરાઓમાં અમુક સમય સુધી વિશુદ્ધ શ્રમણાચારનું સમ્યક્ પરિપાલન પણ થતું રહ્યું, પણ એક વખત શિથિલાચાર થવાનું ચાલુ થયું, એટલે એ ક્રમ ચાલતો જ રહ્યો. તપાગચ્છના બાવનમાં પટ્ટધર રત્નશેખરસૂરિના સમયથી જ શ્રમણશ્રમણી વર્ગમાં શિથિલાચારમાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થવા લાગી.
તપાગચ્છ પટ્ટાવલી અનુસાર શ્રમણ ભગવાન મહાવીરના પંચાવનમા પટ્ટધર હેમવિમલસૂરિના આચાર્યકાળમાં તો શિથિલાચાર પરાકાષ્ઠા સુધી પહોંચી ગયો હતો. એમના ઉત્તરાધિકારી અને ભગવાન મહાવીરના છપ્પનમા પટ્ટધર આનંદવિમલસૂરિના સમયમાં તો માત્ર શિથિલાચાર જ નહિ પણ ધર્મ અને શ્રમણાચારના વિશુદ્ધ સ્વરૂપમાં ઘૂસી ગયેલી વિકાર પરાકાષ્ઠા પાર કરી ચૂક્યો હતો.
આવશ્યકતા આવિષ્કારની જનની છે. તત્કાલીન આ અનિવાર્ય આવશ્યકતાની પૂર્તિ માટે લોંકાશાહ નામના મહાપુરુષે જિનશાસનના સંઘરથને વિકારોથી ઓતપ્રોત શિથિલાચારના કીચડમાંથી બહાર કાઢવાનો સંકલ્પ કર્યો. લોકાશાહથી પૂર્વે વખતોવખત જેટલાં પણ ક્રિયોદ્ધાર કરવામાં આવ્યા એમાં અગર મુખ્ય નિયમ અનિવાર્યરૂપે સંમિલિત કરીએ તો પ્રત્યેક જૈને માટે જિન પ્રરૂપિત એકમાત્ર આગમ જ સર્વોપરી પ્રામાણિક હશે અને નિર્યુક્તિઓ, ભાષ્ય, વૃત્તિઓ અને ચૂર્ણિઓ આગમોની સમકક્ષ કોઈ પણ દશામાં માનવામાં નહિ આવે. તો આવી સ્થિતિમાં ૨૧૦ ooooooooooo જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)