Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પૂર્વવર્તી દરેક વ્યાકરણ અપૂર્ણ અને દુર્બોધ હતા. એટલે વિદ્ સમાજે સર્વસંમતિથી “સિદ્ધહેમ વ્યાકરણ'ને પ્રમાણિત કર્યો. સ્વયં સિદ્ધરાજ જયસિંહે વિદ્વાનોની સાથે “સિદ્ધહેમ વ્યાકરણ”નું સાર્થ વાંચન કર્યું. એના વાંચનથી મહારાજ સિદ્ધરાજને અપૂર્વ આનંદની અનુભૂતિ થઈ. એમણે તત્કાળ ઘોષણા કરી કે - “પ્રતિવર્ષ ત્રણ લાખ રોપ્ય મુદ્રાઓ સિદ્ધહેમ વ્યાકરણની પ્રત લખાવવા માટે રાજ્યકોષમાંથી ખર્ચ કરવામાં આવે.' સિદ્ધહેમ વ્યાકરણની પ્રત લખવા માટે વિભિન્ન નગરો અને ગામોમાંથી ત્રણસો પ્રખ્યાત લેખકો (લહિયાઓ)ને પાટણ બોલાવી લેખનકાર્યનો પ્રારંભ કરાવ્યો. સિદ્ધહેમ વ્યાકરણની વિપુલમાત્રામાં નકલો એકસાથે તૈયાર થઈ ગયા બાદ સર્વપ્રથમ દરેક ધર્મના ગુરુઓ અને વિદ્યાલયોના અધ્યાપકોમાં તેનું વિતરણ થયું. “સિદ્ધહેમ વ્યાકરણ”ની ઉપનિબંધ સહિત વીસ નકલ મહારાજા જયસિંહે કાશ્મીરના ભારતી મંદિરમાં સન્માનપૂર્વક ભેટ આપી, જે ભારતના ગ્રંથાગારમાં મૂકવામાં આવી. ત્યાર બાદ વિશાળ ગુર્જર રાજ્યના દરેક નગર અને ગામમાં સિદ્ધહેમ વ્યાકરણની નકલ વિદ્વાનો અને વિદ્યાર્થીઓને અધ્યયનાથે વિતરિત કરવામાં આવી.
એ દિવસોમાં અણહિલપુર-પાટણમાં કાયસ્થ કુલોત્પન્ન કાકલ નામના એક વિદ્વાન રહેતા હતા. એમણે આઠ પ્રકારનાં વ્યાકરણોનું પારદર્શી અધ્યયન કર્યું હતું. આચાર્ય હેમચંદ્રસૂરિના પરામર્શથી સિદ્ધરાજ જયસિંહે કાકલને સિદ્ધહેમ વ્યકરણના અધ્યાયન અર્થે પ્રાધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. એમની પાસે અધ્યયન અર્થે વિવિધ સ્થળેથી મોટી સંખ્યામાં વ્યાકરણના વિદ્યાર્થીઓ આવવા લાગ્યા. મહારાજા જયસિંહે સ્વશાસિત ગુર્જર, માલવ આદિ ૧૮ પ્રદેશોમાં સિદ્ધહેમ વ્યાકરણ ગ્રંથનાં અધ્યયન-અધ્યાપનની રાજાજ્ઞા પ્રસારિત કરાવી.
સિદ્ધહેમ વ્યાકરણ' ગ્રંથના અધ્યયન-અધ્યાપનને સંપૂર્ણ પ્રોત્સાહન પ્રદાન કરવાના હેતુથી દરેક વર્ષની જ્ઞાન પાંચમના દિવસે અખિલ રાજ્યસ્તરે “સિદ્ધહેમ વ્યાકરણની પરીક્ષાનું આયોજન રાજ્ય તરફથી થતું હતું. જે શિક્ષાર્થી આ પરીક્ષામાં ઉચ્ચ ગુણાંકથી ઉત્તીર્ણ થતા હતા, એમને સ્વયં મહારાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા મહાર્ણ, શાલ, જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) 999999999999 ૧૨૩]