Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
લાગ્યા કે - ‘રાજાને હેમચંદ્રાચાર્ય પ્રત્યે નારાજ કઈ રીતે કરવા !’ એક બોલકા માણસે મહારાજ કુમારપાળને કહ્યું : “મહારાજ ! આ શ્વેતાંબરાચાર્ય હેમચંદ્ર કેવળ આપને પ્રસન્ન રાખવા જ આપને અનુકૂળ માર્ગદર્શન આપે છે. વાસ્તવમાં આચાર્યના મનમાં સોમેશ્વર પ્રત્યે જરાપણ શ્રદ્ધા-ભક્તિ નથી અને તેઓ ભગવાન શંકરને નમસ્કાર પણ કરતા નથી. આપ એમને સોમેશ્વરની યાત્રા કરવા માટે કહી જુઓ. આપને તત્કાળ અમારી વાત પર વિશ્વાસ થશે.’’
કુમારપાળ આમ બોલનારની વાતમાં આવી ગયા અને બીજા દિવસે જ આચાર્યશ્રીને સોમનાથયાત્રાનો પ્રસ્તાવ મૂકતા નિવેદન કર્યું કે - “આપ પણ તીર્થયાત્રામાં અમારી સાથે પધારો.”
આચાર્ય હેમચંદ્ર ક્ષણમાં જ વસ્તુસ્થિતિ પામી ગયા. એમણે કહ્યું : “રાજન્ ! તપસ્વી તો તીર્થના અધિકારી હોય છે. અમે અવશ્ય આવીશું.”
સોમેશ્વરની યાત્રાએ નીકળેલા રાજાએ મંદિરમાં પ્રવેશ કરતા જ ભગવાન શિવના લિંગને સાષ્ટાંગ પ્રણામ કરી વારંવાર મસ્તક ઝુકાવ્યું. આચાર્ય હેમચંદ્ર શિવને નમસ્કાર કરે છે કે નહિ એ વાતની પરીક્ષા લેવા માટે કુમારપાળે આચાર્યશ્રીને શિવપૂજા માટે નિવેદન કર્યું. જેનો આચાર્યશ્રીએ સહર્ષ સ્વીકાર કર્યો. આચાર્ય હેમચંદ્રસૂરિએ શિવપુરાણની વિધિની સાથે પૂજાની સામગ્રીથી શિવનું અર્ચન કરતા બે શ્લોકોનું સમ્મોહક વાણીમાં ઉચ્ચારણ કરતાં અપાર જનસમૂહ સમક્ષ શિવલિંગને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એમના શ્લોકોનો ભાવાર્થ : “હે ભગવાન ! વિભિન્ન દર્શનો દ્વારા વિભિન્ન સમયમાં આપ કોઈ પણ નામથી ઓળખાતા હોય, પણ અગર આપ સર્વ દોષો અને કર્મફળથી પૂર્ણતઃ મુક્ત છો, તો આપ જ વિશ્વવંદ્ય ભગવાન છો. હું આપને નમસ્કાર કરું છું. જન્મ-મરણના અંકુર સ્વરૂપ રાગદ્વેષાદિ દોષ જેના મૂળતઃ નષ્ટ થઈ ચૂક્યા છે, એ ભગવાનને હું ભક્તિ સહિત નમન કરું છું, ભલે તેમનું નામ બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, સોમેશ્વર હોય કે જિનેશ્વર !'
આચાર્ય હેમચંદ્રસૂરિ દ્વારા શિવની પૂજા પછી મહારાજ કુમારપાળે બૃહસ્પતિ દ્વારા બતાવવામાં આવેલી વિધિ અનુસાર સોમેશ્વરની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૩૭૭૭ ૧૪૫