Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું : “કોઈ પણ પ્રાણીની સ્રીભવમાં મુક્તિ થતી નથી. સ્ત્રી વસ્તુતઃ નિર્બળ હોય છે. સંસારમાં જેટલાં પણ સામાન્ય સત્ત્વવાળાં પ્રાણી છે, એમની મુક્તિ થતી નથી. એનું સાક્ષાત્ ઉદાહરણ છે બાળક, નિઃસત્ત્વ યુવા પુરુષ અને અબળા-નારી. આ બધાં તથ્યોના આધારે હું મારો મત સ્પષ્ટ કરું છું કે - ‘અબળા હોવાના કા૨ણે સ્ત્રીની એ જ ભવમાં મુક્તિ કદાપિ સંભવ નથી.””
સ્ત્રીઓ તુચ્છ સત્ત્તા હોવાના અભિપ્રાય સાથે કુમુદચંદ્રએ પોતાનો ઉપરોક્ત વિચાર રજૂ કર્યો, જેના પ્રત્યુત્તર તરીકે શ્વેતાંબરાચાર્ય દેવસૂરિએ પોતાનો વિપરીત પક્ષ રજૂ કર્યો : “પૌરુષસભર પુરુષોની જેમ જ સ્ત્રી પણ મહાસત્ત્તા હોય છે. મહાસત્ત્વા હોવાના કારણે સ્ત્રી પણ મુક્તિની અધિકારી છે. એનું પ્રમાણ શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે કે - ‘ભગવાન ઋષભદેવની માતા મરુદેવીએ પોતાના સ્ત્રીભવમાં જ મુક્તિ પ્રાપ્ત કરી. વર્તમાન અવસર્પિણીકાળમાં સર્વપ્રથમ મુક્તિ મેળવનારી સ્ત્રી માતા મરુદેવી જ છે; જે સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રોમાં સ્પષ્ટ રૂપે લખવામાં આવ્યું છે. આમ, દિગંબરાચાર્ય દ્વારા રજૂ કરવામાં આવેલો તર્ક નિતાંત નિરાધાર અને તથ્યહીન છે. પ્રત્યક્ષ જોવા મળે છે કે સ્ત્રીઓ મહાસત્ત્વશાલિની હોય છે. એનું સાક્ષાત્ પ્રમાણ છે વિશાળ ગુર્જર રાજ્યની રાજમાતા મહાદેવી મયણલ્લમા. મહાસતી સીતા, માતા કુંતી, સુભદ્રા આદિ મહાસત્ત્વશાલિની નારીરત્નોના અતુલ સાહસ અને અનુપમ શૌર્યનાં આખ્યાન માત્ર આપણાં ધર્મશાસ્ત્રોમાં જ નથી, પણ અન્ય ધર્મોના પ્રામાણિક આર્ષ ગ્રંથોમાં પણ છે. શું આ ન્યાયવાદિની રાજસભામાં કોઈ એક પણ વ્યક્તિ એવી છે કે જે સીતા, કુંતી આદિ મહાસતીઓ અને રાજમાતા મયણલ્લમાને તુચ્છસત્ત્વાસિદ્ધ કરવાની ધૃષ્ટતા કરવાનું સાહસ કરે ? હું સમજુ છું કે મારા માનનીય મિત્ર શ્રી કુમુદચંદ્ર પણ આવું દુઃસાહસ નહિ કરી શકે. એ સિવાય એમ જોવા મળે છે કે અનેક સ્ત્રીઓ તો પુરુષોની સરખામણીએ મહાસત્ત્વશાલિની હોય છે. મહાસત્ત્વશાલિની હોવાના કારણે જ અનેક સ્ત્રીઓ ભૂતકાળમાં મુક્તિ પ્રાપ્ત કરી ચૂકી છે. વર્તમાનમાં પણ પંચ મહાવિદેહ ક્ષેત્રોમાં મુક્ત થાય છે, અને અનંત ભવિષ્યકાળમાં પણ અનેક સ્ત્રીઓ ઉજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૧૦૦ ૩૭