Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જ પ્રામાણિક માનતા હતા. આગમો સિવાયનાં ભાષ્યો, ટીકાઓ, ચૂર્ણિ, વૃત્તિઓ આદિ પંચાંગીનાં અંગોને પ્રામાણિક માનતા ન હતા.'
એ સિવાય આ તથ્થોથી એ પણ પ્રગટ થાય છે કે - “વર્ધમાનસૂરિની પરંપરા જે સમય જતા ખરતરગચ્છના નામથી લોકોમાં પ્રચલિત થઈ, એ પણ પ્રારંભે કેવળ આગમોને જ પ્રામાણિક માનતી હતી. જેમ જેમ સમય વીતતો ગયો, ચૈત્યવાસીઓના સંગ અથવા પ્રભાવથી સુવિહિતા કહેવાતા ગચ્છોમાં નિયુક્તિઓ, ભાષ્યો, વૃત્તિઓ અને ચૂર્ણિઓને પણ આગમોની જેમ જ પ્રમાણભૂત માનવાની પ્રવૃત્તિ ઘર કરતી ગઈ.” ધીમે ધીમે એનો પ્રભાવ સમગ્ર ધર્મક્રાંતિ તરીકે કિયોદ્ધાર કરનાર વર્ધમાનસૂરિની પરંપરા પર પણ વધતો ગયો; અને આ પરંપરાના ઉત્તરકાળવર્તી આચાર્યોએ પણ ચૈત્યવાસીઓની સમાન આગમવિરોધી આચાર અંગીકાર કરી લીધા.
ઉદાહરણ તરીકે ખરતરગચ્છના સિત્તેરમા પટ્ટધર આચાર્ય જિનમહેન્દ્રસૂરિના જીવનથી સંબંધિત એક ઉદાહરણ ઇતિહાસશ પં. કલ્યાણવિજયના ગ્રંથ પટ્ટાવલી પરાગ સંગ્રહમાંથી અહીં પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. જિનમહેન્દ્રસૂરિનો જન્મ વિ. સં. ૧૮૬માં થયો. વિ. સં. ૧૮૮૫માં એમણે દીક્ષા લીધી. વિ. સં. ૧૮૯૨માં જોધપુરના મહારાજા માનસિંહના રાજ્યકાળમાં તેમને આચાર્યપદ પર આરૂઢ કરવામાં આવ્યા. તેઓ શ્રી પાદલિપ્તપુરમાં તપાગચ્છીય ઉપાશ્રયની આગળ થઈને વાજિંત્ર વગાડતાં જિનમંદિરમાં દર્શનાર્થે ગયા. શ્રી સંઘાધિપતિએ સપરિવાર ગુરુને પોતાના નિવાસસ્થાને બોલાવીને સુવર્ણમુદ્રાઓથી નવાંગપૂજા કરી અને ૧૦ હજાર રૂપિયા અને પાલખી સંઘ સમક્ષ ભેટ કરી. વાચક, પાઠક, સાધુવર્ગને સુવર્ણમુદ્રાઓ તથા મહાવસ્ત્રાદિ જ્ઞાનઉપકરણ ભેટ ધર્યા. શ્રી ગુરુએ પણ ૮૪ ગચ્છીય સમસ્ત આચાર્ય તથા સહસ્ત્ર સાધુઓને મહાવસ્ત્ર ને પ્રત્યેકને બે-બે રૌણ મુદ્રાઓ અર્પણ કરી.
પટ્ટાવલી સંખ્યા ૨૩૨૯માં ઉલ્લેખિત આ પ્રકારનાં વિવરણથી સ્પષ્ટતઃ એમ પ્રમાણિત થાય છે કે વિક્રમની ઓગણીસમી શતાબ્દીના અંતિમ ચરણમાં યશસ્વિની પરંપરા ખરતરગચ્છના આચાર્યોમાં શિથિલતા એ હદ સુધી વધી ગઈ કે ચૈત્યવાસીઓ અને સુવિહિત કહેવાતી પરંપરાના આચાર્યોના આચાર-વિચારમાં કોઈ વિશેષ ભેદ ન રહ્યો. આગમોમાં ૧૦૨ 969696969696969696900 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)