Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
બીજા દિવસે પ્રાતઃકાળે દેવી દ્વારા થયેલી ભવિષ્યવાણી અનુસાર, સંઘપતિ યશોધન વિશાળ સંઘની સાથે પાવાગિરિના શિખરે યાત્રાર્થે પહોંચ્યાં. સંઘપતિ અને સંઘની પ્રાર્થના સ્વીકારી મુનિ વિજયચંદ્રએ એમને વીતરાગવાણીનો રસાસ્વાદ કરાવ્યો. ઉપદેશ સાંભળી સંઘપતિ અને સંઘના અનેક સદસ્યોએ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી. ત્યાર બાદ સંઘપતિ યશોધને મુનિ વિજયચંદ્ર અને તેમના સાધુઓને પારણા કરવાની પ્રાર્થના કરી. સંઘનાં વિશ્રામસ્થળોમાં ૪૨ દોષરહિત એષણીય આહારપાણી હેતુ મધુકરી કરતી વખતે ભિક્ષામાં મુનિઓને જે વિશુદ્ધ આહારપાણીની પ્રાપ્તિ થઈ તેનાથી મહામુનિ વિજયચંદ્ર અને તેમના સાથી સાધુઓએ એક માસની નિર્જળ-નિરાહાર કઠોર તપસ્યાનું પારણુ કર્યું.
ત્યાર બાદ સંઘપતિ અને સંઘની પ્રાર્થનાનો સ્વીકાર કરી મુનિ વિજયચંદ્રએ સર્વજ્ઞ પ્રણીત શ્રાવકધર્મ પર હૃદયસ્પર્શી અને અંતર્ચક્ષુઓને ખોલનાર, પ્રકાશ પાડનાર શ્રાવકોના અથથી ઇતિ સમસ્ત કર્તવ્યોનું વિસ્તારથી વર્ણન કર્યું. મુનિ વિજયચંદ્રએ શ્રાવકના પડાવશ્યકો, જિનપૂજા, સાધુવંદન આદિની વિધિ બતાવતા શ્રાવકવર્ગ માટે ઉત્તરાસંગથી આ બધી ધાર્મિક ક્રિયા કરવાનો ઉપદેશ આપ્યો. આ ઉપદેશથી સંઘપતિ શ્રેષ્ઠી યશોધને શ્રાવકનાં બાર વ્રતો અંગીકાર કર્યાં.
પાવાગિરિથી સંઘ સહિત પોતાના નગરમાં પાછા ફરતી વખતે શ્રેષ્ઠી યશોધને મુનિ વિજયચંદ્ર અને એમના સાધુઓને પણ પોતાની સાથે લીધા. પોતાના નગર ભાલિયપુરમાં પહોંચ્યા પછી યશોધને એક સુંદર જૈનભવનનું નિર્માણ કરાવી એમાં બ્રહ્મચર્ય વ્રતધારી શ્રાવકો પાસે વિધિપૂર્વક ભગવાન ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરાવી. ચક્રેશ્વરીદેવીના વચનથી મુનિ વિજયચંદ્ર વિધિપક્ષના આચાર્ય બન્યા. આચાર્ય પદારોહણના સમયે એમનું નામ રક્ષિતસૂરિ રાખવામાં આવ્યું. શ્રાવક-અગ્રણી યશોધને મોકળા મનથી વિપુલ ધનરાશિ વ્યય કરી પૂરા ઠાઠ-માઠથી હર્ષોલ્લાપૂર્વક રક્ષિતસૂરિનો પાટ મહોત્સવ કર્યો.
આચાર્યપદે પ્રતિષ્ઠિત થતા જ રક્ષિતસૂરિએ એ સમયના શ્રમણશ્રમણી વર્ગમાં વ્યાપ્ત શિથિલાચારનું ઉન્મૂલન કરવાનો પુરુષાર્થ કર્યો. એમણે આગમ પ્રણીત વિશુદ્ધ શ્રમણાચારની બહાલીના ઉદ્દેશથી વિધિમાર્ગની પ્રતિષ્ઠા કરી અને નીચે મુજબ સમાચારી જાહેર કરી : ઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૮૪ ૭૭