Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પોતાના પરિવારજનો સાથે એમના શ્રદ્ધાળુ શ્રાવક થયા. સમયશ્રી નામની એમની પુત્રીએ એક કરોડ મૂલ્યના અલંકારો અને વિપુલ સંપદા તથા ઘર-પરિવાર આદિનો પરિત્યાગ કરી પોતાની ૨૫ સહેલીઓ સાથે રક્ષિત-સૂરિની પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી. વિઉણપ નગરના નિવાસી અનેક લોકોએ પાંચ મહાવ્રતની ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને વિશાળ સંખ્યામાં ત્યાંના નિવાસીઓએ શ્રાવકધર્મનો અંગીકાર કર્યો.
આ પ્રકારે આચાર્ય રક્ષિતસૂરિ (વિજયચંદ્રસૂરિ) વિભિન્ન પ્રદેશોના ગામ, નગર, પુર, પાટણ આદિમાં ધર્મપ્રચાર કરતાં વિચરણ કરવા લાગ્યા. એમના પ્રભાવપૂર્ણ ઉપદેશોથી સાધુ-સાધ્વીઓ અને શ્રાવકશ્રાવિકાઓની સંખ્યામાં ઉત્સાહવર્ધક અભિવૃદ્ધિ થઈ.
એ દિવસોમાં કોંકણ પ્રદેશના સોપારક નામના નગરમાં દાહડ નામે એક શ્રેષ્ઠી રહેતા હતા. એમની ધર્મપરાયણ પત્ની નેટીએ એક રાત્રિમાં પૂર્ણિમાના પૂર્ણચંદ્રના સ્વપ્નદર્શન સાથે ગર્ભ ધારણ કર્યો. ગર્ભકાળની પરિસમાપ્તિ બાદ નેટીએ એક પુત્રરત્નને જન્મ આપ્યો. એનું નામ (જાસિગ) જયસિંહ રાખવામાં આવ્યું. શૈશવકાળથી જ એનામાં ધર્મના સંસ્કાર હતા. એક દિવસ એણે ગુરુના મુખેથી જમ્મૂ સ્વામીનું ચરિત્ર સાંભળ્યું. આર્ય જમ્મૂ સ્વામીના ઉત્કૃષ્ટ ત્યાગથી ઓતપ્રોત જીવનવૃત્તને સાંભળતાં જ જયસિંહનું મન વૈરાગ્યથી ઓતપ્રોત થઈ ગયું. એણે યેન-કેન પ્રકારે માતા-પિતાની અનુમતિ પ્રાપ્ત કરી પોતાના મિત્ર સુખદત્તની સાથે અણહિલપુર તરફ પ્રસ્થાન કર્યું. ચાલુક્યનરેશ સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી જયસિંહ એ વખતે સ્થિરપદ્રપુરમાં બિરાજમાન રક્ષિતસૂરિની સેવામાં ઉપસ્થિત થયા. રક્ષિતસૂરિએ તેની સાથે વાત કરતાં પરિચય થયો કે તરત જયસિંહે (જાસિગ) દીક્ષા લેવાની પોતાની આંતરિક ઇચ્છા વ્યક્ત કરી.
શુભ મુહૂર્તમાં જાસિગે આચાર્ય રક્ષિતસૂરિ પાસેથી પંચ મહાવ્રત રૂપ નિગ્રંથ શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી. અથાક પરિશ્રમ, પૂર્ણ વિનય અને ગુરુકૃપાના પ્રસાદથી જાસિગ પાંચ વર્ષમાં જ શ્રુત સાગરના પારગામી વિદ્વાન થઈ ગયા. જાસિગ મુનિને આચાર્યપદનો ભાર વહન કરવા માટે સુયોગ્ય સમજીને રક્ષિતસૂરિએ એમને ઠાઠ-માઠથી જીજી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૮૬ ૭