Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પારસ્પરિક વિરોધ ઉત્તરોત્તર વધતો ગયો. વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધ અને સત્તરમી સદીના પ્રથમ ત્રણ દાયકામાં તો આ વૈમનસ્ય તેની ચરમસીમાએ પહોંચ્યું.
તપાગચ્છીય ઉપાધ્યાય ધર્મસાગરે પોતાના ગ્રંથ પ્રવચન પરીક્ષામાં ખરતરગચ્છની સર્વાધિક કટુ અને તીખી આલોચના કરી છે. એમણે આચાર્ય જિનવલ્લભસૂરિને એમના જીવનના અંતકાળ સુધી ચૈત્યવાસી પરંપરાના શ્રમણ જ બતાવ્યા છે. આ રીતે ધર્મસાગરે જિનદત્તસૂરિ માટે અશોભનીય ભાષાનો પ્રયોગ કરતાં એમને “ઔષ્ટિક અને એમના ગચ્છને “ઔષ્ટ્રિકગચ્છ” “ચામુંડાગચ્છ', ગર્દભગચ્છ' સુધીની સંજ્ઞા આપી દીધી છે. આવા સાંપ્રદાયિક વિદ્વેષના કારણે વિરોધીઓએ ન કેવળ જિનવલ્લભસૂરિ અને જિનદત્તસૂરિની જ આલોચના કરી, ઉપરાંત જૈન ધર્મને વિશુદ્ધ સ્વરૂપમાં જન-જન સમક્ષ પ્રગટ કરનાર મહાન આચાર્ય વર્ધમાનસૂરિની પણ કટુ આલોચના કરવામાં કોઈ પ્રકારની કોઈ કસર રાખી નહિ.
ઉપાધ્યાય ધર્મસાગરે ન કેવળ શ્રી વર્ધમાનસૂરિને જ પણ તેમના દ્વારા પ્રચલિત કરવામાં આવેલી શ્રમણ પરંપરાને મૂળતઃ સુવિહિત. પરંપરાથી ભિન્ન પરંપરા સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. એમણે કહ્યું છે કે - “ખરતરગચ્છની મર્યાદાઓને પ્રામાણિક માની લેવાથી સમગ્ર જિનશાસનને જ અપ્રામાણિક માનવા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ જશે, કારણ કે ખરતરગચ્છની મર્યાદા અને જિનપ્રવચન આ બંને પરસ્પર એકબીજાથી ભિન્ન અને વિપરીત દિશાઓમાં લઈ જનાર છે.”
(ખરતરગચ્છની શાખાઓ) 'વર્ધમાનસૂરિથી લઈને એમના સાતમા પટ્ટધર જિનપતિસૂરિ સુધી ખરતરગચ્છ' નામથી પ્રસિદ્ધ એક એકમ તરીકે સુગઠિત વર્ધમાનસૂરિની પરંપરા જિનશાસનનો પ્રચાર-પ્રસાર કરતી રહી. જિનપતિસૂરિના શિષ્ય જિનેશ્વરસૂરિ (દ્વિતીય)ના સમયમાં વિ. સં. ૧૨૮૦માં ખરતરગચ્છને બે અલગ આચાર્યના નેતૃત્વમાં બે વિભાગોમાં વિભક્ત કરવામાં આવ્યો.
જિનેશ્વરસૂરિ(દ્વિતીય)ના બે મુખ્ય શિષ્યો હતા. એકનું નામ હતું જિનસિંહસૂરિ. જેઓ જન્મથી શ્રીમાલ જાતિના હતા. એમના બીજા શિષ્યનું ( ૧૬ 9696969696969696969696જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)