Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સમયે મધ્યપ્રદેશના કોઈ ગામમાં રહેનાર કૃષ્ણ નામના એક બ્રાહ્મણના શ્રીપતિ અને શ્રીધર નામના બે પુત્ર વેદ-વેદાંત અને અનેક વિદ્યાઓમાં પ્રવીણતા પ્રાપ્ત કરીને દેશાટન-હેતુ પોતાના ઘરેથી નીકળ્યા. અનેક સ્થાનો પર ફરતાં-ફરતાં બંને ભાઈ ધારાનગરીમાં પહોંચ્યા.
શ્રેષ્ઠીવર્ય લક્ષ્મીપતિની દાનશીલતા અને પરોપકારિતાની ખ્યાતિ સાંભળીને તેઓ ભિક્ષાર્થે તેના ઘરે ગયા. શ્રેષ્ઠીએ ખૂબ પ્રેમથી ભિક્ષા અને ઈચ્છા પ્રમાણે વસ્ત્ર-પાત્ર આદિ દાન કર્યું. બંને બ્રાહ્મણ કુમારો એ થોડા દિવસ ધારાનગરીમાં રોકાઈ જવાનો વિચાર કર્યો. તેઓ દરરોજ લક્ષ્મીપતિના ઘરે ભિક્ષાર્થે જતા અને લક્ષ્મીપતિ એમને યથાઇચ્છા ભિક્ષા પ્રદાન કરતો.
લક્ષ્મીપતિના ઘરમાં બેઠકની પાસે જ એક વિશાળ પ્રાચીન શિલાલેખ હતો. શિલાલેખમાં ધર્મ, શ્રેષ્ઠીના પૂર્વજો, એમના દ્વારા થયેલાં ઉલ્લેખનીય કાર્યો આદિના સંબંધમાં તિથિ, વાર, વર્ષ આદિ ઉલ્લેખોની સાથે મહત્ત્વની બાબતોનું વિવરણ આપવામાં આવેલું.
શ્રીપતિ અને શ્રીધર બંને ભાઈઓની દૃષ્ટિ એ શિલાલેખ પર પડી. એ બંને ભાઈઓએ શિલાલેખોને છેવટ સુધી વાંચ્યા. બંનેને આ શિલાલેખ ખૂબ મહત્ત્વનો અને રૂચિકર લાગ્યો. બંને ભાઈ દરરોજ ભિક્ષા માટે જ્યારે શ્રેષ્ઠીના ઘરે જતા તો એકાગ્રચિત્ત થઈને શિલાલેખ વાંચતા. આ રીતે બંને ભાઈઓએ અનેક વખત વાંચીને શિલાલેખને આત્મસાત્ કર્યો.
એક દિવસ શેઠ લક્ષ્મીપતિના ઘરમાં આગ લાગી અને તેની વિપુલ સંપત્તિની સાથે એ પ્રાચીન શિલાલેખ પણ અગ્નિની પ્રચંડ જ્વાળાઓમાં આવીને નષ્ટ થઈ ગયો. શિલાલેખને નષ્ટ થયેલો જોઈ લક્ષ્મીપતિ ખૂબ વ્યથિત થયો.
બીજા દિવસે શ્રેષ્ઠી લક્ષ્મીપતિ જ્યારે ચિંતાગ્રસ્ત વદને બેઠા હતા, ત્યારે શ્રીપતિ અને શ્રીધર તેના ઘરે આવ્યા. અગ્નિ-તાંડવે વેરેલા વિનાશને જોઈ તેમને પણ દુઃખ થયું. શ્રીપતિએ ઉદારમનવાળા શ્રેષ્ઠીને દુઃખની ક્ષણે સાંત્વન આવ્યું, ત્યારે શ્રેષ્ઠીએ કહ્યું : “મને અન્ન, વસ્ત્ર, જિન ધર્મનો મોલિક ઇતિહાસ (ભાગ-૪) 233300002336200 ૩૩ ]