Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જોડી માથું નમાવ્યું. એક વયોવૃદ્ધ મંત્રીએ કહ્યું : આ તો વિશાળ ગુર્જર રાજ્યની ભૂમિનો ખૂણે ખૂણો શત્રુ રાજાઓને સમર્પિત કરી દેશે.” બીજા ઉમેદવારને પણ અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યો. પછી કુમારપાળને સિંહાસન પર બેસવાનું નિવેદન થયું, કારણ કે આચાર્ય હેમચંદ્ર અને નિમિત્તશોએ પૂર્વે ભવિષ્યવાણી કરી હતી કે - “સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળ વિશાળ ગુર્જર રાજ્યના સિંહાસન પર બિરાજશે” અને ગુર્જર રાજ્યને અધિક શકિતશાળી બનાવશે. મંત્રીઓનો સંકેત થતાં જ કુમારપાળ ધીરગંભીર મુદ્રામાં શાર્દૂલની જેમ પરાક્રમ પ્રગટ કરતાં આગળ વધ્યા. વસ્ત્રોને સમુચિત રીતે સમેટી એક પૂર્ણ અભ્યસ્ત સમ્રાટની જેમ સિંહાસન પર બેસી ગયા.
રાજસિંહાસન પર બેસતાં જ પોતાની તલવારને મુઠ્ઠીમાં જકડી લીધી. સમ્રાટ જેવી કુમારપાળની મુખમુદ્રા જોઈને દરેક સામંતોએ સમવેત સ્વરમાં કહ્યું : “આપણા ગુર્જર રાજ્યના તેઓ મહાશક્તિશાળી રાજા થશે. તેઓ બાહુબળથી શત્રુઓનો સંહાર કરી ગુર્જર રાજ્યની સીમાઓ, પ્રતાપ અને કીર્તિને દિદિગંતમાં વિસ્તારશે.” તત્કાળ હર્ષોલ્લાસ સાથે ભવ્ય સમારોહમાં કુમારપાળનો વિશાળ ગુર્જર રાજ્યના રાજસિંહાસન પર રાજ્યાભિષેક થયો.
ગુર્જર રાજ્યની બાગડોર પોતાના હાથમાં સંભાળતા જ કુમારપાળે આંતર-બાહા શત્રઓનો નિગ્રહ કરી ટૂંકા સમયમાં જ રાજ્યની સીમાઓનો દૂર-દૂર સુધી વિસ્તાર કર્યો.
રાજસિંહાસન પર આરૂઢ થતાં પહેલાં પોતાના પર આવેલા પ્રાણસંકટની ઘડીઓમાં આચાર્ય હેમચંદ્રસૂરિએ જે રીતે એના પ્રાણની રક્ષા કરી, સહાયતા કરી અને ઉત્સાહ વધાર્યો, એ સર્વ બાબતોને ધ્યાનમાં રાખી કુમારપાળ આજીવન હેમચંદ્રાચાર્યના આભારી અને પરમ ભક્ત રહ્યા. સદાય તેમની સેવામાં ઉપસ્થિત થતા. એમના દરેક આદેશને શિરોધાર્ય કરી તેનું પરિપાલન કરવું તે પોતાનું અહોભાગ્ય સમજતા.
સમ્મતિ મહારાજને બોધ આપીને જૈન ધર્મનો સુદૂરસ્થ પ્રદેશોમાં પ્રચાર કરનાર આચાર્ય સુહસ્તિ અને વીર વિક્રમાદિત્યને પ્રતિબોધ આપી જિનશાસનની પ્રભાવના કરનાર આચાર્ય સિદ્ધસેન પછી આચાર્ય હેમચંદ્ર જ વિગત ૨૫૦૦ વર્ષોમાં એવા મહાન જિનશાસન ૧૩૦ 9િ69696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)