Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
દૂર-દૂર તપાસ કરાવી, પરંતુ તેઓ ક્યાંય દેખાયા નહિ. જગસ્ફૂશાહે સમજી લીધું કે - ‘એ કોઈ યોગી નહિ, પૂર્વજન્મના કોઈ સ્નેહી સ્વજન હતા, જે એને પુણ્ય અને યશ ઉપાર્જનનો ઉપાય બતાવવા અથવા
અવસર પ્રદાન કરવા આવ્યા હતા.'
ત્યાર બાદ જગડૂશાહે એ પાષાણશિલાને ધ્યાનથી જોવાની શરૂઆત કરી. ઘણીવાર સુધી સૂક્ષ્મ દૃષ્ટિએ જોતા રહ્યા, પછી એને શિલામાં એક જગ્યાએ સંધિની આશંકા થઈ. શંકાસ્પદ સ્થાને પાણી નાખવાથી એને પ્રતીત થયું કે એ શિલામાં એક જગ્યાએ ખૂબ કલાપૂર્ણ ઢંગથી સાંધો રાખવામાં આવ્યો છે. જે સહજ રીતે કોઈ ઓળખી ન શકે. જગડૂશાહે સાવધાનીપૂર્વક કૌશલથી શિલામાં રહેલા એ સાંધાને મહામુશ્કેલીએ ખોલ્યો તો એના આશ્ચર્ય અને આનંદનો પાર ન રહ્યો કે એ શિલાની અંદર માત્ર એક નહિ, પાંચ સ્પર્શ-પાષાણ અર્થાત્ પારસ રાખવામાં આવેલ છે, જેના સ્પર્શપાત્રથી લોખંડ સુવર્ણ થાય છે. જગડૂશાહે પરીક્ષા માટે નજીક રહેલા અનાજ તોળવાના એક ભારે બાટને પારસનો સ્પર્શ કરાવ્યો, તો તત્કાળ એ ભારે બાટ સુવર્ણનો થઈ ગયો. હવે જગડૂશાહને પાકો વિશ્વાસ થઈ ગયો કે - ‘ગુરુદેવ પૌષધની રાત્રિએ દુષ્કાળની બાબતમાં અને પોતાની બાબતમાં શિષ્યોને જે કહ્યું હતું કે એ અક્ષરશઃ સત્ય સિદ્ધ થશે.' જગડૂશાહે તત્કાળ ભાવિ ભીષણ દુષ્કાળથી સંપૂર્ણ દેશવાસીઓની રક્ષા કરવાના માટે પ્રચુરતમ માત્રામાં અનાજ સંગ્રહ કરવાનો દૃઢ સંકલ્પ કર્યો.
ત્યાર બાદ પોતાના સંકલ્પને કાર્યરૂપ પરિણત કરતાં જગડૂશાહે સહસ્રોની સંખ્યામાં મુનીમો અને કર્મચારીઓને દેશનાં વિભિન્ન સ્થાનોમાં અધિકાધિક અનાજ સંગ્રહ કરવા માટે નિયુક્તિ કરી સર્વત્ર વિશાળ ભંડારોમાં અનાજ સંઘરવાનું શરૂ કરી દીધું. માનવસેવાની ઉત્કટ ભાવનાથી ઓત-પ્રોત જગરૂશાહે પોતાનો દૃઢ સંકલ્પ પૂર્ણ કરવાનો અહર્નિશ પ્રયાસ કરતા-કરતા દુષ્કાળનો પ્રારંભ થાય એના એક વર્ષ પૂર્વે જ આશંકાથી પણ અધિક દીર્ઘકાલીન દુષ્કાળની સ્થિતિમાં પણ ભૂખના કારણે કોઈ મનુષ્યનુ મૃત્યુ ન થાય તે માટે ઘણા ધાન્ય ભંડારોનો સંગ્રહ કર્યો.
જે રીતે ચંદ્ર દ્વારા રોહિણી-શકટ-ભંજનથી આશંકા થઈ હતી તેમ વિ. સં. ૧૩૧૫માં સંપૂર્ણ દેશમાં ભીષણ દુષ્કાળ પડ્યો. દેશવાસીઓની 99 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૨૨૦ ૭૭