Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
૨૮. વીર્યાચાર યથાશકિત પાળું એટલે હંમેશાં પાંચ ગાથાદિકના
અર્થગ્રહણ કરી મનન કરું. ૨૯. આખા દિવસમાં સંયમમાર્ગમાં પ્રમાદ કરનારાઓને હું પાંચ
વખત હિતશિક્ષા આપું ને સર્વ સાધુઓને એકમાત્રક પરઠવી આપું. ૩૦. દરરોજ કર્મક્ષય અર્થે ચોવીસ કે વીસ લોગસ્સનો કાઉસગ્ન કરું
અથવા તેટલા પ્રમાણનું સજઝાય-ધ્યાન કાઉસગમાં રહી
સ્થિરતાથી કરું. ૩૧. નિદ્રાદિક પ્રમાદ વડે મંડળીમાં બરાબર વખતે હાજર ન થઈ
શકાય તો એક આયંબિલ કરું ને સર્વ સાધુઓની વૈયાવચ્ચ કરું. ૩૨. સંઘાડાદિકનો કશો સંબંધ ન હોય તો પણ બાળમુનિ કે માંદા
સાધુનું પડિલેહણ કરી આપું તેમજ તેમના ખેલ પ્રમુખ મળની
કુંડી પરઠવા વગેરે કામ પણ યથાશક્તિ કરી આપું. ૩૩. ઉપાશ્રયમાં પેસતાં (પ્રવેશ) નિસ્ટિહિ અને નીકળતા “આવસહિ”
કહેવાનું ભૂલી જાઉં તો, તેમજ ગામમાં પેસતાં-નીકળતાં પગ પૂજવા
વિસરી જાઉં તો યાદ આવે તે જ સ્થળે નવકાર ગણું. ૩૪-૩૫. કાર્ય પ્રસંગે વૃદ્ધ સાધુઓને, “હે ભગવાન! પસાય કરી અને
લઘુ સાધુને “ઇચ્છાકાર' એટલે તેમની ઇચ્છાનુસારે કરવાનું કહેવું ભૂલી જાઉં તો તેમજ સર્વત્ર જ્યારે-જ્યારે ભૂલ પડે ત્યારે-ત્યારે મિચ્છામિ દુક્કડમ્' એમ કહેવું જોઈએ. તે વિસરી જાઉં તો
જ્યારે સાંભરી આવે અથવા કોઈ હિતસ્વી સંભારી આપે ત્યારે તત્કાળ નવકારમંત્ર ગણું.” ૩૬. વડીલને પૂછ્યા વગર વિશેષ વસ્તુ લઉં - દઉં નહિ અને વડીલને
પૂછીને જ સર્વ કાર્ય કરું, પણ પૂછ્યા વગર કરું નહિ વગેરે વગેરે. (૫. કલ્યાણ વિજયજી લિખિત “તપાગચ્છ પટ્ટાવલી પૃ. ૧૯૦-૧૯૩)
સોમસુંદરસૂરિએ પોતાના ગચ્છમાં શિથિલાચારના ઉમૂલન માટે અનેક પ્રકારનાં કઠોર કદમ ઉઠાવ્યાં. એનાથી શિથિલાચારી અને યતિવર્ગના મનમાં એમના પ્રતિ વિદ્વેષાગ્નિ પ્રજ્વલિતુ થઈ. યતિવર્ગએ પોતાના વિશ્વસ્ત ઉપાસકથી એક હિંસક પ્રકૃતિના પુરુષને ૫૦૦ રૂપિયા લાલચ આપી રાત્રિના સમયે સોમસુંદરસૂરિના પ્રાણનો અંત લાવવા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 96969696969696969696969 ૨૦૯ ]