Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વાત તો દૂર ધમપકરણ સિવાય કોઈ પણ પ્રકારના પરિગ્રહનું કોઈ પ્રયોજન નથી. કારણ કે કોઈ પણ પ્રકારનો પરિગ્રહ અને વિશેષતઃ રાજ્યનું શાસન અન્તતોગત્વા નરકમાં ધકેલનારું જ છે.”
આચાર્ય હેમચંદ્રસૂરિના અદ્ભુત ત્યાગ અને ઉત્કૃષ્ટ અનાસક્તિથી ઓતપ્રોત વચન સાંભળી કુમારપાળના અંતર્મનમાં એમના માટે પહેલાં કરતાં શતગુણિત શ્રદ્ધા ઉત્પન્ન થઈ.
થોડા દિવસ સુધી માલવ પ્રદેશમાં રહ્યા પછી કુમારપાળે પોતાની સેના સાથે અણહિલપુર-પાટણ તરફ પ્રસ્થાન કર્યું. અમુક દિવસો બાદ તેઓ અણહિલપુર-પાટણ પહોંચ્યા. કુમારપાળની વિનંતીથી આચાર્ય હેમચંદ્ર પણ પાટણ તરફ વિહાર કરી પાટણ પહોંચ્યા.
મહારાજા કુમારપાળે આચાર્યશ્રીની પ્રેરણાથી થોડા સમય સુધી મઘ-માંસનુ સેવન નહિ કરવાનું વ્રત લીધું. મહારાજ કુમારપાળના હૃદયમાં આચાર્યશ્રી પ્રતિ શ્રદ્ધામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો. આચાર્યશ્રીને જ પોતાના મહર્ષિ, માતા, પિતા અને ઈષ્ટદેવ માનવા લાગ્યો. એક દિવસ કુમારપાળે આચાર્યશ્રી સમક્ષ પોતાની આંતરિક ઇચ્છા વ્યક્ત કરતાં પ્રશ્ન કર્યો: “મહાત્મા! એવો ઉપાય જણાવો કે શું કરવાથી મારી કીર્તિ યુગ-યુગાંતરો સુધી સ્થાયી થાય?”
હેમચંદ્રસૂરિએ કહ્યું: “રાજન્ ! એના અનેક ઉપાય છે. વિક્રમાદિત્યના સમયે સંપૂર્ણ પૃથ્વીને ઋણમુક્ત બનાવી જે સોમનાથનું મંદિર બનાવવામાં આવ્યું હતું, તે સમુદ્રની લહેરોથી અહર્નિશ ભીંજાઈને કાષ્ઠમય મંદિર જીર્ણશીર્ણ થઈ ચૂક્યું છે. એ સોમનાથ મંદિરનો ઉદ્ધાર કરી તેને એક ચિરસ્થાયી મંદિરનું સ્વરૂપ પ્રદાન કરી તમે વિપુલ કીર્તિ અર્જિત કરી શકો છો.”
કુમારપાળના મનમાં પોતાનાં વંશપરંપરાગત ધર્મકાર્યો પ્રતિ પ્રગાઢ નિષ્ઠા જાણીને હેમચંદ્રાચાર્યએ આવી સલાહ આપી. સલાહ અનુસાર કુમારપાળે સોમેશ્વર મંદિરનો પુનરુદ્ધાર પ્રારંભ કરાવ્યો.
આચાર્ય હેમચંદ્રસૂરિ પ્રત્યે મહારાજા કુમારપાળની ઉત્તરોત્તર પ્રગાઢ થતી જતી શ્રદ્ધા-ભક્તિને જોઈને અમુક ઈર્ષાળુ એમ વિચારવા ૧૪૪ 99999999999 જન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૪)