Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પ્રબંધ ચિંતામણિ'માં મહારાજા જયસિંહના જન્મ સંબંધે એક રહસ્યપૂર્ણ અને આશ્ચર્યજનક ઘટનાનો ઉલ્લેખ થયો છે. કર્ણાટકના મહારાજા જયકેશીની રાજરાણીએ એક કન્યાને જન્મ આપ્યો. એ કન્યાનું નામ મયણલ્લાદેવી રાખવામાં આવ્યું. એક વખત તેને જાતિસ્મરણ જ્ઞાન થયું કે - “પૂર્વજન્મમાં તે બ્રાહ્મણી હતી. મૃત્યુ પૂર્વે એણે એ નિદાન કર્યું કે - “તે સોમેશ્વરના યાત્રીઓ પર લગાવવામાં આવનાર બાહુલોડ કરને આગામી જન્મમાં બંધ કરાવશે.” આ પ્રકારે નિદાન કરી એણે આમરણ અનશન કર્યું અને તે સોમેશ્વરતીર્થના નગરમાં નિધન પ્રાપ્ત કરી મહારાજ જયકેશીની રાજપુત્રી રૂપે જન્મી. ત્યાર બાદ એણે પ્રણ કર્યું કે - “સોમેશ્વરના યાત્રીઓને બહુલોડ કરથી મુક્તિ અપાવવા તે ગુજરાતના મહારાજા સાથે જ વિવાહ કરશે, અન્ય કોઈની સાથે નહિ.”
કર્ણાટક રાજા જયકેશીને જ્યારે પોતાની પુત્રીના પ્રણની આ વાતની ખબર પડી તો તેણે પોતાના મંત્રીઓને મોકલી કર્ણને પ્રાર્થના કરી કે - “એની દીકરીનું પાણિગ્રહણ કરી તેની રાણીરૂપે સ્વીકાર કરે.” પણ રાજકુમારી કુરૂપ હોવાના કારણે મહારાજા કર્ણએ તેની સાથે વિવાહ કરવાની વાતને હુકરાવી દીધી. એટલે હતાશ થયેલી રાજકુમારી મયણલ્લદેવીએ પોતાની આઠ સહેલીઓ સાથે સહર્ષ મત્યુનું વરણ કરવાનો નિશ્ચય કર્યો.
કર્ણની માતા ઉદયમતીએ જ્યારે આ પ્રકારની વાત સાંભળી તો એ દ્રવિત થઈ ગઈ અને તેણે એ રીતે જ મરવાનો સંકલ્પ કર્યો. પોતાની માતાના સ્વેચ્છા-મૃત્યુ વરણની વાત સાંભળી માતૃભકત કર્ણએ માતાના પ્રાણની રક્ષા કરવા માટે મયણલ્લાદેવીની સાથે વિવાહ કરી લીધો. વિવાહ કરી લીધા પછી પણ કર્ણએ મયણલ્લદેવીના અંતઃપુરમાં જવાની વાત તો દૂર, એના તરફ ક્યારેય દૃષ્ટિ પણ ન કરી.
આ રીતે થોડા મહિના પસાર થઈ ગયા પછી એક દિવસ મંત્રી મુંજાલને રાજાના વિશ્વાસપાત્ર અનુચર દ્વારા જાણ થઈ કે મહારાજા કર્ણ એક નિમ્ન જાતિની નવોઢા પર મુગ્ધ છે અને એની સાથે સમાગમ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪) 9696969696969696969699 ૧૩૫ ]