Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આચાર્ય દ્રોણમૂરિ
વીર નિર્વાણની સોળ-સત્તરમી સદી (વિક્રમની અગિયારમીબારમી અને ઈ.સ.ની અગિયારમી સદીના જૈનાચાર્યોમાં ચૈત્યવાસી પરંપરાના આચાર્ય દ્રોણસૂરિ(દ્રોણાચાર્ય)નું જીવનવૃત્ત તત્કાલીન જૈન ઇતિહાસની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. દ્રોણાચાર્ય નવાંગી વૃત્તિકાર અભયદેવસૂરિના સમકાલીન અને અભયદેવસૂરિ કરતાં સંભવતઃ વયોવૃદ્ધ હતા. તેમ છતાં દ્રોણાચાર્ય સદાય અભયદેવસૂરિને વિશેષ સન્માન આપતા હતા. વરિષ્ઠને જે રીતે આદર અપાય તે રીતે તેઓ અભયદેવસૂરિ પ્રત્યે આદર વ્યક્ત કરતા હતા. એમના જીવનની આ વિશેષતા હતી કે તેઓ ગુણજ્ઞ અને ગુણાનુરાગી હતા, તેનું પ્રમાણ અભયદેવસૂરિ પ્રત્યેના વ્યવહારમાં મળી આવે છે.
વિ. સં. ૧૦૮૦ સુધી ચૈત્યવાસી પરંપરાનો સંઘ અતિ વિશાળ અને શક્તિશાળી હતો. એમાં ચોર્યાશીગચ્છ અને ચોર્યાશી આચાર્ય હતા. એ સર્વમાં સૂરાચાર્ય સર્વોપરી આચાર્ય મનાતા હતા. ચોર્યાશી ગચ્છોમાંથી પ્રત્યેક ગચ્છની વ્યવસ્થાનું સંચાલન એ ગચ્છના આચાર્ય કરતા હતા. એ ચોર્યાશી આચાર્યોમાંથી સંઘ જેને પ્રધાનાચાર્યપદે અધિષ્ઠિત કરે તેની આજ્ઞાનું બાકી સર્વ આચાર્ય શિરોધાર્ય ગણી પાલન કરતા હતા. જિનશાસનના પ્રચાર-પ્રસાર માટે પ્રત્યેક ગચ્છની ગતિવિધિને સમીચીન સ્વરૂપે સંચાલિત કરવાંનું ઉત્તરદાયિત્વ પ્રત્યેક ગચ્છના આચાર્યનું રહેતું હતું. બધા સંઘોને એક સૂત્રમાં બાંધીને દરેક ગચ્છ માટે એક જ પ્રકારની નીતિ નિર્ધારિત કરી દરેક આચાર્યો પાસે એ નીતિનું પરિપાલન કામ પ્રધાનાચાર્યને અધીન હતું. કોઈ પણ ગચ્છની કાર્યપ્રણાલીમાં ગુણદોષ જણાય તો તેનું નિવારણ કરવું કે ગુણવૃદ્ધિ હેતુ સંબંધિત આચાર્યને યોગ્ય નિર્દેશ આપવાનું કાર્ય પ્રધાનાચાર્યના અધિકારોમાં જ સમાવિષ્ટ હતું. ચૈત્યવાસી પરંપરાની બે મોટી વિશેષતાઓ ખાસ પ્રકાશમાં આવે છે. - પ્રથમ તો એ કે ચૈત્યવાસી પરંપરાની તેના ગચ્છોની પાટણથી સુદૂરસ્થ પ્રદેશ સૂર્યપુરમાં શાખા અને આશીદુર્ગ ઉપખંડમાં ઉપશાખાની જેમ દેશના વિભિન્ન ભાગોમાં શાખાઓ અને ઉપશાખાઓની જાળ ફેલાયેલી હતી. બીજી વિશેષતા એ GFGGFG જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૪૮