Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
હેમચંદ્રસૂરિનાં ચરણોમાં માથું મૂકી વિનમ્ર સ્વરે કહ્યું : “આજ્ઞા આપો ભગવાન !”
કુમારપાળે એ જ ક્ષણે આજીવન માંસ-મદિરાનો ત્યાગ કર્યો. ત્યાર બાદ બંને મંદિરના ગર્ભગૃહથી નીકળી સોમેશ્વર મંદિરથી પાટણ તરફ પ્રયાણ કર્યું.
( કુમારપાળને સફત્વની પ્રાપ્તિ)
સોમેશ્વરથી અણહિલપુર-પાટણ પરત થયા બાદ કુમારપાળ નિત્ય શ્રી હેમચંદ્રાચાર્યનાં પ્રવચનો સાંભળવાં લાગ્યાં. ટૂંકાગાળામાં જ જિનવાણીના શ્રવણથી તેમને જૈન ધર્મ પર પ્રગાઢ શ્રદ્ધા થઈ ગઈ. સર્વપ્રથમ મહારાજ કુમારપાળે પોતાના સમગ્ર રાજ્યમાં અમારિની (અહિંસા) ઘોષણા કરાવી.
સમય જતાં કુમારપાળે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. એક વખત અદત્તાદાન વિરમણ નામના તૃતીય વ્રતના વિવેચનને આચાર્યશ્રીના મુખેથી સાંભળી કુમારપાળે તત્કાળ અપુત્રક મૃતિ કરાધિકારી(અપુત્ર અવસ્થામાં મૃત નાગરિકની સંપત્તિને કૃતિકરના રૂપે રાજ્યકોષાયત કરનાર કરાધિકારી)ને બોલાવ્યા અને આ પ્રકારના કરને રદ કરવાની આજ્ઞા આપી. અને કુમારપાળે આ પ્રકારના કરની અનુમાનિત વસૂલીના ૭૨ લાખ રજત મુદ્રાઓની રાશિના પત્રોને તત્કાળ નષ્ટ કરાવ્યા. આ પ્રકારનો કર નિરસ્ત કરવાના કારણે કુમારપાળની યશોગાથા દિગદિગંતમાં પ્રસરી ગઈ.
| ગુજરાત એ દિવસોમાં દેશ-વિદેશ સાથે વેપારનું કેન્દ્ર હોવાના કારણે સમૃદ્ધ પ્રદેશ હતો. ગુજરાતમાં કુબેરપતિ સમૃદ્ધિશાળી શ્રેષ્ઠીઓની સંખ્યા ગણનાતીત હતી. આ પ્રકારના સમૃદ્ધ રાજ્યમાં મૃતિકરથી રાજ્યને વિપુલ ધનરાશિનો લાભ થતો હતો. પરંતુ કુમારપાળ દઢ નિશ્ચય કર્યો કે - “લાખોનું જ નહિ, કરોડોનું નુકસાન ભલે રાજ્યને થાય, પણ આ પ્રકારના પ્રજાપીડક કરને રદ કરવો જ રહો.” કુમારપાળે અદત્તાદાન વિરમણ વ્રતને ગુરુ આચાર્ય જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૪) 999£99999999 ૧૪૦]