Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સિદ્ધરાજ જયસિંહે પોતાના રાજકાળમાં સ્વયં શૈવ ધર્માવલંબી હોવા છતાં પણ આચાર્ય હેમચંદ્રના માર્ગદર્શન અનુસાર, દરેક ધર્માવલંબીઓની સાથે સમાન રૂપે સન્માનજનક વ્યવહાર કર્યો. . એના રાજ્યકાળમાં ગુર્જર રાજ્યની સમૃદ્ધિ ઉત્તરોત્તર વધતી રહી. માલવ જેવા સમૃદ્ધ અને સંપન્ન રાજ્યને ગુર્જર સત્તાને અધીન કરી એમણે ન્યાય-નીતિપૂર્વક પ્રજાનું પાલન કર્યું. તે પોતાના દરેક સૈનિક અભિયાનોમાં સદાય સફળ રહ્યો. આ કારણે અથવા ત્રણ વર્ષની વયમાં જ બાળલીલા કરતી વખતે સ્વયંમેવ રાજસિંહાસન પર સહજભાવે આરૂઢ થઈ ગયો, આ કારણે ગુર્જરેશ્વર મહારાજ જયસિંહને લોકો દ્વારા સિદ્ધરાજ' બિરુદથી વિભૂષિત કરવામાં આવ્યા. એ કારણે આજે પણ ઇતિહાસનાં પૃષ્ઠોમાં ગુર્જરેશ જયસિંહ સિદ્ધરાજ જયસિંહના નામથી ઉલ્લેખાય છે.
સિદ્ધરાજ જયસિંહના વિશાળ સામ્રાજ્યને તેના પછી સંભાળનાર કોઈ પુત્ર ન હતો, એ કારણે તેનો અંતિમ સમય ખૂબ શોકપૂર્ણ રહ્યો. એને નૈમિત્તિકોથી એ જ્ઞાત થઈ ગયું હતું કે - “તેના મૃત્યુ પછી કુમારપાળ વિશાળ ગુર્જર રાજ્યના અધિપતિ થશે.” એ કારણે પણ પોતાની આયુના અંતિમ દિવસોમાં ચિંતામગ્ન હતો. ખરેખર તો એ ઇચ્છતો નહોતો કે વિશુદ્ધ ચાલુક્ય વંશના રાજસિંહાસન પર હીનકુળની વ્યક્તિ તેનો ઉત્તરાધિકારી બને. સિદ્ધરાજ જયસિંહના દાદા મહારાજા ભીમે અણહિલપુર-પાટણમાં ચૌલાદેવી નામની વારાંગનાની યશોગાથાઓ સાંભળી કે તે અનેક દિવ્ય ગુણો અને અનુપમ રૂપ-લાવણ્યથી સંપન્ન હોવા છતાં પણ એવી મર્યાદાનું પાલન કરે છે કે ઊંચામાં ઊંચા કુળની કુળવધૂઓ પણ તેના ગુણોની પ્રશંસા કરે છે. મહારાજ ભીમે પોતાના વિશ્વસનીય અનુચરના માધ્યમથી પોતાની સવા લાખ મૂલ્યની કટારી એની પાસે અગ્રિમ રાશિ તરીકે પરીક્ષા માટે મોકલી. એ કટારી, ચૌલાદેવીની પાસે પહોંચાડ્યા પછી મહારાજા ભીમ તત્કાળ જ માલવ પ્રદેશમાં વિજ્યાભિયાન હેતુ ચાલ્યા ગયા અને બે વર્ષ સુધી માલવમાં જ રહ્યા. ચૌલાદેવીએ બે વર્ષ વિશુદ્ધ શીલવ્રતનું પાલન કરતાં વિતાવ્યા. કારણ કે એણે સવા લાખના મૂલ્યની મહારાજ ભીમની કટારી | ૧૩૮ [9696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૪)|