Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 201
________________ અગાઉ જણાવ્યા મુજબ ચૈત્યવાસીઓના વ્યાપક વર્ચસ્વના કારણે રક્ષિતસૂરિ અને એમના સાધુઓને નિર્દોષ આહાર-પાણી પણ મળતાં નહિ અને એવી સ્થિતિમાં એમણે આજીવન અનશન રૂપે પોતાના પ્રાણને પણ જોખમમાં મૂક્યો. રક્ષિતસૂરિના ત્યાગ-તપમય જીવન અને પરિષહ સહન કરવાથી જનમાનસ એમના પ્રત્યે આકર્ષિત થયું. એમના જીવનકાળમાં જ વિધિમાર્ગ (અંચલગચ્છ) એક સુદઢ અને સશક્ત ધાર્મિક સંઘ તરીકે લોકપ્રિય બનતો ગયો. એમના પટ્ટધર જયસિંહસૂરિએ વિ. સં. ૧૨૩૬ થી ૧૨૫૮ સુધીના પોતાના આચાર્યકાળમાં અંચલગચ્છને નવી ઊંચાઈઓ આપી. તેઓ પોતાના સમયના મહાન વાદી હતા. જયસિંહસૂરિએ અનેક ક્ષત્રિય વંશોને જૈનધર્મી બનાવીને વિધિપક્ષના અનુયાયીઓની સંખ્યામાં ઉલ્લેખનીય અભિવૃદ્ધિ કરી. એમના સમયમાં ૨૧૨૦ સાધુ, ૧૧૩૦ સાધ્વીઓ, ૧૨ આચાર્ય, ૨૦ વાચનાચાર્ય (ઉપાધ્યાય), ૧૭૩ પંડિત, ૧ મહત્તરા અને ૮૨ પ્રવર્તિનીઓ થયાં. જયસિંહસૂરિ પછી એમના વિશિષ્ટ શિષ્ય અને વિધિપક્ષ-ગચ્છના તૃતીય પટ્ટધર ધર્મઘોષસૂરિ, એમના પછી ચોથા પટ્ટધર મહેન્દ્રસૂરિ અને પાંચમા પટ્ટધર આચાર્ય સિંહપ્રભ પણ મહાન પ્રભાવક આચાર્ય થયા. સિંહપ્રભ વિ. સં. ૧૩૦૯માં આચાર્યપદ પર પ્રતિષ્ઠિત થયા. સિંહપ્રભસૂરિ પોતાના સમયમાં સુપ્રસિદ્ધ વાદી હતા. એમણે અનેક શાસ્ત્રાર્થોમાં વિજય પ્રાપ્ત કરી વિધિમાર્ગની પ્રતિષ્ઠામાં ઉલ્લેખનીય વૃદ્ધિ કરી. મેરૂતુંગીયા લઘુશતપદી' તથા મેરૂતુંગીય પટ્ટાવલી અનુસાર આટલા મોટા વિદ્વાન ને પ્રતિભાશાળી હોવા છતાં પણ સિંહપ્રભસૂરિ ધીમે ધીમે શિથિલાચાર તરફ ઉન્મુખ થતા ગયા અને અંતે એક રીતે ચૈત્યવાસીઓની જેમ નિયત-નિવાસી બની ગયા. વિધિસંઘના છઠ્ઠા આચાર્ય અજિતસિંહસૂરિએ તો શિથિલાચારમાં ચૈત્યવાસી પરંપરાના આચાર્યોને પણ પાછળ રાખી. દીધા હતા. સુવિહિત કહેવાતા અધિકાંશ ગચ્છ પણ ધીમે ધીમે ચૈત્યવાસીઓ દ્વારા નિર્મિત વિકૃતિઓના પોષક ને શિથિલ પથના પથિક બનવા લાગ્યા. અગર વખતોવખત જન-જન સમક્ષ જૈન ધર્મના આગમિક સ્વરૂપને પ્રકાશિત કરવા માટે સાહસી ક્રિયોદ્ધારકોએ ક્રિયોદ્ધારનું અભિયાન ન ચલાવ્યું હોત તો સંભવતઃ આજે આગમોમાં પ્રતિપાદિત ધર્મનું વિશુદ્ધ સ્વરૂપ વિકૃતિઓનાં પ્રચુર આવરણોથી એ રીતે ઢંકાઈ ગયું હોત જે રીતે શ્રાવણ-ભાદરવાનાં વાદળોથી સૂર્ય ઢંકાઈ જાય છે. ૧૯૨ 969696969696969696963ન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪)

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282