Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ત્યારથી રાજાનું અનુકરણ કરતાં લોકોએ પણ વર્ધમાનસૂરિના શિષ્ય પરિવાર, સાધુ-સાધ્વીસમૂહ “માટે આ ખરાં છે' કહેવાની શરૂઆત થઈ. આ રીતે આ સાધુ-સાધ્વી સમુદાયને લોકો પ્રારંભથી ખરાં, શુદ્ધ, સાચાં, કસોટીમાં પાર ઊતરનારા આદિ વિશેષણોથી સંબોધિત કરવા લાગ્યા હતા. આ કોઈ બિરુદમૂલક શબ્દ ન હતો, પણ સ્વીકૃતિનો ભાવ વ્યક્ત થતો હતો. દુર્લભરાજ દ્વારા વર્ધમાનસૂરિના પટ્ટધર શિષ્ય, જિનેશ્વરસૂરિ અને એમનાં શ્રમણ-શ્રમણીસમૂહ માટે પ્રશંસા સ્વરૂપે પ્રયોજાયેલો “ખરાં, અતિ ખરાં એ શબ્દ વર્ધમાનસૂરિ દ્વારા પ્રારંભ થયેલ, ગચ્છ માટે “ખરતરગચ્છ'ના રૂપે લોકોમાં પ્રચલિત થયો.
| વિક્રમની સત્તરમી સદીમાં તપાગચ્છીય લેખક ઉપાધ્યાય ધર્મસાગર ગણિએ એમ સિદ્ધ કરવાનો પૂરો પ્રયાસ કર્યો કે - “ચાલુક્યરાજ દુર્લભરાજે જિનેશ્વરસૂરિ અથવા એમનાં સાધુ-સાધ્વી સમૂહને ખરતર' બિરુદ પ્રદાન નથી કર્યું, એનાથી વિપરીત જિનદત્તસૂરિના અતિ ઉગ્ર સ્વભાવ અને અતિ કઠોર સંભાષણના કારણે લોકોએ તેમને
ખરતર સંબોધનથી ઓળખવાનો પ્રારંભ કર્યો અને સમય જતાં જિનદત્ત-સૂરિનો ગચ્છ ખરતરગચ્છ'ના નામે લોકોમાં રૂઢ થયો.
“ગુર્નાવલીકાર જિનપાલોપાધ્યાયના મત મુજબ ચૈત્યવાસીઓની સાથે શાસ્ત્રાર્થમાં જિનેશ્વરસૂરિએ આગમના આધારે નિયત નિવાસ ચૈત્યવાસને શાસ્ત્રવિરુદ્ધ અને વસતિવાસને શાસ્ત્રસંમત સિદ્ધ કરી ચૈત્યવાસીઓને પરાજિત કર્યા. આ રીતે વર્ધમાનસૂરિએ ચૈત્યવાસીઓના દુર્ભેદ્યગઢ પાટણના ચૈત્યવાસીઓ પર વિજય પ્રાપ્ત કરી ગુજરાતના પાટનગર પાટણમાં અનેક શતાબ્દીઓથી તિરોહિત વસતિવાસનો શુભારંભ કર્યો. પાટણમાં વસતિવાસ પ્રચલિત કરવાનું વિવરણ પ્રસ્તુત કરતા પ્રભાવક ચરિત્રકાર પ્રભાચંદ્રસૂરિએ જિનપાલોપાધ્યાયના વિવરણથી ભિન્ન પ્રકારનું વિવરણ આપ્યું છે, જે વાંચવાથી સ્પષ્ટતઃ પ્રગટ થાય છે કે - “દુર્લભરાજની સભામાં ચૈત્યવાસીઓની સાથે જિનેશ્વરસૂરિનો કોઈ પ્રકારનો શાસ્ત્રાર્થ અથવા વાદ-વિવાદ નથી થયો; પણ મહારાજ દુર્લભરાજ દ્વારા કરવામાં આવેલ વિનમ્ર નિવેદન, “આપ કૃપા કરી બહારથી આવેલા આ ગુણવાન મહાપુરુષોને અણહિલપુરપાટણમાં રહેવાની અનુમતિ પ્રદાન કરો.” સાંભળીને ત્યવાસી આચાર્યોએ | ૧૦૦ છ9696969696969696969] જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)